ARTICLE : “રૂપ “નું અભિમાન કરનારી યુવતીઓ માટે એક અરીસો મહામહિમ દ્રૌપદી મુર્મુજી.

0
48
meetarticle

આજના આધુનિક યુગમાં સુંદરતાની વ્યાખ્યા માત્ર ‘ગોરા રંગ’ અને ‘બાહ્ય દેખાવ’ સુધી સીમિત થઈ ગઈ છે. શું બાહ્ય સુંદરતા જ સફળતાની એકમાત્ર ગેરંટી છે? આ પ્રશ્નનો સચોટ જવાબ આપણને ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના જીવનમાંથી મળે છે.
રંગ કરતા વ્યક્તિત્વનું કદ મોટું
જે યુવતીઓને પોતાના ગોરા રંગનું અભિમાન છે, તેમણે એકવાર દ્રૌપદી મુર્મુજીના જીવન સંઘર્ષ પર નજર નાખવી જોઈએ. એક સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મેલા મુર્મુજીએ ક્યારેય દેખાવની ચિંતા નથી કરી. તેમણે પોતાના જ્ઞાન, સંસ્કાર અને મક્કમતાને જ પોતાનું ઘરેણું બનાવ્યું છે. આજે જ્યારે તેઓ કોઈ સભામાં પ્રવેશે છે, ત્યારે દેશના વડાપ્રધાન પણ આદરમાં ઊભા થઈ જાય છે. આ સન્માન તેમના રંગ માટે નથી, પણ તેમની વર્ષોની તપસ્યા અને પદની ગરિમા માટે છે.
સુંદરતા ક્ષણિક છે, સિદ્ધિ અમર છેરૂપનું અભિમાન કરનારાઓએ સમજવું જોઈએ કેવખત જતાં રૂપ કરમાઈ જાય છે ઉંમર વધવાની સાથે ચહેરાની ચમક જતી રહેશે, પણ તમારા કર્મોની સુવાસ કાયમ રહેશે. આત્મવિશ્વાસ એ અસલી મેકઅપ છેદ્રૌપદી મુર્મુજીએ અનેક અંગત દુઃખો સહન કર્યા હોવા છતાં, ક્યારેય હાર નથી માની. તેમનો આત્મવિશ્વાસ જ તેમને વિશ્વના સૌથી શક્તિશાળી મહિલાઓની હરોળમાં લાવ્યા છે. સફળતા રંગની મહોતાજ નથી ઈતિહાસ સાક્ષી છે કે દુનિયા બદલનારા લોકોએ ક્યારેય ‘બ્યુટી પાર્લર’ ના સહારે જીત નથી મેળવી, પણ ‘પરસેવાની સુંદરતા’ થી મેદાન માર્યું છે.જ્યારે પ્રોટોકોલ પણ નમે છે
એક દ્રશ્ય યાદ કરો જ્યારે ભારતના સર્વોચ્ચ હોદ્દા પર બિરાજમાન એક અશ્વેત સ્ત્રી સામે આખું મંત્રીમંડળ અને દિગ્ગજ નેતાઓ શિષ્ટાચાર સાથે ઊભા રહે છે. આ દ્રશ્ય એ તમામ લોકો માટે લપડાક છે જેઓ માણસને તેના ચામડીના રંગથી માપે છે. મુર્મુ દેવીનું ઉદાહરણ સાબિત કરે છે કે જો તમારી પાસે યોગ્ય લાયકાત અને મજબૂત ચારિત્ર્ય હોય, તો દુનિયાનું સર્વોચ્ચ શિખર તમારા કદમોમાં હોય છે.યુવતીઓએ સમજવાની જરૂર છે કે અસલી સુંદરતા ‘સ્કીન’ (ત્વચા) માં નહીં, પણ ‘સ્કીલ’ (આવડત) માં હોય છે. ગોરા રંગનું અભિમાન કરવાને બદલે, મુર્મુજી જેવી સાદગી અને મક્કમતા કેળવવી જોઈએ. યાદ રાખો, ચહેરો જોઈને લોકો રસ્તો આપી શકે, પણ વ્યક્તિત્વ જોઈને તો દેશના વડાપ્રધાન પણ ઊભા થઈ જાય છે
જે સુંદરતા પર તમને આજે ગર્વ છે, તે કુદરતની ભેટ છે, તમારી કમાણી નથી. પણ દ્રૌપદી મુર્મુજી એ જે સ્થાન મેળવ્યું છે તે તેમની પોતાની કમાણી છે.

લેખિકા – દર્શના પટેલ નેશનલ મેડાલિસ્ટ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here