છેલ્લા 45વર્ષથી સેવાના ભેખધારી, ગરીબોના બેલી અને અને મૂછાળીમા તરીકે ઓળખાતા ગરીબો અને રક્તપીતીયાની સેવાકરનાર લોક સેવક સ્વ.ચંપક સુખડીયાની સ્મૃતિ આજે 45મા વર્ષે પણ લોક હૃદયમા અંકિત રહી છે. શ્રાદ્ધ પક્ષ આવે એટલે દરેક જણ પોતાના મૃતક સ્વજનના શ્રેયાંર્થે શ્રાદ્ધ કરતા હોય છે. પણ જેમનું કોઈ નથી એનું શ્રાદ્ધ તર્પણ કોણ કરે?આ કાર્ય સેવાના ભેખધારી સાચા લોક સેવકચંપક સુખડીયા કરતા હતા.આજે ચંપક કાકા આપણી વચ્ચે ભલે નથી પણ ગરીબો રક્ત પીતિયાં ની સેવા કરી બીન વારસી લાશની અંતિમ વિધિ કરી તેમના નામે રાજપીપળા ખાતે સર્વપિતૃ શ્રાધ્ધનો અનોખો ભોજનયજ્ઞ કરતા. આજે તેમના મૃત્યુ પછી પણ આ સેવા યજ્ઞ નિયમીત રીતે યોજાય છે.

જેઓ પોતાના સ્વજનો પાછળ કાંઇ જ કરી ન શક્યા હોય, જે નામી અનામી,ગમે તે સ્થળે ભુકંપમાં કે નદીઓના વહેણમાં ડુબીગયા હોય , રેલ, મોટર, ગાડી કે ગમે તે અકસ્માતમાં કે બીજી કોઇ મહામારીમાં મૃત્યુ પામી ઓળખાયા ન હોય,એવા અજાણ્યા અને બિનવારસી મૃત્યુ પામેલા જીવો પાછળ, તેઓના શ્રેયાર્થે વિધિ-પૂર્વક નદી કિનારે સરાવીને પિતૃ-તર્પણ કરીને મૃત્યુ પામેલાપિતૃ નારાયણ જીવો માટે શાંતિપાઠ, ભજનકિર્તન, કરી કાગવાસ નાંખી, આજે 45 વર્ષથી સર્વપિતૃ શ્રાદ્ધ ભાદરવા અમાસનેદિવસે સૌ જીવોના શ્રેયાર્થે ભોજનયયોજવામાં આવે છે.
જેમાંગરીબ,અશક્ત,વૃધ્ધ, માંગી ન શકે તેવા,તથા દીવ્યાંગોને સમૂહમાં ભોજન યજ્ઞ કરાવાય છે.અકસ્માતમાં રેલમાં તણાયા હોય અને બિનવારસી મૃતકોના શ્રેયાર્થે સર્વપિતૃ શ્રાધ્ધ યજ્ઞયોજાય છે . હવે તેમના નિધન પછી પણ આ સેવા કાર્ય આજે પણ અવિરત ચાલુ છે.
સ્વ. શ્રી ચંપકલાલ સુખડીયા સ્મૃતિ ટ્રસ્ટના ટ્રસ્ટી યોગશ સુખડીયાના જણાવ્યા અનુસારઆજે અમાસ ના દિવસે 45 વર્ષ થી અવિરત પણે સર્વ પિતૃ શ્રાદ્ધ યોજાય છે. જેમાં મહારાજા રઘુવીર સિંહજી રાજાએ પોતેગરીબોને ભોજન પીરસે છે
નદી કીનારે સર્વ પિતૃતર્પણ કાગવાસ,વિધિ કરી .રજપૂતની વાડીમાં શાંતિપાઠ કરાય છેઆવા સેવાના ભેખ ધારી અને કર્મઠ ઋષિ આજે ભલે આપણી વચ્ચે નથી પણ તેમના સેવા કર્મો અને સર્વ પિતૃ શ્રાદ્ધ કર્મ અન્યો માટે પ્રેરણાદાયક ચોક્કસ બની રહ્યાં છે.


