મનુષ્યની આવરદા ૭૫ વર્ષની થઈ છે પરંતુ રશિયન વૈજ્ઞાનિકોનું,
કહેવું છે કે માનવી આથી પણ લાંબુ જીવી શકે. ઇલ્યા મેકનિકૉફ અને
એલેકઝાન્ડર બોગોમોલેટસનું કહેવું છે કે માનવી ૧૨૫થી ૧૫૦ વર્ષ સુધી
જીવી શકે તેમ છે. પરંતુ આજના રશિયન વિજ્ઞાની પ્યોત્ર લાઝારેક તો એમર્યાદા આગળ વધારીને કહે છે કે માનવી તેનું જીવન ૧૮૦ વર્ષ સુધીલંબાવી શકે તેમ છે. ઈ. સ. ૨૦૩૦ સુધીમાં માનવીનું સરેરાશ આયુષ્ય૧૩૦ વર્ષ ઉપર પહોંચી જાય તો નવાઈ પામવા જેવું પણ નથી.
સદીઓથી મનુષ્યને મૃત્યુનો ડર હંમેશાં સતાવતો આવ્યો છે તેથીમાનવ સદા અજરાઅમર અને યુવાન બનવાનાં સ્વપ્નો પહેલેથી જ સેવતો આવ્યો છે. સમુદ્ર મંથનમાંથી નીકળેલું અમૃત પીવાથી દેવો અમર થઈ ગયા એવી પુરાણોમાં ઉલ્લેખ છે. દાનવોના ગુરુ શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હતી જેના બળે તેઓ દેવ-દાનવો વચ્ચેના યુદ્ધમાં મરતા દાનવોને ફરીથી સજીવન કરી શકતા. આમ અમરત્વ પામવાની અને દીર્ધાયુ રહેવાની લાલસા
આદિકાળથી ચાલતી આવી છે.
સતયુગની વાત કરીએ તો સતયુગમાં નક્કી થયેલું આયુષ્ય વર્ષનું હતું. પણ પછી દરેક પાછલા યુગમાં અધર્મનું આચરણ જેમ જેમ
વધતું ગયું તેમ તેમ મનુષ્યનું આયુષ્ય ઘટતું ગયું. એ રીતે સતયુગમાં ૪00વર્ષ, ત્રેતાયુગમાં ૩૦૦, દ્વાપર યુગમાં ૨૨૫ વર્ષ, અને કળિયુગમાં લગભગ 169 વર્ષ બતાવાયું છે. વેદોમાં અને આયુર્વેદમાં કળિયુગનું
આયુષ્ય ૧૦૦ વર્ષનું દર્શાવવામાં આવ્યું છે.૧૦૦ વર્ષથી વધુ લાંબું જીવનારાઓના કિસ્સાઓ હવે વધતા જાય છે. આઝરબૈજનના શિરાલી મુસ્લિમો ૧૬૮ વર્ષ જીવ્યો હતો. શિરાલીકરતાંય વધુ જીવનારા આ દુનિયામાં ઘણા છે. આવા દીર્ઘજીવીઓના વિક્રમરૂપ ઉદાહરણ ચીનના લી ચુનગુનનું ગણાય જે ૨૫૨ વર્ષ જીવ્યો હતો. ઇંગ્લેન્ડનો એક ખેડૂત ટોમસ કોર્ટે પોતાના ૨૦૭ વર્ષના જીવનકાળમાં ઇંગ્લેન્ડના ૧૨ શાસકોનું શાસન જોયેલું. જ્યારે સ્કોટલેન્ડનો સંત મંગો
૧૮૫ વર્ષ જીવ્યો હતો. તો પાકિસ્તાનનો એક કબાઈલી વડો અફઝલમહમ્મદ ૧૮૦ વર્ષ જીવેલો. જ્યારે રોમન અભિનેત્રી લુસિયા તેની જિંદગીનાં૧૧૨ વર્ષ સુધી મંચ પર અભિનય આપતી રહી.
આયુષ્ય વધારવા અંગે વિજ્ઞાનીઓના વિભિન્ન મતો :-
મનુષ્ય આટલું લાંબું આયુષ્ય ભોગવી શક્યો છે એ નક્કર હકીકતછે. અને માનવી ધારે તો પોતાનું આયુષ્ય વધારી શકે એ પણ હકીકત છે.આપણું આયુષ્ય કેવી રીતે વધી શકે ? વધુમાં વધુ માનવી કેટલું લાંબુ જીવીશકે ? માનવીને ઘડપણ કેમ વહેલું આવે છે? વૃદ્ધત્વને ઉંમર સાથે શુંસગપણ છે? મનુષ્યના આયુષ્ય સામે “કયાં અવરોધક પરિબળો આવે છે ?’
તેને નિવારવા વિજ્ઞાનીઓ કયા પ્રયત્નો કરી રહ્યા છે એ બધા પ્રશ્નોનો જવાબમેળવવા આ લેખ વાંચવો જ વધુ રસપ્રદ રહેશે.
સામાન્ય રીતે આપણે માંદગીને ઘડપણ સાથે સાંકળીએ છીએ. પરંતુઘડપણ એ કંઈ માંદગી નથી. રશિયન વિજ્ઞાનીઓ વયની વૃદ્ધિ સાથે શરીરમાંઆ તત્ત્વોના પ્રભાવે દેખા દેતા ફેરફારને રોકી માનવીનું આયુષ્ય વધારવામાટે ભિન્ન ભિન્ન વિટામિનોથી માંડીને એમીનો એસિડના પ્રયોગો કરીરહ્યા છે..
આયુર્વેદ કહે છે કે દવાથી આયુષ્ય વધતું નથી. આહારથી આયુષ્ય વધે છે. છેલ્લાં ૫૦ વર્ષોથી માનવીની ઉંમર વધારવાના પ્રયોગો વિજ્ઞાનીઓ રાતદિવસ કરી રહ્યા છે. દ. કેલિફોર્નિયાના ન્યુરોબાયોલોજીસ્ટ કેલેબ ફિન્ચમોનાના વૈશ્વિક પ્રયોગો
તો એટલે સુધી કહે છે કે માનવી પોતાને માટે કેટલીક સાવધાની, રાખીને જીવન જીવે કરે તો તેનો ઉ૫૨ 400 વર્ષ સુધી ટકી શકેછે.
શરીરવિજ્ઞાન સાથે સંબધીત વિજ્ઞાનીઓ નું માનવું છે કે કોઇ કારણ સર દરેક પ્રાણીના શરીરની કોશિકાઓ એક નિશ્ચિત સમય સુધી કામ કરે છે,જેમ જેમ કોશિકામો દુર્બળ બનતી જાય છે તેમ તેમ પ્રાણી ઘરડું બનતું જાય છે. છેવટે મૃત્યુ પામે છે. ૧૯૫૦માં માનવશરીરની કોશિકાઓ પર
રિસર્ચ કરનારા ફિલાડેલ્ફિયાના જીવશાળી લિયોનાર્ડ હલિક માનવી,શરીર ઉપર કેટલાક પ્રયોગો કર્યા. જેમાં તેઓ એ જાણવા. ઇચ્છતા હતા કે આ કોશિકાઓની ઉંમર કેટલી છે ? તેનામાં વધારો થાય છે કે નહિ?
નવી કોશિકાઓનો જન્મ થાય છે અથવા તે એક સીમા પર આવીને અટકી.જાય છે ? પરંતુ આ જીવશાસ્ત્રીને – જ્યારે એક સીમા પર આ કોશિકાઓનો વિકાસ અટકી ગયો ત્યારે આશ્ચર્ય થયું.
જીવશાસ્ત્ર ઘડીને ન માનનારા વૈજ્ઞાનિકો ઘડપણને બીમારી કહે છે.
તેમનું કહેવું છે કે બીમારી દુર્ઘટના તથા અન્ય પ્રાકૃતિક મુસીબતોને કારણે માનવીની શરીરની કોશિકાઓ કમજોર થતી જાય છે પરિણામે માનવી ઘરડો બને છે.
કેર દાવા સાથે કહે છે કે માનવીની ઉંમરની કોઈ નિશ્ચિત સીમા નથી.છે. કહે છે કે પ્રયોગો દ્વારા આ બાબત અમે પૂરી રીતે સિદ્ધ નથી કરી
છે.પરંતુ એ માટેનો પડકાર અમે ઝીલી લીધો છે. જોકે એ માટે માનવીયબીમારીઓ ઉપર પણ કાબૂ લાવવો પડશે. હાલમાં આ વિજ્ઞાનીઓ કોશીકાઓને ઘરડી અને મૃતપ્રાય બનાવનાર જિન્સને શોધવાના પ્રયત્નો કરીરહ્યા
છે, છે, ૧૯૯૦માં અમેરિકાની ઈન્સ્ટિટયૂટ ઑફ હેલ્થના જીવ શાસ્ત્રીએમાનવ કોશિકાઓ પર સંશોધન કરીને શોધ્યું છે કે કોમોસોમફોરની હાજરીમાં કોશિકાઓ નષ્ટ નથી થતી. સંશોધનમાં જણાવ્યું છે કે કોમોસોમફોરની હાજરીમાં માનવીની કોશિકાઓ ની ઉંમર વધી ગયા છે.એનો અર્થ એ થયો કે માનવીની ઉપર વધારનારા તત્વો પણઆ કોશિકાઓ માં મોજૂદ છે. જેને ઓળખવામાં તથા તેનો વધારો કરવામાં વૈજ્ઞાનિકો પ્રયત્નો કરી રહ્યા છે. જો માનવ કોશિકાઓને રાબળ બનાવવામાં સબળ નીવડે તો
માનવીની ઉંમર 100-200 અથવા 400 વર્ષ સુધી લઈ જઈ શકાશે.
ટેક્સાસના ધનાઢ્ય ૮૧ વર્ષના મિલર ક્વોરલ્સ તો વૃદ્ધાવસ્થાનીબીમારીની સારવાર શોધી આપનારને એક લાખ ડોલરનું ઇનામ આપવાની
જાહેરાત કરી છે.
માનવકોષોની વધતી જતી ઉંમર અને આ તકલીફ નિવારવા ઉપચારોના મુદ્દે અનેક મતભેદો પ્રવર્તે છે. કેટલાક જીવવિજ્ઞાનીઓ માને છેકે ડી.એન.એ. પ્રોટીન તથા કોષોને વધતી વયે થતું નુકસાન વધતી વયનું પરિણામ છે. માનવશરીરની વિભિન્ન પેશીઓ નવા કોષો જન્માવવા અસમર્થ
બનવા ઉપરાંત ઘણા બધા જૂના કોષો ભેગા થાય છે. વૃદ્ધાવસ્થાને પાછીપાડવાનો જવાબ જનીન સૂત્રોના ડી.એન.એ.ના બિન સાંકેતિક ટુકડાઓનેનિવારવામાં રહેલો છે.
એક પ્રાથમિક માન્યતા એવી છે કે માનવ કોષોની વયવૃદ્ધિ શર્કરાના અણુઓ પ્રોટીન અને અન્ય અણુઓ સાથે ચોંટી જવાનું પરિણામ છે. આ સંજોગોમાં કેલેરીમાં ઘટાડો આ પ્રક્રિયા ધીમી પાડે છે. પરંતુ કોષોને ઊર્જાથીવંચિત રાખવામાં આવે તો ખોરાકના દહનથી પ્રક્રિયા ધીમી પડે. જેનાથીચોક્કસ જનીનો અને એન્ઝાઈમોની પ્રકૃતિ વેગવંતી બને. અણુ-પરમાણ સંબંધિત આવા ફેરફારોને પ્રબળ બનાવી શકે તેવી દવા બનાવવાbજીવવિજ્ઞાનીઓને હજુ વર્ષો લાગે તેમ છે.
શરીરવિજ્ઞાનના અભ્યાસુઓ કહે છે કે – મનુષ્યના મૃત્યુનું કારણ તેની ઉંમર નહીં પણ શારીરિક અવયવોને થતી ક્ષતિ છે. જો આ અવયવોની
યોગ્ય રીતે માવજત કરવામાં આવે તો મનુષ્ય પોતાનું સંપૂર્ણ આયુષ્ય ભોગવી શકે. ડો. સી. વાડ કૌમ્પટનના મતાનુસાર – આજનો માણસ મરતો નથી, પરંતુ ધીરે ધીરે પોતાની આત્મહત્યા કરે છે.
દીર્ઘાયુનું રહસ્ય શોધવા અંગે પ્રયત્નશીલ વૈજ્ઞાનિકોનો મત છે.કે માનવજીવનમાં આયુષ્યનું ખાસ મહત્ત્વ નથી. જુદાં જુદાં શારીરિક અંગોને જ વિશેષ મહત્ત્વ આપવું જોઈએ. શારીરિક અંગોને જ જર્જરિત થતાં બચાવવાં જોઈએ.
અંગો જર્જરિત કેમ થાય છે ?:-
એના જવાબમાં કહેવાયું
છે કે અંગોનું જર્જરિતપણું આપણા ખોરાકમાં જુદાં જુદાં તત્ત્વોનો અભાવકે વધુ પડતો ઉપયોગ જ છે.દીર્ઘાયુનું રહસ્ય સમતુલિત આહાર છે. ભોજનમાં લેવાતાં તત્ત્વો અને એની શરીર પર થતી અસરના સંબંધમાં તપાસ કરતાં એવું જણાયું કે વિટામિન, ખનિજ તત્વ અને કેલરીયુક્ત સંતુલિત ખોરાક આયુષ્યને લગભગ 10 ગણું વધારે છે. યોગ્ય માત્રાથી વધુ ખોરાક લેવાથી આયુષ્ય ઓછું થાય છે, જ્યારે વિટામિન અને ન્યુકિલય આમ્લીય ખોરાક નવજીવન બક્ષે છે. ચરબીનો ઉપયોગ દીર્ઘાયુ માટે પ્રતિકૂળ છે. તેમાં રહેલ કોલેસ્ટોરલ’ નામનું દ્રવ્ય ધમનીમાં
રુધિરાભિસરણને અવરોધરૂપ છે. વૈજ્ઞાનિકો દઢતાથી કહે છે કે ખોરાકમાં ચરબી સંતુલિત માત્રામાં લેવાથી કોઈ પણ માણસ ૯૦વર્ષ સુધી આરામથી જીવી શકે છે.
અધિક આયુ સુધી જીવવાનો એક ઉપાય ઓછું ખાવું અને વિટામિનતથા ખનિજોથી સભર ખાદ્ય પદાર્થોનું વધુ માત્રામાં સેવન કરવું તે છે.
દિલ્હીમાંતાજેતરમાં સંપન્ન થયેલી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના અધિવેશનમાં વિજ્ઞાન અને સમાજ પર આયોજિત વાર્તાલાપમાં આ વિષય ઉપર ચર્ચા વિમર્શ થયાં હતાં. વાર્તાલાપના સંયોજક પ્રો. અમિષકુમાર બેનર્જીએ કહ્યું કે અનેક વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો મનુષ્ય બીમારીથી બચતો રહે, તો તે ૧૨૫વર્ષ સુધી સામાન્ય જીવનના આનંદનો ઉપભોગ કરી શકે છે. પ્રો. બેનર્જીએ કહ્યું કે ઑક્સિજન સર્વ જીવોના અસ્તિત્વ માટે અનિવાર્ય છે. પરંતુ એ રોગીઅને ઘડપણ માટે મુખ્ય કારણરૂપ છે. કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આહારમાં વિટામિન-ઈ નો ઉપયોગ વધારવાથી ઘડપણની પ્રક્રિયાને ધીમીકરી શકાય છે. રોજિંદા આહારમાં વિટામિન-ઈ નો વપરાશ વધારવાથીઘડપણ માટે કારણભૂત મસ્તિષ્ક તથા સફેદ રક્તકણ કોશિકાઓમાં થતાં પરિવર્તનો અને રોગો ઉપર અંકુશ રાખી શકાય છે. હવે તો સાબિત થઈચૂકયું છે કે ઓછો આહાર લેવાથી દીર્ધાયુ બની શકાય છે ત્યારે ભવિષ્યમાં વપરાશમાં આવનાર આહાર ઉપર વધુ વિચારવિમર્શ થશે. તે ભવિષ્યમાં જે આહાર હશે તેમાં ઓછું પ્રોટીન, ખાંડ, તથા સ્ટાર્ચ તેમજ વધુ પ્રમાણમાં વિટામિન અને ખનિજ તત્વો હશે.
પ્રો. બેનર્જી લોકોને પોતાના આહારમાં વધુ માત્રામાં લીલું શાક, દ્રાક્ષ જેવાં ફળ, તથા થોડા પ્રમાણમાં લાલ દારૂ લેવાની સલાહ આપે છે. એ ઉપરાંત મીઠાઈઓ અને આલ્કોહોલયુક્ત પીણાંથી દૂર રહેવાની સલાહઆપી છે. રોજ એક-બે ગ્લાસ દૂધ પીવાની સલાહ આપી છે. વળી, એમનીસલાહ એવી પણ છે કે રોજ સવારે નાસ્તા પહેલાં 100 ગ્રામ અંકુરિતઘઉં લેવા જોઈએ તેમ જ સલાડનું નિયમિત સેવન કરવું જોઈએ.
આપણે ત્યાં ખોરાક ઋતુ પ્રમાણે લેવાતો નથી. હંમેશાં દાળ, ભાત,રોટલી, રોટલા જ ખાધા કરે છે. શાક અને અથાણાં ખૂબ પકવીને અનેમીઠું મસાલા મેળવીને ખાય છે. અને તે પણ તેમાંથી શરીરને ઉપયોગીતત્ત્વો આપણને બીજા ખોરાકમાંથી મળી શકતાં નથી એ વાતથી લોકો હજીયેઅજાણ્યાં છે. ઋતુઓ બદલાય તેની સાથે વિવિધ ફળો અને મૂળ શા ક પણપરિવર્તન પામતાં રહે છે તેથી બારે માસ સૂકા અન્નમાંથી બનાવેલોઆહાર – દાળ, ભાત, રોટલી-રોટલા વડે જ મનુષ્ય ઉદર પોષણ ન કરવુંજોઈએ, પણ જેમ બને તેમ તાજાં ફળ ફૂલ અને કાચાં ખાઈ શકાય તેવાંશાક અને ઉકાળ્યા વગરનું દૂધ ખાવાની ટેવ પાડવી જોઈએ.
એ જ પ્રમાણે અવિધિપૂર્વક બગાડીને અને કટાણે બીજા ખોરાકો સાથેભેળવીને તથા કૃત્રિમ સ્વાદને લીધે જરૂર કરતાં વધારે ખાઈને શરીર રોગને આમંત્રણ આપે છે.
આરોગ્ય માટે વધતી જતી જાગૃતિખોરાક ઉપરાંત મનુષ્યને આયુષ્ય વધારવા પ્રદૂષણથી દૂર રહેવાની જરૂર છે. શુદ્ધ હવા મળે તે માટે ઊંડા શ્વાસ, પ્રાણાયામ, યોગાસન, જોગિંગ, મોર્નિંગ વૉક જેવી કસરતો કરવાની પણ જરૂર છે. અમેરિકામાં હવે ઠેરઠેર
હેલ્થ સેન્ટરો ખૂલ્યાં છે. રોજ વધુ ને વધુ અમેરિકનો શરીર પ્રત્યે વધુ નેવધુ સભાન બનતા જાય છે. ઠેરઠેર ડાયેટ ક્લિનિક અને હેલ્થ રેસ્ટોરાં છે
જેમાં વ્યક્તિગત જરૂરિયાત પ્રમાણે માફકસર કેલરીવાળો ખોરાક અપાયછે. બાફેલાં શાકભાજી અને ફળોનો નારનો અપાય છે.અમેરિકામાં રસ્તા પર જાહેર સ્થળોએ પાટિયાં મારેલાં હોય છે. જેના પર લખ્યું હોય છે : ‘તમારે વૃદ્ધાવસ્થાથી ગભરાવું જોઈએ. વૃદ્ધ થશો તો સેકસ જીવન નહિ માણી શકો, તમે કામ નહિ કરી શકો, તેમને માન નહીંમળે. તમને બહેરાશ આવશે, તમારા દાંત પડી જશે અને તમને બધા જ
હડધૂત કરશે.’ આવી જાહેરાતો વાંચીને વધુ ને વધુ લોકો હેલ્થ ક્લબો તરફઆકર્ષાય છે. ફિલ્મ અભિનેત્રી બોડરક પણ વેઇટલિફટીંગ કરે છે અને
તેનો પતિ પણ હેલ્થ ક્લબ ચલાવે છે.
આજે દવાઓનો ઉપયોગ દિનપ્રતિદિન આડેધડ વધતો જઈ રહ્યો છે.સસ્તી અને સુલભ બનેલી બજારૂ દવાઓનો પ્રચાર આજે એટલો બધો વધી,ગયો છે કે લોકો એમ જ માનતા થઈ ગયા છે. પ્રત્યેક બીમારીનો ઈલાજ દવાઓ જ છે. હકીકતમાં તો આડેધડ દવાઓનો ઉપયોગ શરીરમાં આંતરિક
પ્રદૂષણ ફેલાવીને અનેક રોગો ફેલાવે છે. જૂની પદ્ધતિ શરીરની અંદર બધુંઠાલવવામાં માનતી, આધુનિક પદ્ધતિ શરીરની અંદરનું બધું બહાર કાઢીનેતેને પ્રદૂષણયુક્ત બનાવવામાં માને છે. શરીરનાં નબળાં પડેલાં કિડની અને લિવરના સ્થાને કૃત્રિમ કિડની અને લિવર બેસાડીને શરીરયંત્રને પૂર્વવત્ ચાલુ
રાખી શકાય છે.
વિજ્ઞાને આજે એટલી સિદ્ધિ મેળવી છે કે શરીરના બગાડેલા લોહીને બહાર કાઢીને તેને શુદ્ધ કરીને ફરી તેને શરીરમાં ફરતું બનાવી શકાય છે.
હવે તો આએલડીએલનું લોહીમાંથી શોષણ કરીને સંકોચાયેલી નસોને પહોળી કરીને હૃદય અને મગજને પૂરું લોહી પહોંચાડી વીસમી સદીના આઘાતક રોગને કાબૂમાં લેવાના પ્રયોગો પણ સફળતાની લગભગ નજીક પહોંચી ચૂક્યા છે. આ બધા પ્રયોગો માનવીના જીવનનાં સક્રિય વર્ષોવધારવાની દિશામાં છે.
એ ઉપરાંત જો મનુષ્ય નિયમબદ્ધ સાર્થક જીવનશૈલી અપનાવે, એટલેકે ખાન-પાનની મર્યાદાઓનું પાલન કરે, આચાર-વ્યવહારના નિયમો પાળવામાં આવે તો મનુષ્ય લાબું અને સારું આયુષ્ય ભોગવી શકે છે . આયુષ્ય વધારવાની દોરી પણ આપણા જ હાથ માં છે. તો પછી રાહ શેની જુવો છો ?આજથી જ આપણા શરીર ની કાળજી લેવાનું શરુ કરી દઈએ.


