જીવન માં કિયારેક એવી પરિસ્થિતી આવે કે જ્યાં બધું ઉથલપાથલ થઈ જાય છે. લોકો આપણા વિરુદ્ધ બોલે , કામોમાં અવરોધ આવે , સપનાં અધૂરાં રહી જાય છે. આવી ઘડીએ ઘણા લોકો તૂટી જાય છે, પરંતુ જેનું મન શાંત હોય છે તે વ્યક્તિ તોફાન વચ્ચે પણ અડગ રહી શકે છે. શાંત શક્તિનો અર્થ માત્ર બાહ્ય બળ નથી. કોઈ પાસે પૈસા હોય કે સત્તા હોય એથી જ શક્તિશાળી નથી કહેવાતો. સાચી શક્તિ એ મનની શાંતિ છે.

ઉદાહરણ તરીકે: એક વૃક્ષનું મૂળ જેટલું ઊંડું હોય છે, તે તોફાનમાં એટલું મજબૂત ઉભું રહે છે. એ જ રીતે, જેનું મન શાંત છે, તેની અંદરનું મૂળ ઊંડું છે અને એને કોઈ ડગાવી શકતું નથી.મહાત્મા ગાંધીજી – દુનિયાની ઘણી આંધીઓ સામે તેમણે હિંસાનો રસ્તો છોડીને અહિંસાનું શસ્ત્ર અપનાવ્યું. તેમનું શાંત મન જ તેમની સૌથી મોટી શક્તિ બન્યું.સામાન્ય જીવનમાં – ક્યારેક ઘરમાં કોઈ અપશબ્દ બોલે કે ગુસ્સે થાય, પરંતુ જો આપણે શાંતિથી જવાબ આપીએ તો વાત તરત શાંત થઈ જાય છે. એ જ શાંત મનનો પ્રભાવ છે.જીવનમાં તોફાન અવશ્ય આવે છે – નિષ્ફળતા, ગેરસમજ, દુઃખ કે નુકસાન. પરંતુ જે વ્યક્તિનું મન શાંત છે તે આ તોફાનોને અવસર બનાવે છે. એ વિચાર કરે છે કે આ પરિસ્થિતિ મને કંઈક નવું શીખવવા આવી છે. આવી દ્રષ્ટિથી એ ક્યારેય તૂટતો નથી.માનવજીવનમાં સૌથી મોટી શક્તિ એ છે અંતરંગ શાંતિ. બહારની દુનિયામાં તોફાનો, પડકારો, વિવાદો અને હલચલ હંમેશાં ચાલતી જ રહેવાની.
શાંત મન એ મજબૂત કિલ્લા જેવું છે. જેમ કિલ્લાની દીવાલો પર આક્રમણ થાય તો પણ અંદરના લોકો સુરક્ષિત રહે છે, તેમ આંતરિક શાંતિ ધરાવતા વ્યક્તિને બહારના તોફાનો અસર નથી કરતી. આ શાંતિથી વ્યક્તિમાં ધીરજ, સમજદારી અને સાચા નિર્ણય લેવાની શક્તિ વિકસે છે.
સ્વનિયંત્રણ અને સહનશીલતા રાખવી.
આ બધું અપનાવવાથી મન ધીમે ધીમે સ્થિર અને શાંત બને છે.શાંત મનનો પ્રભાવનો મોટો ફાયદો એ છે કે શાંત વ્યક્તિ પોતે તો સંતુલિત જીવન જીવે જ છે, સાથે સાથે પોતાના આસપાસના લોકોને પણ પ્રેરણા આપે છે.અંતમાં કહી શકાય કે, જે ખુદ શાંત છે એને દુનિયાનું કોઈ તોફાન હલાવી શકતું નથી. એ વ્યક્તિ પોતે જ નહીં, પરંતુ સમાજ માટે પણ પ્રકાશનું સ્તંભ બની જાય છે.

લેખિકા – દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ અમદાવાદ)

