ગંગાજળમાં ઓક્સિજનનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે!
શાસ્ત્રોમાં જેને અત્યંત પવિત્ર શુદ્ધ નદી કહી છે તે ગંગા નદીના ગંગાજળમાં ઓક્સિજનની માત્રા ઝડપથી ઘટી રહી છે. જેને કારણે ગંગા નદીની જળ સૃષ્ટિ માટે મોટો ખતરો ઉભો થયો છે. વિજ્ઞાનીઓની દ્વષ્ટિએ પાણીમાં વસતા જળચર સજીવો માટે પાણીમાં ઓગાળેલ આ ઓક્સિજન જરૂર રહી હોય છે. તે મુજબ પાણીમાં ઓગાળેલ ઓક્સિજનનું પ્રમાણ લિટરદીઠ ઓછામાં ઓછું 5 મિલિગ્રામ હોવું જોઈએ. પરંતુ ગંગા જેવી પવિત્ર નદીમાં રસાયણોનો ઠરાવતા ઝેરી કચરાને કારણે પ્રદુષણની માત્રા વધી જતી હોવાથી ગંગાજળમાં ઓક્સિજનનું પ્રમાણ ક્રમશઃ ઝડપથી ઘટતું જતું હોવાથી ચિંતાનો વિષય બન્યો છે.
નિષ્ણાંતો દ્વારા ગંગા જળ પ્રદૂષણ ઉપર ચાલી રહેલા સંશોધનમાં ચોંકાવનારી છે.એવા ઘણા પરિણામો સામે આવ્યા છે.કાનપુર, અલ્હાબાદ, વારાણસી અને પટના જેવા મોટા શહેરોની તમામ ગંદગી સાથે ખતરનાક રાસાયન ગંગાના પાણીને ઝેરીલું બનાવી રહયા છે. ગંગા જળ પ્રદૂષણ ઉપર સંશોધન કરી રહેલા વંદના શ્રીવાસ્તવે કહ્યું હતું કે ગંગાજળ માં ઓક્સિજન નું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે.ગંગાજળમાં ઓક્સિજનનું પ્રમાણ 9 થી 11 મીલીગ્રામ પ્રતિ લિટરથી વધુ હોવું જોઈએ. પીવાયોગ્ય પાણીમાં ઓક્સિજન નું પ્રમાણ 8 મી ગ્રામ પ્રતિ લિટરથી વધુ હોવું જોઈએ.જ્યારે ગુગલી પાસે ગંગામાં એ પ્રમાણે માત્ર 1.2 થી 2 ગ્રામ મિલી ગ્રામ પ્રતિ લીટર રહી ગયું છે.આ કારણે જળસૃષ્ટિના જીવોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે.
પ્રદૂષણને કારણે ઉદ્યોગોમાં અને ગટરનું પાણી નદીમાં ઉમેરવાથી કેટલું ગંદુ બને તે માટે બાયોકેમિકલ ઓક્સિજનનું પ્રમાણ જાણવાથી તેની સ્વચ્છતાનો ખ્યાલ આવે છે.સામાન્ય રીતે પાણીમાં સેન્દ્રિય તત્વો જેટલા ઓછા તેટલું પાણી શુદ્ધ કહેવાય લીટર દીઠ 3 નું પ્રમાણમાં સલામત ગણાય પરંતુ પ્રદૂષિત નદી માં તેનું પ્રમાણ 60 થી 70 જેટલું જોવા મળે છે.આમ તો વહેતા પાણીમાં એક કુદરતી શક્તિ હોય છે કે તે વહેતા પાણીમાં ભળતાં કચરા નું પ્રમાણ ઓછું કરે છે
. તાજેતરમાં જ ગંગા રિચાર્જ લેબોરેટીએ વારાણસી કાંઠે અભ્યાસ કરી ધારણ કરતા જણાવ્યું હતું કે ઉપરવાસની ગંગાના માનવ મળમૂત્ર માં થતા બેક્ટેરિયાનું પ્રમાણ 13 ઘણું વધારે હતું.જે હેઠવાસમાં થી વધીને 300 ગણું થઈ ગયું હતું.વર્ષો પહેલા ગંગાજળના નિર્માણ જળમાં દેખાતી માછલીઓ હવે દેખાતી નથી.
એક અંદાજ મુજબ રોજેરોજ 134 લીટર ગંદું પાણી ઠલવાય છે. તે લોકો તેને હવે ગટરગંગા તરીકે પણ ઓળખતા થયા છે.અલ્હાબાદ અને વારાણસીમાં આજે પણ ગટરનું ગંદુ પાણી ઠલવાય છે.એટલું જ નહીં કાનપુરના ચામડીના 200 કારખાનાઓમાં થી અતિ ઝેર ગણાતું ક્રોમિયમવાળું દૂષિત પાણી ગંગામાં વહ્યા કરે છે. રાજ્યના પ્રદૂષણ વિભાગ તો કહેવું છે કે જળ શુદ્ધિકરણ માટે ની ટેકનોલોજી ક્રોડીયમ કેડમીયમ, અને સીસા જેવા અતિ ઝેરી પ્રદૂષકોને બિનઅસરકારક બનાવી શકે તેમ નથી.
ગંગા નદી કાંઠે અસંખ્ય કારખાનાઓ આવેલા હોવાથી આ કારખાનું ઝેરી રસાયણો વાળું પાણી ગંગા નદીમાં ઠલવાતું હોવાથી આ ગંગાજળ હવે ઝેરી બની ચૂક્યું છે.ગંગા નદી કાંઠે શહેરીકરણનો પ્રભાવ વધ્યા પછી નદીકાંઠે પ્રદૂષિત કચરો ઠાલવવા નું પ્રમાણ દિન-પ્રતિદિન વધી જઈ રહ્યું છે. ગંગા નદીને કાઠીએ 31 જેટલા શહેરો અને 89 નગર વસેલા છે.તે પૈકી એક માત્ર કાનપુર શહેર જ રોજેરોજ 20 કરોડ લિટર ગંદુ પાણી ગંગા નદીમાં ઠલવાય છે.જોકે ગંગા નદીને શુધ્ધ કરવા કરોડો નાં પ્રોજેક્ટ બની રહ્યા છે.
જોકે ગંગાજળમાં ઓક્સિજનનુ પ્રમાણ ક્ર્મશ:વધી રહ્યું છે. ઓક્સિજનનું પ્રમાણ 9-11 mg/Lથી વધુ હોવું જોઈએ, જ્યારે વારાણસી જેવા વિસ્તારોમાં BOD (બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ) 40 mg/L સુધી પહોંચી જતું હતું. અને DO ઓછું થતું હતું. પરંતુ 2025માં સ્થિતિમાં સુધારો થયો છે, ખાસ કરીને નમામી ગંગે અને મહાકુંભ તૈયારીઓને કારણે ગંગા માં જ્યા પહેલા ઓક્સિજન નું પ્રમાણ ઓછું હતું તે પ્રમાણમાં વધારો જોવા મળ્યું છે.
પ્રયાગરાજમાં મહાકુંભ જાન્યુઆરી-ફેબ્રુઆરી
2025 માં યોજાયો હતો. એ દરમિયાન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના મોનિટરિંગમાં 8 સ્થળોએ DOનું મીડિયન મૂલ્ય પ્રાઇમરી બાથિંગ સ્ટાન્ડર્ડ (5 mg/Lથી વધુ)ની અંદર જળવાઈ રહ્યું હતું. જયારે સંગમ વિસ્તારમાં DO 8.3 mg/L હતું, જે સ્નાન માટે અનુકૂળ ગણાયું છે એમાં(BOD 3 mg/Lથી નીચું) છે.
મહાકુંભ પછી ફેબ્રુઆરી-જુલાઈ 2025) દરમ્યાન પૂરી ગંગા પર DO સ્વીકાર્ય મર્યાદામાં રહ્યું, જે નદીના પર્યાવરણ માટે સારી બાબત કહેવાય.ડિસેમ્બર 2025માં કહલગાં ઘાટ પર DO 8.88 mg/L મળ્યું, જે સારી સ્થિતિ દર્શાવે છે.
જો કે, કેટલાક ટ્રિબ્યુટરીઝ (જેમ કે સસુર ખડેરી)માં DO 1-2 mg/L જેટલું ઓછું છે, જે અણીશુદ્ધ સીવેજને કારણે છે. એકંદરે, DOમાં ઝડપી ઘટાડો નથી જોવા મળ્યો, પરંતુ કેટલાક વિસ્તારોમાં હજુ પડકારો છે.
રિપોર્ટર: દિપક જગતાપ

