ARTICLE : ૨૦૨૫ના દિવાળી પર્વમાં ભારતમાં ફટાકડા પ્રદૂષણથી કેવું અને કેટલું થયું નુકસાન?

0
53
meetarticle

આ વર્ષે દેશભરમાં દિવાળી પર્વ રંગે ચંગે ઉજવાયું પણ આ પ્રકાશ પર્વ ને બદલે પ્રદુષણ પર્વ તરીકે વધારે ઉજવાયું. દિવાળી હોય એટલે ફટાકડા ના ફૂટે એવું તો કેમ બને?
૨૦૨૫ના વર્ષમાં દિવાળી પર્વમાં ભારતમાં ફટાકડા પ્રદૂષણથી ભારે નુકસાન થયું.

દિવાળી પર્વ દરમિયાન ભારત, ખાસ કરીને ઉત્તર ભારત (દિલ્હી-એનસીઆર, મુંબઈ, કોલકાતા)માં ફટાકડા ફૂટકારવાથી વાતાવરણમાં તીવ્ર પ્રદૂષણ થયું. આ વર્ષે સુપ્રીમ કોર્ટે ‘ગ્રીન ફટાકડા’ (૩૦-૫૦% ઓછા ઉત્સર્જનવાળા)ને માત્ર ૨-૩ કલાક માટે મંજૂરી આપી હતી, પરંતુ નિયમોનું પાલન ન થતાં પ્રદૂષણ તીવ્ર બન્યુ. દિલ્હીમાં તો આ ૫ વર્ષોમાં સૌથી ખરાબ સ્થિતિ રહી,
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB), IQAir અને Climate Trendsના તાજા ડેટા મુજબ
જ્યાં PM2.5 (સૂક્ષ્મ કણો)નું સ્તર WHOની મર્યાદા (૧૫ µg/m³) કરતાં ૩૦-૪૦ ગણું વધુ થયું.

હવે જોઇએ વાતાવરણ કેટલું પ્રદૂષિત થયું? (AQI અને PM સ્તરો).આપણે જાણીએ છીએ કે ફટાકડાઓથી SO₂, NOₓ, PM2.5, PM10 અને હેવી મેટલ્સ (લેડ, મર્ક્યુરી)નું ઉત્સર્જન થાય, જે વાયુમાં મિશીને સ્મોગ બનાવે. દિવાળી પછી (૨૧-૨૩ ઓક્ટોબર) દિલ્હીનું AQI ‘વેરી પૂર’થી ‘સીવીયર’ (૩૦૧-૫૦૦+) કેટેગરીમાં પડ્યું, જે વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેર તરીકે દિલ્હીને ટોપ પર મૂકી દીધું.પંજાબ-હરિયાણામાં સ્ટબલ બર્નિંગ ૭૭% ઘટી હોવા છતાં, લોકલ ફટાકડા ઉત્સર્જનથી પ્રદૂષણ વધ્યું.

ક્યાં અને કેવું નુકસાન થયું?તેની વિગત જોઈએ તોહોસ્પિટલોમાં શ્વાસ-સંબંધી (અસ્થમા, COPD, બ્રોન્કાઇટિસ) અને હૃદયરોગના કેસ ૩૦-૪૦% વધ્યા. બાળકો, વૃદ્ધો અને અસ્થમા દર્દીઓને વધુ જોખમ. દિલ્હીમાં ૩૦૦+ ફટાકડા-સંબંધિત ઇન્જુરી (આંખ, ત્વચા, કાન).પર્યાવરણીય નુકસાન ની વિગત જોઈએ તો વૃક્ષો- જંતુઓને નુકસાન, જમીન-પાણીમાં હેવી મેટલ્સ. પ્રજાતિઓનું વિનાશ અને ઓઝોન લેયરને અસર થઈ.
પ્રદૂષણ નિયંત્રણ (સ્મોગ ટાવર્સ, વોટર સ્પ્રે) પર કરોડોના ખર્ચ. કરવો પડ્યો એનાથી કાર્યક્ષમતા ઘટે, પર્યટન અસરગ્રસ્ત થાય છે
એ ઉપરાંત પ્રદુષણથી દૃશ્યતા પણ ઘટી (૧૦૦ મીટરથી ઓછી), ટ્રાફિક અને મુસાફરીમાં મુશ્કેલી વઘી. છેક પાકિસ્તાનના લાહોર સુધી પ્રદૂષણ ફેલાયું.

ફટાકડા પ્રદૂષણની આડ અસરો વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ છે, જેમાં PM2.5 કણો ફેફસાંમાં ઘુસીને બ્લડસ્ટ્રીમમાં પહોંચે છે. PMC અને WHOના અભ્યાસો અનુસાર:

આડ અસરવૈજ્ઞાનિક કારણજોખમી જૂથલાંબા ગાળાની અસર

PM2.5/PM10 ફેફસાંને અવરોધે છે. એનાથી એલર્જી અસ્થમા જેવી બીમારી વધારે જોવા મળે છે
બાળકો, વૃદ્ધો માં બ્રોન્કાઇટિસના ૩૦-૪૦% કેસ માં વધારો થાય છે.
NOₓ/SO₂ જેવા વાયુ બ્લડ પ્રેશર વધારે છે. હાર્ટ અટેકનું જોખમ વધારે છે.હાર્ટ એટેક ૨૦% વધુ પ્રમાણ થાય છે હોસ્પિટલાઇઝેશન. એ ઉપરાંત હેવી મેટલ્સ (લેડ) મગજને અસર કરે.૧૪૦ dB+ અવાજ કાનને નુકસાન કરે. બધા
પર્મનેન્ટ હેરિંગ લોસથાય, તણાવ વધે અનિદ્રા નો રોગ લાગુ પડે
કેમિકલ્સથી ઇરિટેશન/બર્ન્સ થાય એલર્જી, આંખોમાં બળતરા થાય

એની પાછળના વૈજ્ઞાનિક તથ્યો જોઈએ તો PM2.5 એક કલાકમાં ૧૦-૨૦ સિગારેટ પીવા જેટલું હાનિકારક છે. બાળકોના ફેફસાં વિકાસમાં અડચણ થાય.૨૪ કલાકમાં ૧૫ µg/m³થી વધુ એક્સપોઝરથી રોગો વધે.
એક અભ્યાસ જણાવે છે કે દિવાળી પછી રેસ્પિરેટરી હોસ્પિટલાઇઝેશન ૨.૫ ગણું વધે; કાર્ડિયોવેસ્ક્યુલર રિસ્ક ૧૫-૨૦%.વધે છે.

એ માટે GRAP-2 લાગુ (ટ્રાફિક રિસ્ટ્રિક્શન, ડસ્ટ કંટ્રોલ) કરવો જોઈએ ભવિષ્યમાં સખત બેન કરવું જોઈએ.આવા વાતાવરણ માં માસ્ક પહેરો, ઘરની બારી બંધ રાખો, આઉટડોર એક્ટિવિટી ટાળો. લેઝર લાઇટ્સ/દીવા વાળી દિવાળી અપનાવો.
સાથે સાથે પબ્લિક અવેરનેસ અને એન્ફોર્સમેન્ટ વધારો જરૂરી, કારણ કે આ વાર્ષિક સમસ્યા બની રહી છે.

ગ્રીન ફટાકડા વિશે જાણીએ:

ગ્રીન ફટાકડા એ પરંપરાગત ફટાકડાનો એક પર્યાવરણ-મૈત્રીપૂર્ણ વિકલ્પ છે, જે ભારતમાં વાયુ પ્રદૂષણ અને આરોગ્ય જોખમો ઘટાડવા માટે વિકસાવવામાં આવ્યા છે, ખાસ કરીને દિવાળી જેવા તહેવારો દરમિયાન. આ ફટાકડા સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR)ની ટેકનોલોજીના આધારે બનાવવામાં આવે છે, જેમાં ઓછા પ્રદૂષકોનું ઉત્સર્જન અને ઓછો અવાજ થાય છે. 2025ની દિવાળી દરમિયાન દિલ્હી-એનસીઆર અને અન્ય શહેરોમાં ગ્રીન ફટાકડાને ફરજિયાત કરવામાં આવ્યા હતા, પરંતુ નિયમોનું પૂર્ણ પાલન ન થતાં પ્રદૂષણ વધ્યું. ગ્રીન ફટાકડા એ એવા ફટાકડા છે જે ઓછા ઝેરી રસાયણોનો ઉપયોગ કરે છે અને PM2.5, PM10, SO₂, NOx જેવા પ્રદૂષકોનું ઉત્સર્જન 30-50% ઘટાડે છે. આમાં બેરિયમ નાઇટ્રેટ, લેડ અને એલ્યુમિનિયમ જેવા હેવી મેટલ્સનો ઉપયોગ ટાળવામાં આવે છે.
CSIR-NEERI (નૅશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)એ 2018માં ગ્રીન ફટાકડાનું ફોર્મ્યુલેશન વિકસાવ્યું, જેમાં ‘SWAS’ (સેફ વૉટર રિલીઝર), ‘STAR’ (સેફ થર્માઇટ ક્રેકર), અને ‘SAFAL’ (સેફ મિનિમલ એલ્યુમિનિયમ) જેવી ટેકનોલોજીનો સમાવેશ થાય છે.

ગ્રીન ફટાકડા પરંપરાગત ફટાકડા કરતાં 30-50% ઓછું PM2.5/PM10 અને ગેસીય પ્રદૂષકો છે.
ઓછો અવાજ કરે છે.105-125 dB (પરંપરાગતમાં 140-160 dB), જે શ્રવણ નુકસાન ઘટાડે.
SWAS ફટાકડા ધૂળને દબાવવા માટે પાણીનું વરાળ ઉત્પન્ન કરે છે
બાયોડિગ્રેડેબલ હોવાથી ઓછા ઝેરી અવશેષો, જે જમીન અને પાણીને ઓછું નુકસાન કરે છે.

2025માં દિવાળી દરમિયાન ગ્રીન ફટાકડાની સ્થિતિ જોઈએ તો
સુપ્રીમ કોર્ટે 2018થી દિલ્હી-એનસીઆરમાં ફક્ત ગ્રીન ફટાકડાને મંજૂરી આપી, 2025માં 2 કલાક (8-10 PM)નો સમય નક્કી કર્યો. પંજાબ, હરિયાણા, અને ઉત્તર પ્રદેશમાં પણ આ નિયમો લાગુ કર્યા. જોકે દિલ્હીમાં 2025ની દિવાળીમાં ગ્રીન ફટાકડાનું પાલન માત્ર 40-50% થયું. ગેરકાયદે પરંપરાગત ફટાકડાનો ઉપયોગ થયો, જેનાથી PM2.5 488 µg/m³ (પીક: 1,400 µg/m³) અને AQI 451 (‘સીવીયર’) સુધી પહોંચ્યું. CPCBના ડેટા અનુસાર, ગ્રીન ફટાકડા વપરાયેલ વિસ્તારો (જેમ કે દિલ્હીના ચોંદની ચોક)માં PM2.5 20-30% ઓછું રહ્યું, પરંતુ ગેરકાયદે ફટાકડાએ એકંદર અસર ઘટાડી.

જોકે આ વર્ષે ગેરકાયદે પરંપરાગત ફટાકડાનું વેચાણ અને ઉપયોગ (2025માં દિલ્હીમાં 300+ FIRs નોંધાઈ). ગ્રીન ફટાકડાની ઓળખ માટે લેબલિંગ (QR કોડ) હોવા છતાં, નકલી ફટાકડા વેચાયા.
ગ્રીન ફટાકડા 20-30% મોંઘા હોવાથી જે ખેડૂતો અને નાના વેપારીઓ માટે અગવડરૂપ બન્યા
ગ્રામીણ વિસ્તારોમાં ગ્રીન ફટાકડા વિશે જ્ઞાન ઓછું હોય છે 60% લોકો પરંપરાગત ફટાકડાને પસંદ કરે છે.જો કે ગ્રીન ફટાકડા પણ PM2.5 અને CO ઉત્પન્ન કરે છે, જે દિલ્હી જેવા શહેરોમાં સ્મોગમાં ઉમેરો કરે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here