ARTICLE : 1ઓક્ટોબર:સ્વૈચ્છિક રક્તદાતા દિવસ

0
59
meetarticle

આજે1ઓક્ટોબર:સ્વૈચ્છિક રક્તદાતા દિવસ છે. ત્યારેઆપણે રક્તવિશે કેટલીક મહત્વની વાત અત્રે વાંચકો માટે મૂકીએ છીએ.

વર્ષોવર્ષથી વૈજ્ઞાનિકો શોધ-સંશોધન કરે છે પણ લોહીને કૃત્રિમ રીતે બનાવી શકાતું નથી. મનુષ્યના શરીરમાં જૂનું લોહી નાશ પામીને નવું લોહી સતત બનતું જ રહે છે. એક માનવીનું લોહી બીજા માનવીને આપી શકાય છે.
માનવીના શરીરમાં ૪થી ૬ લિટર જેટલું રક્ત વહેતું જ હોય છે. બ્લડ ડોનેશન દરમિયાન એમાંથી માત્ર ૩૦૦ મિ.લિ. જેટલું જ લોહી દાન કરવાનું હોય છે. જે ચોવીસથી પચાસ કલાકમાં પુનઃ તૈયાર થઈ જાય છે. વળી એ માટે કોઈ ખાસ ડાયટ, દવા કે આરામની જરૂર પડતી નથી ને શરીરમાંથી લગભગ ૬૫૦ જેટલી કેલરી બર્ન થાય છે એ નફામાં.

લોહીના એ-બી-ઓ પ્રકારના શોધક નોબલ પ્રાઈજ વિજેતા વૈજ્ઞાનિક કાર્લ લેન્ડ સ્ટેનરનો જન્મ દિવસ ૧૪ જૂન હોવાથી આ દિવસને બ્લડ ડોનર ડે તરીકે ઊજવવામાં આવે છે.
વિશ્વમાં જેટલા લોકો કોઈ ગંભીર કે આકસ્મિક રોગોથી કે એક્સિડન્ટથી કે કુદરતી હોનારતોથી પોતાનો જીવ ગુમાવે છે એમાં અનેક લોકો વધુ પડતું લોહી તત્કાળ ન મળવાને કારણે મૃત્યુ પામે છે. ડિલિવરી અને હૃદય-કિડની કે અન્ય મહત્ત્વની સર્જરી દરમિયાન પણ દર્દીને લોહી ચડાવવાની જરૂર ઊભી થાય છે.
આપ પણ બ્લડ ડોનેટ કરીને કોઈકની કે આપના સ્વજનની જિંદગી ધબકતી રાખી શકો છો પણ એ પૂર્વે આપ ચકાસી લો કે તમે બ્લડ વિશે કેટલું જાણો છો?

(૧) લોહી શરીરમાં શું પહોંચાડવાનું કાર્ય કરે છે.
(એ) નાઈટ્રોજન
(બી) ઓક્સિજન
(સી) કાર્બન ડાયોક્સાઈડ
(૨) શાના ઘટવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે?
(એ) લાલ રક્તકણો
(બી) શ્વેતકણો
(સી) પ્લાઝમા
(૩) લોહીના મુખ્ય પ્રકાર કેટલા છે?
(એ) ચાર
(બી) પાંચ
(સી) છ
(૪) ‘એ’ ગ્રૂપ ધરાવનારી વ્યક્તિ કયા ગ્રૂપ ધરાવતી વ્યક્તિને બ્લડ આપી શકે?
(એ) એ અને એબી
(બી) એ અને બી
(સી) એબી અને ઓ
(૫) ‘બી’ ગ્રૂપ ધરાવનારી વ્યક્તિ કયા ગ્રૂપ ધરાવતી વ્યક્તિને બ્લડ આપી શકે?
(એ) બી અને એબી
(બી) ઓ અને એ
(સી) એબી અને ઓ
(૬) ‘એબી’ ગ્રૂપ ધરાવતી વ્યક્તિ કયા ગ્રૂપ ધરાવતી વ્યક્તિને બ્લડ આપી શકે?
(એ) એ
(બી) ઓ
(સી) એબી
(૭) ‘ઓ’ ગ્રૂપ ધરાવનારી વ્યક્તિ કયા ગ્રૂપ ધરાવતી વ્યક્તિને બ્લડ આપી શકે?
(એ) એ-બી-ઓ-એબી
(બી) માત્ર બી
(સી) માત્ર ઓ
(૮) રક્તદાન કરવાથી પુરુષોમાં શાની શક્યતાઓ ઘટે છે?
(એ) બી.પી.ની
(બી) હાર્ટ ડિસીઝની
(સી) થેલિસિમિયાની
(૯) બ્લડ ડોનેટ કરતાં પૂર્વે કયા ટેસ્ટ કરાવવા જરૂરી છે?
(એ) હિમોગ્લોબીન
(બી) એચઆઈવી ટેસ્ટ
(સી) હિમોગ્લોબીન, બ્લડ ગ્રૂપ અને એચઆઈવી
(૧૦) કયા વયજૂથની વ્યક્તિએ બ્લડ ડોનેટ કરી શકે?
(એ) ૧૨થી ૪૫ વર્ષ
(બી) ૧૫થી ૫૦ વર્ષ
(સી) ૧૮થી ૫૫ વર્ષ
(૧૧) એક પુખ્ત વ્યક્તિના શરીરમાં સરેરાશ કેટલું લોહી ફરતું હોય છે?
(એ) ૨થી ૪ લિટર
(બી) ૪થી ૬ લિટર
(સી) ૩થી ૫ લિટર
(૧૨) લોહીમાં શાનું પ્રમાણ ઘટી જાય ત્યારે વ્યક્તિને થાક લાગે છે?
(એ) શ્વેતકણો
(બી) પ્લેટલેટ્સ
(સી) લાલ રક્તકણો
(૧૩) રક્તને જમાવવામાં મદદકર્તા તત્ત્વ કયું?
(એ) શ્વેતકણ
(બી) પ્લાઝમા
(સી) પ્લેટલેટ્સ
(૧૪) લોહીના બ્લડ ગ્રૂપ કેટલા પ્રકારના હોય છે?
(એ) છ
(બી) આઠ
(સી) દસ
(૧૫) ‘એ’ ગ્રૂપ ધરાવનારી વ્યક્તિને કયા ગ્રૂપનું બ્લડ આપી શકાય?
(એ) બી અને ઓ
(બી) એ અને એબી
(સી) એ અને ઓ
(૧૬) ‘બી’ ગ્રૂપ ધરાવનારી વ્યક્તિને કયા ગ્રૂપનું બ્લડ આપી શકાય?
(એ) બી અને ઓ
(બી) એ અને એબી
(સી) એબી અને સી
(૧૭) ‘એબી’ ગ્રૂપ ધરાવનારી વ્યક્તિને કયા ગ્રૂપનું બ્લડ આપી શકાય?
(એ) માત્ર એ
(બી) માત્ર બી
(સી) એ, બી, ઓ અને એબી
(૧૮) ‘ઓ’ ગ્રૂપ ધરાવનારી વ્યક્તિને કયા ગ્રૂપનું બ્લડ આપી શકાય?
(એ) માત્ર એબી
(બી) માત્ર ઓ
(સી) માત્ર બી
(૧૯) એ-બી-એબી-ઓ એમ ચાર પ્રકારના લોહીમાં પણ પોઝિટિવ અને નેગેટિવ એમ બે ગ્રૂપ જુદાં પડતાં લોહીના કુલ કેટલા બ્લડ ગ્રૂપ થાય?
(એ) છ
(બી) આઠ
(સી) દસ
(૨૦) બ્લડ ડોનરે છેલ્લા કેટલા કલાકમાં બ્લડ પ્રેશર, પેઈન કિલર કે કોઈ પણ પ્રકારની દવા લીધી ન હોવી જોઈએ?
(એ) ૨૪
(બી) ૩૬
(સી) ૪૮
(૨૧) લોહી લેવાની જરૂર પડે તો કેવા પ્રકારના ઈન્ફેક્શન્સ માટે બે વાર ચકાસણી કર્યા પછી જ લોહી લેવાય?
(એ) બ્લડ ગ્રૂપ, હિમોગ્લોબીન, એચઆઈવી, હેપેટાઈટિસ, સિફિલિસ
(બી) ડાયાબિટીક, બી.પી.
(સી) ટી.બી., લકવો, કેન્સર
ટેસ્ટ પલ્સ
પ્ર.      એ      બી     સી
૦૧     ૦      ૩      ૦
૦૨     ૦      ૩      ૦
૦૩     ૩      ૦      ૦
૦૪     ૩      ૦      ૦
૦૫     ૦      ૩      ૦
૦૬     ૦      ૦      ૩
૦૭     ૩      ૦      ૦
૦૮     ૦      ૩      ૦
૦૯     ૦      ૦      ૩
૧૦     ૦      ૦      ૩
૧૧     ૦      ૩      ૦
૧૨     ૦      ૦      ૩
૧૩     ૦      ૦      ૩
૧૪     ૦      ૩      ૦
૧૫     ૦      ૦      ૩
૧૬     ૩      ૦      ૦
૧૭     ૦      ૦      ૩
૧૮     ૦      ૩      ૦
૧૯     ૦      ૩      ૦
૨૦     ૦      ૦      ૩
૨૧     ૩      ૦      ૦

……..

ટેસ્ટ રિપોર્ટ

૩થી ૨૧ પલ્સ : તમે લોહી પીવા કરતાં લોહીને, સંબંધોને અને જિંદગીને સમજવાનો પ્રયાસ કરો ને બ્લડ ડોનેટ અંગે વિચારો.

૨૨થી ૪૨ પલ્સ : તમને લોહી વિશે સમજ છે પણ પૂરતી નથી. એ સમજણમાં અને માનવજીવન પુણ્ય કર્મોમાં વૃદ્ધિ કરો ને આ વખતે બ્લડ ડોનેટ કરો.

૪૩થી ૬૩ પલ્સ : આપને લોહી અને બ્લડ ડોનેટ વિશે સમજ છે. આપ બ્લડ ડોનેટ કરતાં જ હશો. આ ડોનેશન દ્વારા માનવજીવનની રક્ષા કરો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here