દર વર્ષે 14મી નવેમ્બર, વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવાય છે. ખાનપાન અને જીવનશૈલીની અનિયમિતતાને કારણે થતો રોગ ડાયાબિટીસ આજે સાઇલન્ટ કિલર માંથી મેઇન કિલર બની ગયો છે.અને હવે મેન કિલર રોગના દર્દીઓની સંખ્યા વર્ષ 2030 સુધીમાં 550 મિલિયન થવાનો અંદાજ છે.ડાયાબિટીસથી 4.6 મિલિયન દર્દીઓના દર વર્ષે મૃત્યુ પામતા હોવાનું માનવામાં આવે છે. તો અંદાજે 50% લોકોને પોતાના ડાયાબિટીસ અંગે અજાણ પણ હોય છે.
શારીરિક શ્રમનો અભાવ, નિયમિત કસરત ન કરવી, જંક ફૂડનું વધુ પડતું સેવન, તણાવયુક્ત જીવન, પૂરતી ઉંઘ ન લેવી, વધુ પડતા મીઠા પદાર્થોનું સેવન તેમજ આનુવાંશિક કારણથી વ્યક્તિ ડાયાબિટીસની ઝપેટમાં આવી જાય છે.ટેસ્ટી ખાનપાનની આદતોને કારણે શહેરોમા વધુ અને ગામડાંઓમાં ડાયાબિટીસના ઓછા દર્દી જોવા મળે છે.
આ બાબતે ગામડાના લોકો નસીબદાર છે. કારણકે ગામડાના લોકો શ્રમજીવી હોય છે તેનું ભોજન સાદું અને જીવન શૈલી પણ સાદી હોય છે. જયારે શહેરમાં ફાસ્ટ ફૂડ,જંક ફૂડ, ખાનપાનની ખોટી આદતો, ફાસ્ટ લાઈફ આ બધા કારણોસર શહેરના લોકો ડાયાબિટીઝના વધુ શિકાર બની રહ્યા છે. જે ચિંતાનો વિષય જરૂર બને છે.શહેરી વસ્તીની સરખામણીએ ગામડાંઓમાં ડાયાબિટીસના ઓછા દર્દી જોવા મળે છે, કેમકે શહેરની જીવનશૈલી અને અને ખાણીપીણીમાં ગામડાની દ્રષ્ટિએ ઘણો તફાવત આવી જાય છે. આ બીમારીને અટકાવવા માટે ફક્ત જાગૃતિ પૂરતી નથી, લાઈફસ્ટાઈલ બદલવાની પણ એટલી જ જરૂર છે. શહેરોમાં અનિયમિત ખાણીપીણી અને શારીરિક શ્રમની ઘટને લીધે કેસ વધી રહ્યા છે.

ડાયાબિટીઝ એટલે શું?:-
તે એક લાંબી બિમારી છે, જેમાં શરીર કાં તો ઇન્સ્યુલિન નામના હોર્મોન ઉત્પન્ન કરતું નથી. અથવા યોગ્ય રીતે ઉપયોગ કરતું નથી.
આ હોર્મોન સ્વાદુપિંડ દ્વારા ઉત્પન્ન થાય છે અને ખોરાક તરીકે સેવા આપવા માટે કોશિકાઓમાં ગ્લુકોઝ પ્રવેશવાની સુવિધા માટે જવાબદાર છે.જ્યારે ઇન્સ્યુલિનની પૂરતી માત્રા ઉત્પન્ન થતી નથી અથવા તે તેનું કાર્ય કરવા સક્ષમ નથી, ત્યારે ગ્લુકોઝ લોહીમાં એકઠું થાય છે. જો લોહીમાં ગ્લુકોઝમાં આ વધારોની સારવાર ન કરવામાં આવે તો તે શરીરને નુકસાન પહોંચાડે છે.
ડાયાબિટીસના બે પ્રકારો છે
પ્રકાર 1: ડાયાબિટીસ તે બાળકો અને કિશોરોમાં દેખાય છે. તેના કારણો આનુવંશિક અને અજાણ્યા પરિબળો છે સ્વાદુપિંડ ઇન્સ્યુલિન બનાવવામાં અસમર્થ હોવાથી, તેની સારવાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શનોને સંચાલિત કરવા પર આધારિત છે. તેને અટકાવવી મુશ્કેલ સમસ્યા છે.
પ્રકાર 2 :ડાયાબિટીસ. તે પુખ્ત વયના લોકોમાં દેખાય છે અને તે મેદસ્વીપણા અને વધુ વજનવાળા હોવા સાથે જોડાયેલ છે. જોકે સ્વાદુપિંડ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે, તે પૂરતું નથી અને તેનું કાર્ય કરવામાં સક્ષમ નથી. તેની સારવાર આહાર અને સારી ટેવોના શિક્ષણ પર આધારીત છે અને કેટલીકવાર લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડવામાં સક્ષમ કેટલીક દવાઓ દ્વારા સારવાર કરવી જરૂરી છે.
ડાયાબિટીઝના બે પ્રકારોમાં, તે એક લાંબો રોગ છે, તે ક્યારેય અદૃશ્ય થઈ જતો નથી અથવા સંપૂર્ણ મટાડતો નથી, પરંતુ તેને નિયંત્રિત કરી શકાય છે.

ડાયાબિટીઝના લક્ષણો:
શરૂઆતમાં તે ખૂબ જ વિશિષ્ટ નથી અને અન્ય બિમારીઓ સાથે મૂંઝવણમાં હોઈ શકે છે.
પેશાબની માત્રામાં વધારો- કિડની લોહીમાંથી વધારે પડતા ગ્લુકોઝને દૂર કરવામાં સખત મહેનત કરે છે. તેઓ ઝડપથી ફિલ્ટર કરે છે અને વધુ પેશાબ કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કેઆંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ ફેડરેશન (IDF) દ્વારા વર્લ્ડ ડાયાબિટીસ ડે (14 નવેમ્બર) માટે દર વર્ષે એક થીમ નક્કી કરવામાં આવે છે. 2025 માટેની વર્ષશ્રેણીની થીમ “ડાયાબિટીસ એન્ડ વેલ બીઇંગ છે, જે 2024થી 2026 સુધી ચાલશે. આ વર્ષનો ખાસ ફોકસ “ડાયાબિટીસ એન્ડ વેલ-બીઇંગ એટ વર્ક” પર છે, જેમાં કાર્યસ્થળ પર ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ સપોર્ટ, સમજણ અને સુવિધાઓ વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે. આ થીમનો સ્લોગન છે “નો મોર એન્ડ ડુ મોર ફોર ડાયાબિટીસ એટ વર્ક”
આ થીમ દ્વારા નોકરીયાતીઓ અને નોકરદારોને ડાયાબિટીસ વિશે વધુ જાણવા અને કાર્યસ્થળને વધુ સહાયક બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી ડાયાબિટીસના દર્દીઓનું જીવન સરળ બને.
1991 માં આંતરરાષ્ટ્રીય ડાયાબિટીઝ ફેડરેશન (આઈડીએફ) અને વિશ્વ આરોગ્ય સંગઠને વિશ્વમાં બીમાર લોકોમાં ભયાનક વૃદ્ધિ સાથે ડાયાબિટીઝની સમસ્યા તરફ ધ્યાન દોરવા માટે એક અભિયાન યોજવાનું નક્કી કર્યું
વર્લ્ડ ડાયાબિટીસ ડે દુનિયાનું સૌથી મોટું મધુપ્રમેહ (ડાયાબિટીસ) જાગરુકતા અભિયાન છે, જે 160થી વધુ દેશોમાં 1 અબજથી વધુ લોકો સુધી પહોંચી રહ્યું છે. આ અભિયાન ડાયાબિટીસથી જોડાયેલા મુદ્દા તરફ દુનિયાનું ધ્યાન ખેંચે છે અને તેને સાર્વજનિક અને રાજકીય સ્પોટલાઈટમાં મજબૂતીથી રજૂ કરે છે. આ ઉપરાંત આખા વર્ષ દરમ્યાન ડાયાબિટીસ સંબંધિત મુદ્દાઓ માટે વૈશ્વિક મંચ પ્રદાન કરે છે. તો આ રોગ સામે નક્કર કાર્યવાહીનું મહત્વ વધારવાનું કાર્ય પણ વિશ્વ ડાયાબિટીસ દિવસ દ્વારા કરવામાં આવે છે.
શું ધ્યાન રાખશો?:-
બ્લડમાં શુગરને નિયંત્રણમાં રાખો.
બીપી અને રક્તવાહિનીની નિયમિત તપાસ કરાવો. જો વધે તો સારવાર કરાવો.દર વર્ષે આંખની તપાસ કરાવો. આ તપાસ અંધારામાં કરવી જરૂરી. ઘણી વાર આંખના ફોટા પણ લેવામાં આવે છે.
પગ અને ત્વચાની તપાસ કરાવવી. ઈજા દરમિયાન ચેપ લાગે તો કાળજી રાખવી.
ધૂમ્રપાન બંધ કરો. હાઈ બીપીમાં વ્યસનોથી દૂર રહો.
કિડનીની તપાસ કરાવો. પેશાબના નમૂના લઈ તપાસ કરાવવી.
લોહીમાં શુગર ઓછી થવી
મગજને મળતી ઊર્જા ગ્લુકોઝના કારણે મળે છે. જ્યારે લોહીમાં ગ્લુકોઝ ઓછું થાય ત્યારે તેને હાઈપોગ્વાયસીમિયા કહે છે. તેનાથી મગજને પૂરતી ઊર્જા ન મળે ત્યારે મગજની કામ કરવાની શક્તિ પર અસર પડે છે. ઊંઘ વધુ આવે, થાક લાગે, ચીડિયાપણું જેવાં લક્ષણો છે. હૃદયના ધબકારા વધે છે. કંપનો થાય તેવી અનેક સમસ્યા.
કેવી રીતે બચશો?:-
લોહી,પેશાબની તપાસ નિયમિત રીતે કરાવતા રહો. ખીસ્સામાં ખાટી મીઠી ગોળીઓ રાખવી અને જરા પણ થાક લાગે ત્યારે ગોળીઓ લેવી.ડિપ્રેશનથી ડાયાબિટીસ
ડિપ્રેશન – સ્ટ્રેસના કારણે ટાઈપ – ૨ ડાયાબિટીસ થાય. સ્થૂળતા અને આળસુપણાના કારણે પણ ડાયાબિટીસની સમસ્યા વકરે છે. આવા દર્દીએ કેન્સરની તપાસ પણ સમયાંતરે કરતા રહેવું જરૃરી છે.
યોગાભ્યાસ:-
બે વાર સૂર્યનમસ્કાર કરો, આસનો કમર ચક્રાસન, પશ્ચિમોત્તાનાસન, યોગામુદ્રા, વજ્રાસન, પવન મુક્તાસન, હસી પાદોત્તાનાસન વગેરેનો અભ્યાસ કરવો.
ત્રણ અઠવાડિયા પછી…
ઉષ્ટ્રાસન, સુપ્ત વજ્રાસન, સલભાસન, ધનુરાસન, હલાસન, મકરાસન, સર્વાંગાસન વગેરે કરવાં. આસનો પછી પાંચ મિનિટ શવાસન કરો.
પ્રાણાયામમાં કપાલભાતિ, નાડીશોધન, ભસ્ત્રિકા, ઉડ્ડિયાન બંધ લગાવવાનો અભ્યાસ કરવો. અગ્નિસાર ક્રિયા શ્વાસ બહાર કાઢવો. ગરમ ઠંડા શેક સાંજે લેવા. ઘરે ૧૦,૧૫ મિનિટ બાદ યોગ નિદ્રા કરો.
આહારની પરેજી:-
મેંદાની રોટલી, ચોખા, છોતરાં વગરની દાળો, તળેલી, શેકેલી ચીજો વધુ પ્રમાણમાં ભોજન, મરી મસાલાવાળો ખોરાક ન લેવો.
સાંજે કાળા મરી, આદું, ઈલાયચી અને તુલસીની ચા દૂધ નાખી લઈ શકાય.
શરીર ભારે ચરબીવાળું હોય તો ફળ, શાકભાજીઓને સલાડ લેવો. એક વાર જ ભોજન લેવું.
પ્રસન્ન ચિત્ત રાખો. માનસિક તણાવથી દૂર રહો. કલેશ કંકાસ ઝઘડો વગેરેથી દૂર રહો. ભોજન કર્યા પછી તરત જ ભારે પરિશ્રમ ન કરો.
ખાંડ,મીઠાઈ ઓછી કરો. શાક, ફળો, લસાડ, જ્યૂસ, કારેલાનો રસ, મેથીનો રસ, આમળાનો રસ, લીંબુ, ચોકર, છોતરાંવાળી દાળ, સંતરાં, અનાનસ, જાંબુ વગેરે લેવા.
બે ભાગ ઘઉં અને એક ભાગ જવ, ચણા, સોયાબીન વગેરેનો લોટ દળી તેમાં મેથી, બથુઆ વગેરે ભેગા કરીને મીક્ષરમાં વાટી લો. આ મીક્ષરને ૬થી ૮ કલાક રાખી મૂકો. તેની સાંજે એક કે બે રોટલી લો. તેની સાથે ફળો, શાકભાજીનો સલાડ લો. એક વાડકી દહીં વગેરે લો.
જવનું સેવન કરવાથી ડાયબિટીસના દર્દીઓને ફાયદો થઈ શકે છે. જવમાં ઓટ્સના મુકાબલે બેગણું પ્રોટીન અને કેલરી હોય છે એટલા માટે તેને બ્રેકફાસ્ટમાં ખાવામાં આવે તો તે ફાયદાકારક છે. ડાઈટ્રી ફાઈબરથી ભરપૂર જવ ભૂખને નિયંત્રિત કરે છે. હ્યદય સાથે જોડાયેલી બીમારીઓ થવાની શક્યતાઓને પણ તે ઓછી કરી દે છે.
ફળ અને બદામઃ બદામ ખાતા પહેલા ટાઈપ-2 ડાયબિટીસના દર્દીઓમાં ગ્લાઈસીમિક કંટ્રોલમાં રહે છે. આપ ઈચ્છો તો ચાર-પાંચ બદામ અને કેટલાક ફળોનું સેવન સાથે કરો. આનાથી શરીરમાં એન્ટીઓક્સીડેન્ટ અને અન્ય જરુરી પોષક તત્વ પહોંચશે અને ડાયબિટીસને કંટ્રોલ કરવામાં મદદરુપ થઈ શકે છે.
આજે તમને કેટલાક ખાસ ફળો, શાકભાજી અને અન્ય ખાદ્યપદાર્થો વિશે માહિતી આપવાના છીએ. તમે તેને તમારા આહારમાં સામેલ કરો, આના દ્વારા તમે ચોક્કસપણે તમારા ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકો છો. તો ચાલો આ ફળો અને શાકભાજી વિશે વાત કરીએ.
કારેલાનું સેવન કરવું:
જો તમને ડાયાબિટીસ છે અને દવા લીધા પછી પણ તમે રોગમાંથી મુક્તિ મેળવી શકતા નથી, તો તમારે કારેલાના રસનું સેવન કરવું જોઈએ. તેનાથી તમને જલ્દી રાહત મળશે. ધ્યાનમાં રાખો કે તમારે સવારે ખાલી પેટે કારેલાનો રસ પીવો.
શણના બીજનો વપરાશ:
અળસીના બીજ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં ખૂબ જ મદદરૂપ છે. જો તમને ડાયાબિટીસ છે, તો તમારે સાદા પાણી સાથે ફ્લેક્સ સીડ પાવડરનું સેવન કરવું જોઈએ. તેમાં ફાઈબરનું પ્રમાણ જોવા મળે છે, જે શરીરનું શુગર લેવલ વધવા દેતું નથી. આ સિવાય તે હૃદય સંબંધિત બીમારીઓને રોકવામાં મદદરૂપ છે.
બીટ રુટ વપરાશ:
બીટરૂટમાં તમામ પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે.
જામફળ ખાવું:
ડાયાબિટીસના દર્દીએ પણ જામફળનું સેવન કરવું જોઈએ. તે શુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે. જો તમે જામફળનું નિયમિત સેવન કરો છો, તો તમને ડાયાબિટીસ જેવી બીમારીથી જલ્દી રાહત મળશે.
REPORTER : :દીપક જગતાપ

