(૧) આ વર્ષ 2025 વૈજ્ઞાનિક સંશોધન માટે અદભુત રહયું છે, જેમાં ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક શોધોએ માનવજીવનને વધુ સુગમ અને સક્રિય બનાવવામાં મહત્વનું યોગદાન કર્યું છે. ખાસ કરીને ન્યુક્લિયર ફ્યુઝન દ્વારા નવી પ્રકારની ટકાઉ અને પૌષ્ટિક ઊર્જા ઉત્પન્ન કરવાની રીત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા વિકસાવવામાં આવી રહી છે. જે પર્યાવરણીય ધોરણોમાં એક મહાન પગલું માનવામાં આવે છે. આ ઊર્જા શુદ્ધ અને ઓછી પ્રદૂષણજનક હોવાના કારણે ભવિષ્યની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે આશાવાદી છે
(૨) તબીબી ક્ષેત્રે AI આધારિત નિદાન અને સારવાર પદ્ધતિઓમાં મોટી પ્રગતિ થઈ છે. હવે દર્દીની ચીકિત્સા માટે મેક્શન લર્નિંગ આધારિત સોફ્ટવેર ઝડપથી સચોટ નીષ્કર્ષ આપે છે, જે સમય અને ખર્ચ બંને બચાવે છે. આવી નવી ટેક્નોલોજીથી ગુજરાત સહિત ભારતમાં આરોગ્યસેવાઓમાં સુધારો થઈ રહ્યો છે.

(૩) સાથે સાથે, બાયોડિગ્રેડેબલ ઇલેક્ટ્રોનિક્સ પર પણ વિશ્વભરમાં સંશોધન ચાલી રહી છે, જે ઇલેક્ટ્રોનિક કચરો ઘટાડી પર્યાવરણ માટે ફાયદાકારક રહેશે. સ્પેસ ટેકનોલોજીમાં ફરીથી વાપરી શકાય તેવા રોકેટ મિશન્સ અને મંગળ ગ્રહ પર રોબોટિક મિશનને વધુ સફળતા મળી છે, જે અંતરમાં માનવ નિવાસ માટે એક નવો મોરચો રજૂ કરે છ.
(૪) ગુજરાતે પણ આ વૈજ્ઞાનિક ક્રાંતિમાં મહત્વની ભૂમિકા સંભાળી છે. રાજ્યમાં જૈવિક સંશોધન માટેની અનેક પધ્ધતિઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા અપનાવવામાં આવી રહી છે, જેમાં આદિવાસી વસ્તી માટે ખાસ જીનોમ ડેટાબેઝ બનાવવાનો પ્રોજેક્ટ પણ સક્રિય છે. આ પ્રોજેક્ટ દેશમાં જૈવિક અને તબીબી સંશોધનમાં નવા દિશા દર્શાવે છે. (૫) શિક્ષણ અને અધ્યાપન ક્ષેત્રે પણ હવે AI ખૂબ જ મદદગાર સાબિત થઈ રહ્યું છે. વિદ્યાર્થીના ભણતરમાં આવતા દરેક વિષય વિશે વિસ્તૃત માહિતી દ્વારા આપવામાં આવી રહી છે, વિદ્યાર્થીના કોઈપણ અભ્યાસને લગતા પ્રશ્નો હોય તો તેના અનેક રીતે ઉકેલો એઆઈ આપી રહ્યું છે તે પછી વિદ્યાર્થીઓને ટોપિક વાઈઝ નોટ્સ બનાવવાની હોય કે પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરવાની હોય કે પછી શિક્ષકને પોતાના વિષયની સુંદર રજૂઆત કરવા માટે વિષયના ઊંડાણમાં જવું હોય, સ્વ અધ્યયન માટેના પ્રશ્નો બનાવવા હોય, વગેરે તમામ ક્ષેત્રોમાં અત્યારે ખૂબ મદદ કરી રહ્યું છે જે આવનારા ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે અવશ્ય ક્રાંતિ સર્જવાનું છે.
(૬). ઔદ્યોગિક ક્ષેત્રે પણ એઆઈ અત્યારે ઇતિહાસ સર્જી રહ્યું છે કારણ કે કોઈપણ ઉદ્યોગ શાસ્ત્રીને પોતાના ઉદ્યોગમાં નવીનતા લાવવા માટે તેમજ પોતાના ઉદ્યોગને લગતી નીપજોની માહિતી મેળવવા માટે તેમજ પોતાના ઉદ્યોગમા જરૂરી એવી કોઈ પણ વસ્તુઓનો રેકોર્ડ રાખવા માટે પણ અત્યારે એઆઈ ખૂબ જ મદદ કરી રહ્યું છે. વૈજ્ઞાનિક શોધો આધુનિક ટેકનોલોજી અને પર્યાવરણ સાથે સમન્વય સાધીને એઆઈ મનુષ્ય માટે એક નવી દિશા નિર્ધારિત કરી રહ્યું છે. 2025 ના નવા સંશોધનોથી વૈજ્ઞાનિક ક્ષેત્રમાં અનેક નવા દરવાજા ખૂલી રહ્યા છે જે આપણા ભવિષ્યને ઉજળો બનાવશે.
ડોક્ટર હાર્દિક અમીન


