ARTICLE : 21 સપ્ટેમ્બર અલ્ઝાઇમર દિવસ,ભૂલી જવાની બીમારી: “અલ્ઝાઇમર “

0
57
meetarticle

અંકલેશ્વર નજીકથી ગેરકાયદેસર કોલસાનો મોટો જથ્થો ઝડપાયો, પાંચ આરોપીઓની અટકાયત

ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ અને વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહના આદેશને પગલે પાનોલી પોલીસે એક મોટી સફળતા મેળવી છે. અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 ની બાજુમાં આવેલ કામધેનુ એસ્ટેટ-2માંથી ગેરકાયદેસર સંગ્રહ કરાયેલ ઇન્ડોનેશિયન (ઈમ્પોર્ટ) કોલસાનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. દેસાઈ નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે બાકરોલ ગામની સીમમાં આવેલ કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-2ના પ્લોટ નંબર 6 અને 7ના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ઇન્ડોનેશિયન કોલસો રાખી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન ગોડાઉનમાં કોલસાના અલગ અલગ ઢગલાઓ પડેલા જણાયા હતા. સાથે જ, કોલસો ભરેલા ત્રણ ડમ્પર, એક લોડર મશીન અને પાંચ વ્યક્તિઓ પણ હાજર હતા. આ પાંચેય વ્યક્તિઓ ગોડાઉનમાં રાખેલા કોલસા સંબંધિત કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા.

પોલીસે આ રેડમાં કુલ 54,31,280 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં ગોડાઉનમાં પડેલો અંદાજે 95 ટન કોલસો, ત્રણ ડમ્પરમાં ભરેલો 108.68 ટન કોલસો, ત્રણ ડમ્પર વાહનો અને એક જોન ડીયર કંપનીનું લોડર મશીન સામેલ છે. પોલીસે હાજર મળી આવેલા પાંચેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં સમીર અલ્તાફ સૈયદ, આકાશ ગંગાદીન રાજપૂત, કવલજીતસિંગ સુભેગસિંગ, કુલવેન્દ્રસિંગ જસવંતસિંગ અને સુગંધકુમાર સુરેશસિંગનો સમાવેશ થાય છે. આ સમગ્ર કામગીરી પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે.
રિપોર્ટર સૈફ અલી ભટ્ટી વાગરા



હું એક દિવસ મારા પત્રકાર મિત્રને ઘરે વડોદરા મળવાગયો હતો ત્યારે ડ્રોઈંગરૂમમાં એમના પિતાજીને આરામ કરતા જોયેલા. મેં એમને નમસ્તે કર્યા. ખબર પણ પૂછી. પણ મારા મિત્રએ મને જણાવ્યું કે એમને અલ્ઝાઇમરની બીમારી છે. એમાં એમને યાદ રહેતું નથી કે કોઈને ઓળખતા નથી. ત્યારે મને થોડો આંચકો લાગેલો.એકદમ તંદુરસ્ત વ્યક્તિ શારીરિક રીતે ખૂબ સારા હોય પણ યાદ શક્તિજ ન હોય, કશું યાદ જ આવતું ન હોય કે આપણા જ સ્વજનોને ઓળખી ન શકતા હોય ત્યારે કેટલું દુઃખ થતું હશે.ત્યારે મને થયું કે ભૂલી જવાની બિમારી ખરેખર કેટલી દુઃખદ હોય છે.


ખાસ કરીને ભૂલી જવાની આ બીમારી વૃદ્ધાવસ્થાની ઉંમરમાં બીમારી જોવા મળે છે. જેમાં યાદશક્તિ ઘટી જાય છે.વ્યક્તિની જયારે યાદશક્તિ, નિર્ણય લેવામાં મુશ્કેલી, તેમજ બોલવામાં તકલીફ થવાની સાથે દર્દી પરિવારજનોના નામ પણ ભૂલી જાય ત્યારે માનવામાં આવે છે કેઆવી વ્યક્તિ અલ્ઝાઇમર બીમારીથી તે પીડાય છે.અલ્ઝાઇમરની બીમારીમાં યાદશક્તિ અને વિચારવાની ક્ષમતા ખત્મ થઇ જાય છે.જોકે હજી આ રોગ અંગે વિશેષ જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં લાખો લોકો આ રોગ થી પીડાય રહ્યા હોવાનું પણ જાણવા મળ્યુ છે.

વિશ્વમાં 5 કરોડથી વધુ લોકોને ચિત્ત ભ્રમ સાથે જીવે છે.વિશ્વમાં દર ત્રણ સેકન્ડે કોઈને કોઈ વ્યક્તિ ચિત્ત ભ્રમનો શિકાર બને છે.વર્ષ 2050 સુધીમાં ચિત્ત ભ્રમ સાથે જીવતા વ્યક્તિઓની સંખ્યા ત્રણ ગણી થઈને 15.2 કરોડ થવાનો અંદાજ છે. તેમાંથી 68 ટકા લોકો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોના હશે.ચિત્ત ભ્રમને કારણે દેશ ઉપર દર વર્ષે એક ટ્રિલિયન અમેરિકન ડોલરનો આર્થિક બોજ પડે છે, જે રકમ વર્ષ 2050 સુધીમાં બમણી થશે.

આજે 21 સપ્ટેમ્બર એટલે
વિશ્વ અલ્ઝાઇમર દિવસ છે.ઉંમર વધવાની સાથે જ તમામ પ્રકારની બીમારીઓ આપણા શરીરને નિશાન બનાવવાનું શરૂ કરી દે છે. ત્યારે અલ્ઝાઇમર પણ તેમાંથી એક બીમારી છે. આ વૃદ્ધ લોકોમાં જોવા મળે છે. ઉંમર વધવાની સાથે-સાથે યાદ કરવાની ક્ષમતા ઓછી થતી રહે છે અને વાતો ભૂલી જવાય છે. આ બીમારી વિશે જાગૃકતા લાવવા માટે દર વર્ષે 21 સપ્ટેમ્બરના દિવસે વિશ્વઅલ્ઝાઇરમર્સ-ડિમેન્શિયા દિવસ મનાવવામાં આવે છે.

અલ્ઝાઇમર રોગનું નામ ડો.અલોઇસઅલ્ઝાઇમરના નામથી રાખવામાં આવ્યુ છે. 1906માં જર્મની ના ન્યુરોલોજીસ્ટ ડો.અલોઇસ અલ્ઝાઇમરે આ રોગ અંગેની જાણકારી મેળવી હતી, એક મહિલા તેઓના ત્યાં માનસિક બીમારીની સારવાર અર્થે આવી હતી અને તે બીમારીના કારણે તેનુ મૃત્યુ થયુ હતુ. તેથી ડો.અલોઇસે મહિલાના મગજને લગતી તકલીફો ની જાણકારી મેળવવા માટે ઉંડો અભ્યાસ કર્યો હતો અને તેઓએ કરેલા પરીક્ષણમાં મહિલા ના મગજમાં નાના નાના પેશીઓ ના ટુકડા જોવા મળ્યા હતા તેમજ ડોક્ટર નિરીક્ષણ કર્યું હતું કે નર્વ સેલ અને મગજ વચ્ચે નો સંપર્ક ન હોવાનું કારણ આ રોગનું મુખ્ય લક્ષણ છે.

કોલંબિયા હૉસ્પિટલના ન્યૂરોલૉજિસ્ટે જણાવ્યું કે અલ્ઝાઇમરની બીમારીમાં યાદશક્તિ અને વિચારવાની ક્ષમતા ખત્મ થઇ જાય છે. મહામારીના સમયમાં જે લોકો અલ્ઝાઇમરથી પીડાય છે તેમણે વધારે ધ્યાન રાખવાની જરૂર હોય છે. તેમના હાથની સફાઇ, માસ્ક પહેરવું, સામાજિક અંતરને જાળવી રાખવા માટે તેમને યાદ કરાવવું જરૂરી બની ગયું છે.

‘અલ્ઝાઇમર્સ”ના નામનો ઈતિહાસ -વર્ષ 1906માં જર્મનીના ફિઝિશિયન ડૉ.એલોઇસ અલ્ઝાઇમરે સૌપ્રથમવાર સ્મરણશક્તિમાં મોટા પ્રમાણમાં ઘટાડો અને મગજમાં અતિ સૂક્ષ્મ ફેરફારો ધરાવતી આ વિલક્ષણ બીમારી વિશે જણાવ્યું હતું. બીમારીના શોધકર્તા ડૉ.અલ્ઝાઇમરના નામ ઉપરથી હવે આ બીમારીને આપણે અલ્ઝાઈમર્સ તરીકે ઓળખીએ છીએ.

ચિત્તભ્રમ માટે વૈશ્વિક સ્તરની કાર્યયોજનામે, 2017માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ વર્ષ 2017થી 2025 દરમ્યાન જાહેર સ્વાસ્થ્યના પ્રતિસાદ ઉપર વૈશ્વિક કાર્યયોજના અમલમાં મૂકી. વૈશ્વિક કાર્યયોજના માટે ડબલ્યુએચઓના તમામ 194 સભ્ય દેશો સાત ક્ષેત્રે પગલાં લેવા માટે વચનબદ્ધ થયા.
જાહેર સ્વાસ્થ્યમાં ચિત્ત ભ્રમને પ્રાથમિકતા આપવી.ચિત્ત ભ્રમ વિશે જાગૃતિ ફેલાવવીચિત્ત ભ્રમની બીમારી માટેનાં જોખમ ઘટાડવાનિદાનની સવલતો સુગમ કરવીસારવાર અને સંભાળ લેવીદેખભાળ કરનારાઓને મદદરૂપ થવુંમાહિતી એકત્ર કરવી અને સંશોધન કરવાં
તેમાં પ્રત્યેક વિસ્તાર માટે લક્ષ્યાંકો નક્કી કરાયાં છે, જેને દરેક દેશની સરકારોએ વર્ષ 2025 સુધીમાં હાંસલ કરવાનાં છે.જો કે, એડીઆઈના અહેવાલમાં જણાવ્યા મુજબ, પડકાર ઘણો મોટો છે અને પ્રતિસાદ અત્યંત ધીમો છે.અલ્ઝાઇમર્સની બીમારી વિશે હકીકતો
અલ્ઝાઇમર્સની બીમારી વિશેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. મગજમાં ચોક્કસ જટિલ રચનાઓ થતાં આ બીમારી જોવા મળે છે.વિશ્વના દર ત્રણમાંથી બે વ્યક્તિઓ માને છે કે તેમના દેશમાં ચિત્ત ભ્રમ વિશે લોકોમાં ભાગ્યે જ અથવા તો કોઈ જ સમજણ નથી.

આ મહામારીએ લોકોના માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરી છે. તેઓ આ કારણે પોસ્ટ ટ્રોમાટિક સ્ટ્રેસ ડિસઑર્ડરથી પીડાઇ રહ્યા છે. જેના કારણે અલ્ઝાઇમરથી પીડિત દર્દીઓની સંખ્યામાં વધારો થઇ શકે છે. આર્ટીફિસિયલ ઇન્ટેલિજન્સ જેવી કેટલીય ટેક્નિક છે, જેનાથી અલ્ઝાઇમરની બીમારીની સારવાર ખૂબ જ અસરકારક રીતે કરી શકાય છે. આ બીમારીમાં પરિવારના સભ્યો અને સમાજના લોકોનો સહયોગ ખૂબ જ જરૂરી છે

વિશ્વ અલ્ઝાઇમર દિવસ જાણો રોગ અંગેના લક્ષણો અને ઉપાય:-

રોગના લક્ષણો :-

સ્વભાવમાં ફેરફારો, તાજી માહિતી ભૂલી જવું અને વસ્તુઓ આડીઅવળી મૂકી દેવી.સમસ્યાઓ ઉકેલવામાં મુશ્કેલી પડવી અને ઘર કે કામકાજના સ્થળે પરિચિત કાર્યો પૂરાં કરવામાં તકલીફ પડવી.સમય અને સ્થળ વિશે દ્વિધા અનુભવવી તેમજ તારીખ અને સમયનો મેળ ગુમાવે છે.વાંચવામાં, અંતર વિશેનો અંદાજ લગાવવામાં તેમજ રંગ ઓળખવામાં તકલીફ પડે છે.સામાજિક અને આનંદ-પ્રમોદની પ્રવૃત્તિઓ કરવાનું ટાળે છે.

  • અલ્ઝાઈમરના પ્રારંભિક લક્ષણો માં યાદ શક્તિ નો અભાવ,નિર્ણય કરવામાં સમસ્યા,કોઈ મુશ્કેલીની સમસ્યા માંથી બહાર નીકળવામાં પરેશાની થવી,દૈનિક કાર્યો ને પુરા કરવામાં પણ અસફળ રહેવુ.
  • આ રોગની વધારે અસર થતા દર્દી પરિવારના સભ્યો ની ઓળખ પણ નથી કરી શકતો,તેમજ વિચિત્ર હરકતો કરે છે.
  • જયારે બીમારી વધે છે ત્યારે દર્દી સરખુ બોલી પણ નથી શકતો અને અન્ય લોકો પર તે નિર્ભર રહે છે.

ઉપાય :-

  • ન્યુરોલોજીસ્ટ દ્વારા અલ્ઝાઇમર રોગ થી પીડાતા દર્દી ના વિવિધ ટેસ્ટ કરવામાં આવે છે જેમ કે સીટી સ્નેક,MRI સહિતનું પરીક્ષણ કરવામાં આવે છે,અને તેના આધારે દર્દી ની સારવાર કરવામાં આવે છે.
  • રોગીને દવા ની સાથે સાથે હળવી કસરત,યોગ થકી પણ રાહત મળે છે,તેમજ પૌષ્ટિક આહાર પણ એટલોજ જરુરી છે.
  • આ રોગ થી પીડાતા દર્દી સાથે તેના પરિવારના સભ્યો એ પણ ખાસ કાળજી રાખવી પડે છે.

નિવારણ માટેની ટિપ્સ:-

-શારીરિક, માનસિક, સામાજિક અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું, જેવી કે:
આનંદ પમાડે તેવું વાચન, લેખન અને વાદ્ય વગાડવાં.પ્રૌઢ શિક્ષણના વર્ગોમાં ભાગ લેવોક્રોસવર્ડસ, પઝલ્સ, સ્ક્રેબલ અને ચેસ જેવી ઘરમાં રમી શકાય તેવી રમતો રમવીસ્વિમિંગ, સમૂહમાં રમાતી રમતો જેવી કે દડાફેંક, ચાલવું, યોગ તેમજ ધ્યાન જેવી પ્રવૃત્તિઓ કરવી.
અલ્ઝાઇમર ને આમતો વારસાગત બીમારી હોવાનું પણ કહેવાય છે તેમજ આ અંગે અન્ય રોગો માટે જે રીતે જાગૃતતા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે મુજબ જાહેર કાર્યક્રમો થકી લોકોને અલ્ઝાઇમર અંગે જાગૃત કરવા જોઈએ જેથી દર્દીમાં પ્રારંભિક લક્ષણ દેખાય કે તેની યોગ્ય સરવાર કરી શકાય.
ભૂલવાની આ બીમારી સતત વધતી રહેતી મગજની બીમારીને કારણે યાદદાસ્ત ચાલી જવી અને વિચારવાની કુશળતા ગુમાવી દેવા જેવાં પરિણામો મળે છે. તેમાં મગજના કોષો નાશ પામતાં સ્મરણ શક્તિ ગુમાવવી, યાદદાસ્તમાં ફેરફારો, અસ્થિર વર્તન અને શરીરનાં કાર્યોને હાનિ પહોંચવા જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. અલ્ઝાઇમર્સની બીમારી મહદ્ અંશે વૃદ્ધ લોકોમાં જોવા મળે છે. ભારતમાં વૃદ્ધ વ્યક્તિઓની સંખ્યા વધી રહી હોવાથી આ બાબત ચેતવણીજનક છે.

~~~
અલ્ઝાઇમર્સની બીમારીનો કોઈ ઈલાજ નથી. આ બીમારી જેટલી વહેલી ધ્યાન ઉપર આવે એટલો બીમારીની સારવારમાં વધુ લાભ થાય છે.સારવારની પદ્ધતિઓમાં દવાઓ, મનોચિકિત્સક અને સંભાળ આપવાનાં પાસાંઓનો સમાવેશ થાય છે.પરિવાર અને સામાજિક સહાય મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

સામાન્ય લોકોમાંથી લગભગ 80 ટકા લોકોને જીવનમાં ક્યારેકને ક્યારેક ચિત્ત ભ્રમ થવા અંગે ચિંતા થતી હોય છે અને ચારમાંથી એક વ્યક્તિ માને છે કે ચિત્ત ભ્રમ થતો અટકાવવા આપણે કશું કરી શકીએ તેમ નથી.વિશ્વભરમાં દેખભાળ લેનારા 35 ટકા લોકો જણાવે છે કે તેમણે ચિત્ત ભ્રમના નિદાનની માહિતી પરિવારના સભ્યોથી છુપાવી છે.વિશ્વના 50 ટકાથી વધુ સંભાળ લેનારા કહે છે કે તેમની સંભાળની જવાબદારીઓના પરિણામે તેમનું સ્વાસ્થ્ય ખરાબ થયું છે, છતાં તેમની ભૂમિકા વિશે તેઓ સકારાત્મક ભાવનાઓ વ્યક્ત કરે છે.વિશ્વભરના સ્વાસ્થ્ય સંભાળ રાખનારામાંથી લગભગ 62 ટકા માને છે કે ચિત્ત ભ્રમ એ વધતી જતી ઉંમરના ભાગરૂપે સામાન્ય છે.


કોવિડ-19 અને ચિત્તભ્રમ
કોવિડ-19 મહામારી ફાટી નીકળવાને પગલે વૈશ્વિક સ્તરે ચિત્ત ભ્રમ જેવી લાંબા સમયથી ચાલી રહેલી સ્થિતિ સાથે જીવતા લોકોને રાબેતા મુજબની સેવાઓ પૂરી પાડવા અને મદદ કરવા સ્વાસ્થ્ય માળખાની સજ્જતાની ઉણપ છતી થઈ છે.લોકડાઉન અને પ્રતિબંધોના સમયે વૃદ્ધ લોકો અને ખાસ કરીને ચિત્ત ભ્રમ સાથે જીવતા વ્યક્તિઓ સામાજિક રીતે અળગા ન થઈ જાય તે જોવું અનિવાર્ય છે.લોકો ચિત્ત ભ્રમ વિશે વાતચીત કરતા રહે અને માહિતી, સલાહ અને સહાય મેળવતા રહે તે હિતાવહ છે.

અલ્ઝાઇમર જેવી બીમારીથી દૂર રહેવા માટે વ્યક્તિને તમામ પ્રકારના વાતાવરણમાં રહેવાની આદત હોવી જોઇએ.ઘરમાં એકલા રહેવાને કારણે અને નકારાત્મક વિચારોને કારણે મગજ પર વધારે ભાર આપવા પર અલ્ઝાઇમરની બીમારી થવાની શક્યતાઓ રહે છે. આ બીમારી વૃદ્ધોમાં વધારે જોવા મળે છે. તેનાથી દૂર રહેવા માટે વ્યક્તિને તમામ પ્રકારના વાતાવરણમાં રહેવાની આદત હોવી જોઇએ. આ સાથે જ લોકો સાથે સંપર્ક રાખવો જોઇએ.

REPORTER :દીપક જગતાપ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here