મોંઘવારી આસમાને, પેટ્રોલ- ડીઝલના બેફામપણે વધતા ભાવથી રાજ્યના નાગરિકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ઈલેક્ટ્રીક વાહનો પરિવહન માટે ઉતમ વિકલ્પ બન્યો છે ત્યારે નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનો માટેની માળખાકીય સુવિધા આપવામાં તંત્રની નિષ્ફળતા અને નીતિ અમલવારીમાં નિષ્ફળ ભાજપ સરકારની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરે જણાવ્યું હતું કે, દસ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ માં સતત ભાવ વધારો-બેફામ કર વધારો ઝીંકીને ૩૦ લાખ કરોડ રૂપિયા રકમ દેશની જનતા પાસેથી વસુલી લીધા. રિન્યુઅલ એનર્જીમાં અગ્રેસર ગુજરાતના મોટા મોટા દાવા વચ્ચે રાજ્યના નાગરિકો માટે પરિવહનનાં ઉતમ વિકલ્પ એવા ઇલેક્ટ્રિક વાહનો માટેની નીતિ અમલવારીમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ રહી છે. ગુજરાતની ભાજપ સરકાર નીતિ અમલવારીમાં ચાર-ચાર વર્ષ થયા છતાં કેવી અમલવારી કરી છે અને કેટલી ઈચ્છા શક્તિ છે તેની પોલ કેન્દ્ર સરકારના એહવાલમાં જ ખુલ્લી પડી છે.

દેશમાં અસરકારક ઇ-મોબિલિટી અંગેની નીતિ નિર્ધારણ અને કામગીરી માટે કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ (IEMI) ૨૦૨૪ રજુ કરવામાં આવે છે. આ સૂચકાંક સરકારની નીતિઓ અને પહેલ, મજબૂત શાસન પ્રક્રિયાઓ, જાહેર ક્ષેત્રના રોકાણો, અને ખાનગી ક્ષેત્રના નવીનતા અને રીસર્ચ અને ડેવલોપમેન્ટ, ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ઈલેક્ટ્રીક વાહનો ક્ષેત્રમાં મજબૂત નવીનતા ટેકનોલોજીમાં વગેરેનો સમાવેશ થાય છે. રાજ્યમાં વર્ષ ૨૦૨૧માં ‘ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીક વિહિકલ પોલીસી’ લાગુ કરવામાં આવી. ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ સૂચકાંકમાં સમગ્ર દેશમાં ગુજરાત ૧૬ ક્રમાંકે છે. જે દર્શાવે છે કે ઇલેક્ટ્રિક વાહનો ખરીદી અને કામગીરીને પ્રોત્સાહન રાજ્ય સરકારના પ્રયાસોનાં સૂચકાંકમાં ૧૦૦માંથી ૩૭ સ્કોર, રીસર્ચ અને ડેવલોપમેન્ટ સૂચકાંકમાં ૪૬ સ્કોર, ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સૂચકાંકમાં ૪૪ સ્કોર, ખાનગી ઇલેક્ટ્રિક વાહનો અપનાવાનો સૂચકાંકમાં ૫૧ સ્કોર, કોમર્શિયલ ઇલેક્ટ્રિક વાહનો અપનાવાનો સૂચકાંકમાં માત્ર ૫ સ્કોર સાથે દેશમા ૨૬માં ક્રમાંકે, ઇલેક્ટ્રિક વાહન ચાર્જીંગ પોઈન્ટ સૂચકાંકમાં ૨૪ સ્કોર મેળવ્યો છે. એટલે કે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં ઈલેક્ટ્રીક વાહનોની પ્રોત્સાહન, ખરીદી, વ્યવસ્થાતંત્રના વિકાસ-પ્રગતિમાં ગુજરાતનો ૧થી ૧૦ રાજ્યોમાં પણ સમાવેશ થતો નથી જે દર્શાવે છે કે રાજ્ય સરકાર નવી વ્યવસ્થાને સ્વીકારવામાં અને પર્યાવરણનાં સુધારણા માટે કેટલી ગંભીર છે તે ઈજાગર કરે છે.
ગુજરાતમાં માત્ર ૯૪૨ ઈલેક્ટ્રીક બસો છે. દેશમાં એક વર્ષમાં ૧,૭૫,૨૭,૨૬૫ જેટલા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ રજિસ્ટર્ડ થાય છે તેવામાં ભાજપ સરકારના રાજમાં ૨૦૧૫-૨૦૨૧ સુધીના છ વર્ષમાં ગુજરાતમાં માત્ર ૭,૯૨૩ વિધાથીઓને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ સબસિડી પૂરી પાડવામાં આવી છે. ૧૧,૬૭,૦૫૯ જેટલી ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર રિક્ષાઓ રજીસ્ટર્ડ થાય કે ત્યારે વર્ષ ૨૦૧૮થી૨૦૨૧માં માત્ર ૮૭ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર રિક્ષાઓની સબસિડી પૂરી પાડવામાં આવી છે. ગુજરાતમાં માત્ર ૯૪૨ ઈલેક્ટ્રીક બસો છે. ઈલેક્ટ્રીક વિહિકલની સબસીડીના નામે તંત્રમાં થતા ભ્રષ્ટાચારને દુર કરવામાં આવે. ઈલેક્ટ્રીક ચાર્જીંગ પોઈન્ટ, રીસર્ચ ડેવલોપમેન્ટ સહિતની માળખાકીય સુવિધાઓ સાથે ,સરકાર હકીકતલક્ષી નીતિની અમલવારી કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
ક્રમ સૂચકાંક દેશમાં ક્રમાંક સ્કોર
૧. ઇલેક્ટ્રિક વાહનો ખરીદી અને કામગીરીને પ્રોત્સાહન ૧૭ ૩૯
૨. રીસર્ચ અને ડેવલોપમેન્ટ ૧૨ ૪૬
૩. ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ ૧૮ ૪૪
૪. ખાનગી ઇલેક્ટ્રિક વાહનો અપનાવાનો ૧૫ ૫૧
૫. કોમર્શિયલ ઇલેક્ટ્રિક વાહનો અપનાવાનો ૨૭ ૦૫
૬. ઇલેક્ટ્રિક વાહન ચાર્જીંગ પોઈન્ટ ૨૨ ૨૪
ડો.હિરેન બેન્કર,
પ્રવકતા, ગુજરાત કોંગ્રેસ

