ARTICLE : ખાસ ડિસેમ્બર મહિનામાં જોવા મળતી “જેમિનિડ્સ ઉલ્કાવર્ષા”

0
56
meetarticle

જેમિનિડ્સ ઉલ્કાવર્ષા વિશ્વની સૌથી વિશ્વસનીય અને શક્તિશાળી ઉલ્કાવર્ષાઓમાંથી એક છે. તે દર વર્ષે ડિસેમ્બર મહિનામાં દેખાય છે અને તેનું નામ મિથુન રાશિ (Gemini constellation)પરથી પડ્યું છે, કારણ કે તેનું કેન્દ્ર (radiant) આ રાશિના તારા Castorની નજીક દેખાય છે.

આ ઉલ્કાવર્ષા અન્ય ઉલ્કાવર્ષાઓથી અલગ છે કારણ કે તે કોમેટને બદલે એક એસ્ટરોઇડ 3200 Phaethon ના અવશેષોને કારણે થાય છે. આ એસ્ટરોઇડને “રોક કોમેટ” પણ કહેવામાં આવે છે.

તે 13-14 ડિસેમ્બર 2025ની રાત્રે (ભારતીય સમય પ્રમાણે 14 ડિસેમ્બરની રાત્રે અને 15 ડિસેમ્બરની સવારે) જોઈ શકાશે.
જોવાનો શ્રેષ્ઠ સમય રાત્રિના 2 વાગ્યા પછીથી ભોર સુધી. આ સમયે radiant આકાશમાં ઊંચું હોય છે.ચંદ્રની પૂર્ણિમા 15 ડિસેમ્બરે છે, જેના કારણે પીકની રાત્રે ચંદ્રનો પ્રકાશ ઉલ્કાઓને ઝાંખા કરી શકે છે. પરંતુ 13 ડિસેમ્બરની રાત્રે અને 14ની સવારે ચંદ્ર હજુ નાનો હશે.તેથી તે શ્રેષ્ઠ રહેશે.

પ્રતિ કલાકે 50 થી 120 ઉલ્કાઓ (ZHR = 120)જોઈ શકાય છે.
શહેરી વિસ્તારમાં 20-40, ગ્રામીણ/અંધારા વિસ્તારમાં 60-80ઉલ્કાઓ પ્રતિ કલાકે દેખાઈ શકે.આ ઉલ્કાઓ ધીમી, ચમકદાર, પીળા-સફેદ અને લાંબા ટ્રેલ્સ સાથે હોય છે. કેટલીક “ફાયરબોલ્સ” પણ દેખાય છે.આ ઉલ્કાઓ શહેરની લાઇટ્સથી દૂર ગ્રામીણ વિસ્તાર, ટેકરીઓ, રણ (જેમ કે રાજસ્થાન, ગુજરાતના કચ્છ)માં જોવા મળશે.

3200 Phaethon એક એસ્ટરોઇડ જે સૂર્યની ખૂબ નજીકથી પસાર થાય છે (માત્ર 0.14 AU), જેના કારણે તેના પરના પથ્થરો ગરમ થઈને ધૂળ છોડે છે.1862માં પહેલી વખત નોંધાયું. 1980 પછી તે વધુ શક્તિશાળી બન્યું.અન્ય ઉલ્કાવર્ષા કરતાં વધુ વિશ્વસનીય. પેર્સિયડ્સ કરતાં પણ વધુ ઉલ્કાઓ, અને ઠંડી હોવા છતાં લોકપ્રિય છે.

આ ઉલ્કાઓ ભારતમાં જોઈ શકાય એવા શ્રેષ્ઠ સ્થળો છે ગુજરાત/રાજસ્થાન/હિમાચલ.કચ્છ (ધોરડો, વ્હાઇટ રણ),માઉન્ટ આબુ, સરિસ્કા/ રણથંભોર (રાજસ્થાન),સ્પીતી વેલી/કસોલ (હિમાચલ)માં જોઇ શકાશે.

13 ડિસેમ્બર 2025ની રાત્રે 2 વાગ્યા પછી બહાર નીકળો તો જોઈ શકાશે આંખોને 20-30 મિનિટ અંધારામાં રાખો પછી જોજો.

અન્ય ઉલ્કાઓ:

(2) પર્સિયડ્સ ઉલ્કાવર્ષા (Perseid Meteor Shower) :

પર્સિયડ્સ ઉલ્કાવર્ષા વિશ્વની સૌથી લોકપ્રિય અને રોમાંચક ઉલ્કાવર્ષાઓમાંથી એક છે. તેને  "ઉનાળાની ઉલ્કાવર્ષા"  પણ કહેવામાં આવે છે કારણ કે તે  ખાસ કરીને જુલાઈ-ઓગસ્ટમાં ગરમીની રાત્રિઓમાં દેખાય છે. તેનું નામ પર્સિયસ રાશિ (Perseus constellation) પરથી પડ્યું છે, જ્યાંથી ઉલ્કાઓ નીકળતી દેખાય છે.

આ ઉલ્કાવર્ષા કોમેટ સ્વિફ્ટ-ટુટ્લ (109P/Swift-Tuttle)ના અવશેષોને કારણે થાય છે, જે દર 133 વર્ષે સૂર્યની આસપાસ ફરે છે. આ કોમેટના ધૂળ અને કણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા ઉલ્કાઓ બનાવે છે.

આ ઉલ્કાઓ જોવાનો સક્રિય સમયગાળો 17 જુલાઈથી 24 ઓગસ્ટ સુધીનો છે.જેમાં 12-13 ઓગસ્ટ 2025ની રાત્રે (ભારતીય સમય પ્રમાણે13 ઓગસ્ટની રાત્રે અને 14 ઓગસ્ટની સવારે જોઈ શકાશે.એને જોવાનો શ્રેષ્ઠ સમય રાત્રિના12 વાગ્યા પછીથી ભોર સુધી રહેશે.પૂર્ણિમા 9 ઓગસ્ટે છે, તેથી 12-13 ઓગસ્ટની રાત્રે ચંદ્ર ઘટતો હશે અને સવારે 3 વાગ્યા પછી ડૂબી જશે. સવારે 3થી 5 વાગ્યા વચ્ચે અંધારું આકાશ મળશે, જે આદર્શ છે.

આકાશમાં પ્રતિ કલાકે 50 થી 100 ઉલ્કાઓ  (ZHR = 100) દેખાશે.
તે ભારતમાં શહેરી વિસ્તારમાં 15-30 જેટલી અનેગ્રામીણ/અંધારા વિસ્તારમાં 50-80 ઉલ્કાઓ પ્રતિ કલાકે જોવા મળશે.
 શહેરથી દૂર  ગ્રામીણ વિસ્તારોમાં, ટેકરીઓ, દરિયાકિનારો (જેમ કે ગોવા, કેરળ, ગુજરાતના દરિયાકાંઠે) 12 AM પછી, ખાસ કરીને 3 AM પછી (ચંદ્ર ડૂબ્યા પછી)ઉત્તરપૂર્વ તરફ  પર્સિયસ રાશિ (Cassiopeia 'W' આકારની નજીક) જોઈ શકાશે.આ ઉલ્કાઓ નરી આંખે જોઈ શકાશે. એ માટે ટેલિસ્કોપની જરૂર નથી.

 એનું ઐતિહાસિક મહત્વ જોઈએ તો 36 ખ્રિસ્તપૂર્વમાં પહેલી વખત નોંધાઈ. યુરોપમાં તેને "સેન્ટ લોરેન્સના આંસુ" કહેવામાં આવે છે (10 ઓગસ્ટે તેની યાદમાં) જોવાય છે.109P/Swift-Tuttle – છેલ્લે 1992માં દેખાયું,હવે 2126માં આવશે.

ભારતમાં  જોવાના શ્રેષ્ઠ સ્થળો (ઓગસ્ટમાં) લડાખ (પેંગોંગ, નુબ્રા),સ્પીતી વેલી,
માઉન્ટ આબુ (રાજસ્થાન),મુન્નાર/વાયનાડ (કેરળ),ગોવા/દીવના દરિયાકિનારે રાત્રે શાંત વિસ્તારમા જોઈ શકાશે 

(3)ઓરિયોનિડ્સ ઉલ્કાવર્ષા (Orionid Meteor Shower):

ઓરિયોનિડ્સ ઉલ્કાવર્ષા પ્રખ્યાત હેલી કોમેટ (1P/Halley ના અવશેષોને કારણે થતી એક ઝડપી અને ચમકદાર ઉલ્કાવર્ષા છે. તેનું નામ ઓરિયન રાશિ (Orion constellation) પરથી પડ્યું છે, જ્યાંથી ઉલ્કાઓ નીકળતી દેખાય છે.આ ઉલ્કાવર્ષા બે વખત દેખાય છે.

  1. ઓરિયોનિડ્સ (ઓક્ટોબરમાં પૃથ્વી કોમેટના પાછળના ભાગમાંથી પસાર થાય છે) અને બીજી
  2. ઈટા એક્વેરિડ્સ મેમાંઆગળના ભાગમાંથી જોઈ શકાય છે.

આ ઉલ્કાઓ જોવાનો સક્રિય સમયગાળો 2 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધીનો છે.21-22 ઓક્ટોબર 2025 ની રાત્રે (ભારતીય સમય પ્રમાણે 22 ઓક્ટોબરની રાત્રે અને 23 ઓક્ટોબરની સવારે જોવા મળશે.જોવાનો શ્રેષ્ઠ સમય રાત્રિના 1:30 વાગ્યા પછીથી ભોર સુધીનો સારો છે.21-22 ઓક્ટોબરની રાત્રે ચંદ્ર ખૂબ નાનો (ક્રેસન્ટ) હશે અને સવારે 4 વાગ્યા પછી ડૂબી જશે.

~~~

(4) ઈટા એક્વેરિડ્સ ઉલ્કાવર્ષા (Eta Aquariid Meteor Shower) :

ઈટા એક્વેરિડ્સ ઉલ્કાવર્ષા પ્રખ્યાત હેલી કોમેટ (1P/Halley) ના અવશેષોને કારણે થતી બીજી ઉલ્કાવર્ષાછે (ઓરિયોનિડ્સની જેમ). તેનું નામ કુંભ રાશિ (Aquarius constellation)ના તારા ઈટા એક્વેરી (Eta Aquarii)ની નજીકના radiant પરથી પડ્યું છે.

આ ઉલ્કાવર્ષા ઓરિયોનિડ્સની “જોડિયા બહેન”છે.બંને હેલી કોમેટના ધૂળમાંથી થાય છે, પરંતુ ઈટા એક્વેરિડ્સ પૃથ્વીના કોમેટના આગળના ભાગમાંથી પસાર થવાથી થાય છે, જેના કારણે તે વધુ ઝડપી અને લાંબા ટ્રેલ્સવાળી હોય છે.

આ ઉલ્કાઓ જોવાનો સક્રિય સમયગાળો 19 એપ્રિલથી 28 મે સુધીનો છે.5-6 મે 2025 ની રાત્રે (ભારતીય સમય પ્રમાણે 6 મેની રાત્રે અને 7 મેની સવારે જોઈ શકાશે.
જોવાનો શ્રેષ્ઠ સમય સવારે 3:30 વાગ્યાથી સવાર સુધીનો છે

આદર્શ પરિસ્થિતિઓમાં (દક્ષિણ ગોળાર્ધમાં)પ્રતિ કલાકે 40 થી 85 ઉલ્કાઓ(ZHR = 50-85).અને ઉત્તર ગોળાર્ધ (ભારતમાં) જોઈ શકાશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here