જીવનમાં થાક માત્ર શારીરિક કે માનસિક નથી હોતો, તે આત્માનો થાક હોય છે.ઘર માયાજાળમાંથી મુક્તિનું દ્વાર જગતની વ્યાખ્યા છે આપણે બહારની દુનિયામાં દરરોજ એક યુદ્ધ લડીએ છીએ ઓફિસમાં, સમાજમાં, કે લક્ષ્યો હાંસલ કરવામાં. આ બધી માયાજાળથી છૂટકારો મેળવવાનું એકમાત્ર સરનામું હોય છે ઘર.
ઘર એટલે એક એવો ‘અંતરાલ’ જ્યાં તમારા કામ, પૈસા કે પદની કોઈ કિંમત નથી.એક એવી જગ્યા જ્યાં તમે માત્ર તમે છો, કોઈ ભૂમિકામાં નહીં. અમારા અસ્તિત્વની ઊર્જાનું પુનર્ભરણ કેન્દ્ર.જ્યારે પણ જીવનની લડાઈઓ તમને ઘૂંટણિયે પાડી દે છે, ત્યારે ઘરની કલ્પના જ નવી ઊર્જા આપે છે.

ઘરથી થાક એટલે શું?
જ્યારે વ્યક્તિ ઘરથી થાકી જાય છે, ત્યારે તે ખરેખર દીવાલોથી નહીં, પણ આ વસ્તુઓથી થાકે છે નિરંતર અપેક્ષાઓ ‘ઘરના સભ્ય’ હોવાની અનંત જવાબદારીઓ અને રોલ નિભાવવાનો થાક.ભાવનાત્મક અવરોધો જ્યાં સંવાદ નથી, પણ માત્ર મૌન કે ઝઘડા છે.સંપૂર્ણતાનો ભાર પોતાના ઘરને ‘પરફેક્ટ’ બનાવવાની દોડ.જ્યારે તમારું આશ્વાસનનું કેન્દ્ર જ તમને બોજ લાગવા માંડે, ત્યારે જીવનની આખી ગણતરી ખોટી પડી જાય છે. સવાલ એ છે કે, જેણે પોતાનું ‘ઘર’ ગુમાવી દીધું, તે ક્યાં શાંતિ શોધશે? સ્વયંની અંદરનું ‘ઘર’આ પ્રશ્નનો પ્રેરણાદાયી ઉત્તર બહારની દુનિયામાં નહીં, પણ આપણી અંદર રહેલો છે. થાકેલા લોકો ઘરને શોધે છે, પણ ઘરથી થાકેલા લોકોએ કોઈ નવી જગ્યા નહીં, પણ નવી જીવનની સ્થિતિ શોધવી પડે છે. આ સ્થિતિ છેઆંતરિક શાંતિ. જો બહારનું ઘર થાકી ગયું હોય, તો તમારી અંદરની યાત્રા શરૂ કરો. ધ્યાન (Meditation) એ જ એવું અંતિમ સરનામું છે જ્યાં બહારની દુનિયા કે ઘરનો કોઈ થાક પહોંચી શકતો નથી. તમારું આત્મા જ તમારું સાચું ઘર છે.પોતાની અંદરના કલાકાર, લેખક કે સેવાભાવને જગાડો. જ્યારે તમે કોઈ કામમાં પોતાને સંપૂર્ણ રીતે અર્પણ કરી દો છો, ત્યારે જવાબદારીઓનો ભાર નહીં, પણ આનંદ અનુભવાય છે.જો ઘરના સંબંધો થાકનું કારણ હોય, તો ભાગી જવાને બદલે સંવાદ કરો. પ્રેમ અને સ્વીકૃતિની પુનઃસ્થાપના જ ઘરને ફરી ‘ઘર’ બનાવી શકે છે.જો તમે ઘરથી થાક્યા છો, તો આ એક સંકેત છે કે તમારે બહારના વિશ્વની નહીં, પણ પોતાના મનની સફાઈ કરવાની જરૂર છે. જ્યાં સુધી તમે તમારા મનને શાંતિનું ઘર નહીં બનાવો, ત્યાં સુધી દુનિયાનું કોઈ સરનામું તમને સાચી શાંતિ આપી શકશે નહીં. તમે બહારના વિશ્વમાં લડાઈઓ લડીને ઘરે આવો છો. હવે સમય છે કે તમે તમારા ઘરની અંદરની લડાઈઓ જીતીને પોતાના આત્મામાં સ્થિર થાઓ. આ જ અંતિમ મુક્તિ છે.ઘર એક અદ્ભુત ભેટ છે, જ્યાં પ્રેમ, હૂંફ અને આશ્વાસન મળવું જોઈએ. પરંતુ જો તમારું પોતાનું ઘર તમને શાંતિ ન આપી શકતું હોય, તો યાદ રાખો કે દુનિયામાં બીજા પણ આશ્રયસ્થાનો છે. ક્યારેક, તમારું હૃદય જ તમારું સાચું અને અંતિમ ઘર બની શકે છે, જ્યાં તમે થાક્યા-હાર્યા વગર પાછા જઈ શકો છો.

લેખિકા – દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

