માનવજીવનની યાત્રામાં બે પ્રકારના માર્ગો હોય છેએક છે ક્ષણિક સુખ-સગવડનો માર્ગ, અને બીજો છે કાયમી સંતોષ અને સાર્થકતાનો માર્ગ. જીવનમાં દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ .ક્ષણિક ધન અને લાગણીઓ પર નહીં, પણ મહાન સિદ્ધિઓ અને અંતિમ લક્ષ્ય પર હોવું જોઈએ.
દૌલત (ધન-સંપત્તિ) જીવનને સરળ બનાવે છે, પણ તે ક્યારેય જીવનનું અંતિમ લક્ષ્ય ન બની શકે. જો કોઈ વ્યક્તિનો ‘નસો’ (લગન કે ધૂન) માત્ર ધન ભેગું કરવાનો હોય, તો તે હંમેશા પૈસાની પાછળ દોડતો રહે છે. આ દોડમાં તે ઘણીવાર આંતરિક શાંતિ, સંબંધો અને નૈતિક મૂલ્યોને ગુમાવી દે છે. દૌલતનો નશો તૃષ્ણાને જન્મ આપે છે, અને તૃષ્ણા ક્યારેય પૂરી થતી નથી.
એનાથી વિપરીત, જ્યારે ‘નસો’ કામિયાબી (સફળતા) નો હોય છે, ત્યારે વ્યક્તિનો આખો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. અહીં સફળતા એટલે માત્ર બેંક બેલેન્સ નહીં, પરંતુ કોઈ ચોક્કસ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવી.
પોતાના કૌશલ્યને નિખારવું.
સમાજ કે દુનિયા માટે કંઈક અનોખું યોગદાન આપવું. પોતાના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવો.
કામિયાબીનો નસો વ્યક્તિને સકારાત્મક ઉર્જા આપે છે. તે વ્યક્તિને સખત મહેનત કરવા, નવું શીખવા અને પડકારોનો સામનો કરવા પ્રેરિત કરે છે. જ્યારે વ્યક્તિ પોતાના ધ્યેયમાં સફળ થાય છે, ત્યારે દૌલત એ પરિણામ સ્વરૂપે આપોઆપ તેની પાછળ આવે છે, પણ હવે આ દૌલત તૃષ્ણા નહીં, પણ સાર્થકતાનો સંતોષ લઈને આવે છે.
જીદ મહોબ્બતની નહીં, મંઝિલની રાખીએ
પ્રેમ (મહોબ્બત) અને સંબંધો માનવ જીવનનો સુંદર હિસ્સો છે. જીવનમાં પ્રેમનું મહત્ત્વ છે, પરંતુ જો જીવનની ‘જીદ’ (દૃઢ સંકલ્પ કે હઠ) માત્ર પ્રેમ મેળવવાની કે તેમાં જ ખોવાયેલા રહેવાની હોય, તો વ્યક્તિ પોતાના જીવનની મુખ્ય જવાબદારીઓ અને ધ્યેયોથી દૂર થઈ શકે છે. પ્રેમ જીવનને પૂરક બનાવે છે, પણ તે જીવનનો સંપૂર્ણ સારાંશ નથી.
આના બદલે, જો જીદ મંઝિલ (લક્ષ્ય) ની હોય, તો તે વ્યક્તિને એક શક્તિશાળી દિશા આપે છે. મંઝિલની જીદ વ્યક્તિને સ્પષ્ટતા અને સ્થિરતા આપે છે:
મારે શું બનવું છે?મારે શું હાંસલ કરવું છે?મારે દુનિયા પર કેવી અસર છોડવી છે?મંઝિલની જીદ એ એક રચનાત્મક હઠ છે, જે વ્યક્તિને સમયનો સદુપયોગ કરવા, સ્વ-શિસ્ત જાળવવા અને વિઘ્નો સામે મક્કમ રહેવા શીખવે છે. જ્યારે વ્યક્તિ મંઝિલ હાંસલ કરે છે, ત્યારે તેનું વ્યક્તિત્વ મજબૂત બને છે, અને તે પોતાના જીવનમાં પ્રેમ અને સંબંધોને વધુ સારી રીતે સંભાળી શકે છે.
સાચો પ્રેમ હંમેશા વ્યક્તિને તેની મંઝિલ હાંસલ કરવા માટે પ્રેરણા આપે છે, જ્યારે માત્ર પ્રેમની હઠ વ્યક્તિને નિર્બળ બનાવી શકે છે.
તમારું ધ્યાન ત્યાં જ હોવું જોઈએ, જ્યાંથી તમને કાયમી સંતોષ મળે.દૌલત અને મહોબ્બત એ જીવનની સુવિધાઓ છે.
કામિયાબી અને મંઝિલ એ જીવનની દિશા છે.
જો તમે કામિયાબીના નશામાં અને મંઝિલની જીદમાં જીવશો, તો તમારું જીવન ઉદ્દેશ્યપૂર્ણ, ઊર્જાથી ભરપૂર અને પ્રેરણાદાયક બની રહેશે. આવી સફળતાથી મળેલું સુખ ક્યારેય ઓછું થતું નથી, કારણ કે તે તમારી મહેનત અને આત્મવિશ્વાસનો પાયો છે.
યાદ રાખો સફળતાનો રસ્તો મહેનતથી બને છે, માત્ર સપના જોવાથી નહીં. તમારા લક્ષ્યોને એટલા ઊંચા રાખો કે દૌલત અને પ્રેમ તેની સિદ્ધિના માર્ગમાં આવતા નાના સ્ટેશન બની રહે.

લેખિકા -દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

