સામાન્ય રીતે જ્યાં માનવો અને પક્ષુઓની ખુવારી સર્જાય ત્યારે સૌથી પહેલા ગીધનાં ટોળેટોળાં ઊમટી આવે. આકાશમાં દૂરદૂરથી ચકરાવો લઈને મડદાને જોઈને તરાપ મારતા ગીધ નુ દ્રશ્ય હવે દુર્લભ બન્યું છે.. અદૃશ્ય થઈ રહેલા અને ગીધોની ઘટતી જતી વસ્તી પર્યાવરણવિદો માટે ચિંતાનો વિષય બન્યો છે.

ગીધનો મુખ્ય આહાર મુડદાલ માંસ છે. ખૂબ ઊંચેથી માત્ર મડદાની વાસને આધારે કે કાગડા-કૂતરા ભેગા થયા હોય તેને આધારે પોતાનો ખોરાક શોધી કાઢનાર ગીધ એક અલમસ્ત ભેંસનું મડદું ૧૫ મિનિટમાં સફાચટ કરી નાંખે છે. માંસ આરોગવાની તેની પદ્ધતિ પણ અનોખી છે. માંસ સંપૂર્ણ આરોગી જાય પછી માત્ર હાડકાં જ બચે, બીજું કંઈ નહિ. જ્યાં માનવી પહોંચી ન શકે ત્યાં મડદા જો દિવસો સુધી સડ્યા કરે તો હવા પ્રદૂષિતથાય એમ ન થાય એ માટે કુદરતે જ ગીધને સફાઈનું કામ સોંપેલું છે. કુદરતના આ સફાઈ કામદારોએ સદીઓથી પોતાની કામગીરી દ્વારા વાતાવરણને ખરાબ થતું બચાવ્યું છે, પરંતુ ક્રમશઃ
તેમની સતત ઘટતી જતી સંખ્યા ચિંતાનો વિષય બની છે.
હવે માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ દેશભરમાં સંખ્યા ઘટી રહી છે.
મૃતદેહો ખાઈને પોષણ મેળવતા ગીધ કુદરતી રીતે રોગચાળો ટાળવા માટે પર્યાવરણની મહત્ત્વની કડી તરીકે આવાં પક્ષીઓ કામ કરતા હોય છે.
મૃતદેહોના જથ્થાને સાફ કરીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં ગીધોનો ફાળો અમૂલ્યછે. પૃથ્વીના કોઈ પણ ભાગમાં પુર, ધરતીકંપ, વાવાઝોડું કેજેવી આફતો આવે ત્યારે મોટી સંખ્યામાં થયેલી ખુવારીપછી મડદાનો નિકાલ આપોઆપ થાય તે માટે કુદરતે ગીધજેવા પક્ષીનું સર્જન કર્યું છે.
ભારતમાંથી ૯૫ ટકા જેટલા ગીધનું નિકંદન પામતી આ જાતિની સંખ્યામાં છેલ્લા પાંચ-છ વર્ષથી ઉત્તરોત્તર ઘટાડો થવાનેકારણે વૈજ્ઞાનિકો ચિંતિત થયા છે.
વિયેટનામ, થાઈલેન્ડ, લાસ જેવા ઘણાં એશિયન દેશોએ ચિંતા પ્રગટ કરી છે કે હવે તો મરેલા ઢોરના મૃતદેહ પણ ગીધોને એકઠા કરવામાં નિષ્ફળ જાય છે. આ અંગે નિરાશાના સૂર વ્યક્ત કરતા ડૉ. પ્રકાશ જણાવે છે કે જ્યારે તે પક્ષીઓ આપણી આસપાસ હાજર હતા ત્યારે કોઈએ તેમની ફિકર કરવાની દરકાર ના લીધી પણ હવે જ્યારે અદૃશ્ય થઈ ગયા છે ત્યારેઆપણે ઊંઘતા ઝડપાયા છીએ.

ભારતમાં મૃત જનાવરોના માંસ પર નભતી મુખ્યત્વે બે ગીધ જાતિનું લગભગ નિકંદન નીકળી જવા પામ્યું છે. આમાં સફેદ પીઠ ધરાવતા ગીધ અને લાંબી ચાંચ ધરાવતા ગીધોની
સંખ્યામાં ૯૬ ટકા ઘટાડો થયો છે. જો તેમને ઉગારી નહિ લેવાયતો ભારતમાંથી ગીધનું અસ્તિત્વ મટી જશે.
આ પ્રજાતિની વસ્તી ઘટવા પાછળનું મુખ્ય કારણ
ડાયક્લોફેનેક નામની દવા છે, જે પશુઓને દુખાવા માટે આપવામાં આવે છે. મૃત પશુઓના માંસમાં આ દવા રહી જાય છે. અને ગીધ જો તે ખાય તો કિડની ફેલ થઈને મોતને ભેટે છે. આ ઉપરાંત અન્ય દવાઓ જેમ કે એસિક્લોફેનેક, કિટોપ્રોફેન અને નિમેસુલાઈડ પણ જોખમી છે.
આ પ્રજાતિના વિનાશ માટે અન્ય કારણોમાં વિષાણુ, વીજળીના તારમાં અથડાવું, ખોરાકની અછત અને ઔદ્યોગિક કચરો પણ સામેલ છે.
ગીધનો મુખ્ય ખોરાક મુડદાલ માંસ છે. આ જુદા જુદા પ્રકારના મુડદાલ માંસના નમૂનાઓનું પૃથ્થકરણ કરાવતાં માલૂમ પડ્યું કે મુડદાલમાંસમાં D. D.T. અને B. H.C. જેવી ખતરનાક જંતુનાશક દવાઓના અંશો મોજૂદ હતા. આ માંસ આરોગનાર મૃત પક્ષીઓના શરીરમાઆવી જંતુનાશક દવાઓના અંશો મોજુદ હતા.વૈજ્ઞાનિકોના માનવા પ્રમાણે ઢોરોના શરીરમાંથી મળતું. આ રસાયણ તેના જથ્થાના પ્રમાણને કારણે જીવલેણ હોતું નથી પણ સતત રીતે ગીધના શરીરમાં થતો આ રસાયણોનો વધારો સરવાળે ગીધોના મોતનુંકારણ બને છે. આ ઉપરાંત આવા જતુંનાશક દ્રવ્યોના કારણેપક્ષીઓની પ્રજનન ક્ષમતામાં પણ ઘટાડો થતો હોય છે. ગીધો વર્ષે માંડ બે ત્રણ ઈંડા મૂકતા હોય છે અને આ રસાયણોના
કારણે તેમની ઉત્પાદકતા ઘટવાની સાથે સાથે ઈંડાની દીવાલોપણ પાતળી પડતી હોવાનું જણાયું છે.
ગીધોની ઘટતી જતી વસ્તી પાછળ અનેક બીજા ઘણા કારણો જાણવા મળ્યા છે. તે મુજબ ભરતપુરની આસપાસના વિસ્તારોમાં
જોવા મળતા ગીધો રોગચાળાના ભોગ બન્યા છે. તેમનું શરીર ક્ષીણ થઈ જવાથી ઊડી શકતા નથી અને થોડા સમયમાં મોતનેશરણ થઈ જાય છે, સામાન્ય રીતે બધા ગીધો કસાઈખાનાની આસપાસ વધારે જોવા મળે છે.જેના કારણે તેમનામાં ક્યારેય બીજા જૂથના ગીધો સાથે પ્રજનન શક્ય બનતું નથી તેથી અંદરોઅંદરના પ્રજનનના કારણે આ બધા ગીધની નવી પેઢી શારીરિક રીતે નબળી પડતા હોવાનું જણાયું છે. એ ઉપરાંત કસાઈ ખાનામાંથી ગીધોને પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળતો હોવાને કારણે તથા કસાઈ ખાનાની આસપાસ વધતી જતી માનવ વસ્તીનાકારણે પણ ગીધોની વસ્તી ઘટવા માંડી છે. બીજી બાજુ ગીધોના માંસ ભક્ષણને કારણે પણ તેનું નિકંદન થઈ રહ્યું છે. ખાસક રીને દક્ષિણ ભારતના લોકો ગીધનું માંસ ખાવાના શોખીન છે.
એ ઉપરાંત જંગલ વિસ્તારમાં પ્રાણી ભક્ષી વાઘ સિંહને મારવા માટે સુકાયેલા ઝેરી પ્રાણીના મૃત દેહમાંથી પોષણ મેળવનારા ગીધો મોતને શરણે થવા લાગ્યા છે. એ ઉપરાંત વર્લ્ડ ફંડ ફોર નેચરના ડૉ. એસ.એમ. સાથીઅનના જણાવ્યા અનુસાર ગીધોની રહેવાની અને વસવાટની આદતોમાં થયેલા ફેરફારને કારણેગીધોના મૃત્યુનું પ્રમાણ વધી ગયેલું જણાયું છે.


