ARTICLE : પૃથ્વી પર બ્રહ્માંડમાંથી 72 હજારકિમી/કલાક ની ઝડપે રજકણોની સવારી આવી રહી છે

0
19
meetarticle

આજકાલ અવકાશમાં હવાઈ સફરક્ર્મશ:વધતી જઈ રહી છે. બ્રહ્માંડનો તાગ મેળવવા અવકાશ માં શોધ સંશોધન માટે ઉપગ્રહો, રોકેટ, સ્પેસ સ્ટેશન વગેરેના પરિભ્રમણ દરમ્યાન ઘણી માહિતી. વૈજ્ઞાનિકોના ધ્યાને આવી. અવકાશ માં જમીન ન હોવાથી ઘણા ખતરાઓનો સામનો કરવો પડતો હોય છે. પણ આ બધાં ખતરાઓમાં
અવકાશમાં સૌથી મોટો ખતરો કોસ્મિક ડસ્ટનો ખતરો જોવા મળ્યો છે.
બ્રહ્માંડ નો કોઈ અજાણ્યા ક્ષેત્ર માંથી કોઇ અજાણી વસ્તુ, જે સ્પેસશટલ સાથે ટકરાઈ
શકે અથવા તો સ્પેસવોક વખતે અવકાશયાત્રીના સ્પેસસૂટને નુકસાન કરી શકે છે. એટલું જ નહીં, વૈજ્ઞાનિકોના મતે આવા મોટા કદના પદાર્થો પૃથ્વી પર પહોંચી જાય તો મોટી આફત નોતરી શકે છે, એટલે પૃથ્વી તરફ આવી રહેલી આવી વસ્તુને જાણવા, સમજવા અને ખતરાનો અંદાજો લગાવવા
માટે વિશ્વભરની અગ્રણી સ્પેસ એજન્સીઓ મથામણ કરી રહી છે.જેમાં અમદાવાદમાં આવેલી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, એટલે કે PRLએ એક નાનકડું
ઇક્વિપમેન્ટ બનાવીને અવકાશમાં મોકલ્યું છે. એક નાનકડા ચોરસ બોક્સે વિજ્ઞાનની દુનિયામાં નવા માપદંડો નક્કી કર્યા છે. આ બોક્સ એટલેકે કોસ્મિક ડસ્ટ એક્પરિમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, જે DEXના નામે ઓળખાય છે. નોંધવા જેવી વાત એ છે કે આ ઇક્વિપમેન્ટ વિશ્વમાં ક્યાંય બજારમાં મળતું નથી,એટલે PRLએ સ્વદેશી ઢબે જાતે બનાવ્યું છે. હવે DEXએ આપેલા ડેટાનું PRLના વૈજ્ઞાનિકો હાલ પૃથકરણ કરી રહ્યા છે, જેમાંથી ઘણી મહત્ત્વની માહિતી સામે આવી છે.આ ટીમ લીડ કરનાર વૈજ્ઞાનિક પ્રોફેસર જયેશ પાબારીએ આ માહિતીનો કેવી રીતે માનવજીવન અને અવકાશ મિશનમાં ઉપયોગ થઈ શકે એ અંગે વિસ્તૃત માહિતી આપી છે.પ્રોફેસર પાબારીએ જણાવ્યુંછે કે આ ભારતનો પહેલો કોસ્મિક ડસ્ટ એક્સપેરિમેન્ટ છે. આ વિષય પર દુનિયામાં ચારેક ગ્રુપ જ કામ કરે છે. એમાનું એક ગ્રુપ અમારું PRLનું છે. અમેરિકાએ ચારેક ડિટેક્ટર્સ અલગ-અલગ ગ્રહ પર મોકલેલા છે. ઉપરાંત જર્મની, જાપાન અને રશિયાએ પણ આ ક્ષેત્રે કામ કર્યું છે, જોકે એક્ટિવ ગ્રુપ અમેરિકા, જર્મની અને ભારતમાં જ છે.લગભગ ૪.૬ બિલિયન વર્ષ પહેલાં સૂર્યમંડળ બન્યું. સૌરમંડળ બન્યા પછી અમુક ટુકડા બચી
ગયા, જેને પ્રિસ્ટાઇન કહેવાય છે, જે સૂર્યમંડળમાં બે જગ્યાએ એકઠા થયેલા છે, જેમાંની એક જગ્યા એસ્ટેરોઇડ અને બીજી જગ્યા કાઈપર કે કુપ૨બેલ્ટ તરીકે ઓળખાય છે. એમાં પાર્ટિકલની સંખ્યા હજારો કરોડમાં છે. આ પાર્ટિકલ પણ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે અને લાખો વર્ષોની યાત્રાબાદ અલગ-અલગ ગ્રહો સુધી પહોંચે છે.સૌરમંડળમાં સૌથી કેન્દ્રમાં સૂર્ય છે. બુધ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. ત્યાર બાદ શુક્ર, પૃથ્વી અને મંગળ પરિભ્રમણ કરે છે. મંગળ અને ગુરુની વચ્ચે એસ્ટરોઇડ બેલ્ટ આવેલું છે. એ પછી શનિ, યુરેન્સ અને નેપ્ચ્યૂન આવેલા છે. એસ્ટેરોઇડ બેલ્ટમાંથી નાના પાર્ટિકલ્સ બહારની તરફ જાય છે અને મોટા અંદરની તરફ આવે છે. પહેલાં આ પાર્ટિકલ્સ મંગળની નજીક જાય છે, જો ત્યાંથી બચી જાય તો પૃથ્વી પાસે આવે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી તે ખેંચાઈને વાતાવરણમાં ન પ્રવેશી શકે તો શુક્ર તરફ આગળ વધી જાય છે. ત્યાર બાદ બુધ અને
ત્યાં પણ બચી જાય તો સૂર્ય તરફ જતા રહે છે. જેમ-જેમ સૂર્યની નજીક જાય એમ તાપમાન વધતું જાય અને અંતે સૂર્યની ગરમીના કારણે આવાં પાર્ટિકલ બળી જતાં હોય છે.પૃથ્વીની નજીકથી પસાર થતાં આવાં પાર્ટિકલના અભ્યાસ માટે જ PRLએ કોસ્મિક ડસ્ટ એક્પરિમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું
છે. અવકાશમાં પૃથ્વીની સપાટીથી ૩૫૦ કિલોમીટર ઊંચાઈએ ભ્રમણ કરતા આ ઇન્સ્ટ્રુમેન્ટમાં કરોડો કિલોમીટર દૂરથી આવેલાં પાર્ટિકલ અથડાયછે. DEXમાં રાખેલા સેન્સર અને અન્ય ઇક્વિપમેન્ટ મારફત આવાં પાર્ટિકલનો ડેટા મળે છે, જે બાયનરી ફોર્મેટમાં હોય છે. એમાં ડસ્ટની સિગ્નેચરઅથવા ઇન્ફોર્મેશન હોય છે. આ સાથે જ સ્પેસમાં ડિટેક્ટરનું બેક ગ્રાઉન્ડ પણ જાણી શકાય છે. આ તમામ ડેટાને ફિલ્ટર કરીને એનું એનાલિસિસ
કરવામાં આવે છે. અમે કેટલાક મહિનાઓ સુધી ઓબ્ઝર્વેશન કર્યું. ત્યાર બાદ સતત ૨૨ દિવસ સુધી એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. આ પાર્ટિકલનું કદ આશરે ૨૬૦ મિમીથી ૨૩૦ મિમી જેટલું છે. આ ઇક્વિપમેન્ટની નીચે અને આજુબાજુના ભાગમાં ટાર્ગેટ પ્લેટ્સ લગાવી છે.

તે PSLV-C58/XPoSat મિશનના POEM પર 1 જાન્યુઆરી 2024ના રોજ 350 કિમી ઊંચાઈએ લોંચ થયો હતો અને ફેબ્રુઆરી 2024 સુધી કાર્યરત રહ્યો. તેણે આંતરગ્રહીય ધૂળ કણો ને સફળતાપૂર્વક ડિટેક્ટ કર્યા છે, જેની અસર દર 1000 સેકન્ડે એક વાર થાય છે.DEX વેનસ (VODEX) અને મંગળ (MODEX) મિશન માટેનું પ્રોટોટાઇપ છે અને સ્પેસક્રાફ્ટ સુરક્ષા, ડસ્ટ ઇમ્પેક્ટ અને સોલર સિસ્ટમના ઉદ્ભવ વિશે મહત્વની માહિતી આપે છે.

DEX હાઇપરવેલોસિટી ઇમ્પેક્ટ પ્રિન્સિપલપર આધારિત છે. તે ધૂળના કણોને ભૌતિક રીતે પકડતું નથી, પરંતુ જ્યારે કોઈ ઇન્ટરપ્લેનેટરી ડસ્ટ પાર્ટિકલ અતિ ઝડપે (કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે) ડિટેક્ટરની સપાટી પર અથડાય છે, ત્યારે ઉત્પન્ન થતા ઇમ્પેક્ટ સિગ્નલ (જેમ કે ધ્વનિ/વાઇબ્રેશન/ઇલેક્ટ્રિકલ સિગ્નલ) ને “સાંભળી”ને રેકોર્ડ કરે છે.
આ ટેક્નિકને કારણે ખૂબ જ નાના (માઇક્રોસ્કોપિક) કણો પણ ડિટેક્ટ થઈ શકે છે.

સૂર્યમંડળની રચના લગભગ ૪.૬ અબજ (૪.૬ બિલિયન) વર્ષ પહેલાં થઈ હતી.જેના અનુસાર સૂર્ય અને ગ્રહો એક વિશાળ વાદળ માંથી બન્યા હતાં.આ વાદળ મુખ્યત્વે હાઇડ્રોજન, હિલિયમ અને થોડી ધૂળ થી બનેલું હતું.જે પાછલા તારાઓના સુપરનોવા વિસ્ફોટથી મળેલા હેવી એલિમેન્ટ્સથી સમૃદ્ધ હતું.શરૂઆતી વાદળ એક વિશાળ, ઠંડું, ઘનતાવાળું ગેસ અને ધૂળનું ક્લાઉડ અસ્થિર બન્યું. નજીકના સુપરનોવાના શોકવેવે તેને સંકોચાવા માટે ટ્રિગર કર્યું. ગુરુત્વાકર્ષણથી
વાદળ સંકોચાયું, ઘર્ષણ અને રોટેશન વધ્યું. તે ફ્લેટ ડિસ્ક માં ફેરવાયું. સેન્ટરમાં વધુ મટિરિયલ જમા થયું.ડિસ્કના કેન્દ્રમાં પ્રેશર વધતાં હાઇડ્રોજન ફ્યુઝન શરૂ થયું. સૂર્ય 99.8% માસ લઈ લીધો અને સોલર વિન્ડે બાકીના ગેસને સાફ કર્યો. ગ્રહોનું નિર્માણ ડિસ્કમાં ધૂળ કણો એકબીજા સાથે અથડાઈને પ્લેનેટેસિમલ્સ બનાવ્યા. તેમાંથી પ્રોટોપ્લેનેટ્સ અને પછી ગ્રહો બન્યા. આંતરિક ભાગમાં ગરમીને કારણે રોકી પ્લેનેટ્સ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ),બાહ્ય ઠંડા ભાગમાં ગેસ/આઇસ જાયન્ટ્સ ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન બન્યા.

એસ્ટરોઇડ્સ, કોમેટ્સ અને આજના (કોસ્મિક ડસ્ટ) એ પ્રિમોર્ડિયલ મટિરિયલના અવશેષ છે. ડાયાગ્રામમાં દર્શાવ્યા પ્રમાણે, ૪.૬ અબજ વર્ષ પહેલાંના વાદળથી લઈને આજના સૂર્યમંડળ સુધીની પ્રક્રિયા સ્પષ્ટ કરે છે.

કોસ્મિક ડસ્ટનું મહત્વએ છે કે
DEX જેવા એક્સપેરિમેન્ટ્સ IDPs ને અભ્યાસ કરે છે, જે કોમેટ્સ, એસ્ટરોઇડ્સ અને સોલર નેબ્યુલાના પ્રારંભિક કણો છે. આનાથી સૂર્યમંડળના ઉદ્ભવ, પ્લેનેટ્સની રચના, ઓર્ગેનિક મોલિક્યુલ્સ (જીવનની શરૂઆત માટે) અને સ્પેસ મિશન માટે જોખમો (ડસ્ટ ઇમ્પેક્ટથી સ્પેસક્રાફ્ટને નુકસાન) વિશે જાણવા મળે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here