કિયારા અડવાણી આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ વોર 2ને લઈને સતત ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં રિલીઝ થયું હતું જેમાં તે બિકીની પહેરેલી જોવા મળી હતી તેથી તેની ખૂબ જ જોરદાર રીતે ચર્ચા થઈ હતી. અભિનેત્રી ફિલ્મની સાથે જ ગયા મહિને એક પુત્રીને જન્મ આપ્યો હતો.
કિયારા આ દિવસોમાં તેની માતૃત્વનો આનંદ માણી રહી છે. તેથી કિયારાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને જેમાં માતા બન્યા બાદના અનુભવો શેર કરતી જોવા મળી રહી છે. તેણીએ જણાવ્યું હતું કે, તેની પુત્રીના જન્મ બાદ આખું જીવન બદલાઈ ગયું છે.
કિયારાનું માતા બન્યા બાદ બદલાયું જીવન
હકીકતમાં કિયારાએ મોડી રાત્રે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. અભિનેત્રી માતા બન્યા બાદના અનુભવો શેર કરતા પોસ્ટમાં જણાવ્યું હતું કે, હું તારું ડાયપર બદલું છું, તમે મારું જીવન બદલી નાખ્યું છે. આ એક ફેયર ડિલ છે. કિયારા અડવાણીએ આ પોસ્ટિમાં દિકરીના જન્મ બાદ કેવી રીતે જીવન બદલાઈ ગયું અને કેવી રીતે તેનું ધ્યાન રાખી રહી છે એ અંગે વાતચીત કરે છે. અભિનેત્રીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઈ રહી છે.
કિયારા અડવાણીનું અંગત જીવન
તમને જણાવી દઈએ કે કિયારાએ 15 જુલાઈ 2025ના રોજ તેની પુત્રીને જન્મ આપ્યો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ જાહેરાત કરી હતી. અભિનેત્રીએ રિલાયન્સ હોસ્પિટલમાં તેની પુત્રીને જન્મ આપ્યો હતો. કિયારા અને સિદ્ધાર્થના લગ્ન વર્ષ 2023માં થયા હતા. બંનેના લગ્ન રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયા હતા. કિયારા અડવાણીની ફિલ્મ વોર 2ની વાત કરીએ તો, આ ફિલ્મમાં તે ઋતિક રોશન અને જુનિયર એનટીઆર જોવા મળશે. આ ફિલ્મ 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન આર્યન મુખર્જી દ્વારા કરવામાં આવ્યું છે.


