નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ જ છે. હાલ ડેમના ૧૫ ગેટ ખોલવામાં આવ્યા છે. સાંજે ડેમની સપાટી ૧૩૩.૫૦ મીટર થઇ હતી. ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે.
ડેમમાં પાણીનો આજની સ્થિતિએ ગ્રોસ સ્ટોરેજ ૪૧૪૬ એમસીએમ એટલે કે ૮૩ ટકા સંગ્રહ થઇ ચૂક્યો છે. સાંજે ડેમમાં પાણીની આવક ૪,૪૫,૧૩૪ ક્યુસેક હતી.
જેની સામે નદીમાં પાણીની જાવક ૪,૧૪,૪૬૪ ક્યુસેક નોંધાઇ હતી. ડેમમાં પાણીની આવક થતા રિવર બેડ પાવર હાઉસના ૬ ટર્બાઇન અને કેનાલ હેડ પાવર હાઉસના ૪ ટર્બાઇન ચાલુ કરીને વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. નદીમાં પાણી સતત છોડાતું હોવાથી નર્મદા, ભરૃચ અને વડોદરા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ગઇકાલે ૩.૫૦ લાખ ક્યુસેક પાણી છોડાતું હતું, જેની સરખામણીએ આજે વધુ પાણી છોડાઇ રહ્યું છે.


