આજ રોજ રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ ભાભર ખાતે ભાભર તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા નું આયોજન થયું જેમાં અસાણા પ્રા.શાળા ની અંડર-14 બહેનો ની ટિમ તાલુકાની 12 ટિમો માં પ્રથમ નંબરે આવી શાળાનું અને ગામનું નામ રોશન કરેલ છે તમામ દિકરીઓ ને ખૂબ ખૂબ અભિનંદન સાથે જિલ્લામાં પણ નંબર વન બની આવો એવી શુભેચ્છાઓ આમ હવે આગામી જિલ્લા કક્ષાએ ભાભર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે આ રમત સ્પર્ધામાં કોચની ભૂમિકા માં શાળાના પી.ટી.શિક્ષકશ્રી ઈશ્વરભાઈ અને કલ્પનાબેન ના માર્ગદર્શન માં ટીમ ને તૈયાર કરવામાં આવી હતી
સાથે શાળા પરિવાર નો પણ ખૂબ સહયોગ મળ્યો આ પ્રસંગે શાળા પરિવાર,smc, ગ્રામજનો હર્ષની લાગણી અનુભવે છે
અહેવાલ:- સિદ્ધરાજ ઠાકોર અસાણા


