ચાણોદ ખાતે પવિત્ર નર્મદાજી મૈયા ને સાડી પરિધાન કરાવી નર્મદાજીના પૂજ્ય અર્ચન સાથે વડોદરા ના શિવ ભક્તો વડોદરા પંચનાથ મહાદેવ ને પવિત્ર નર્મદાજીના જડા અભિષેક માટે મોટી સંખ્યામાં શિવ ભક્તો નર્મદા જળ લાઈવ વડોદરા કાવડીયાત્રા નું પ્રસ્થાન કર્યું.

ચાણોદ થી વડોદરા સમા પંચનાથ મહાદેવ ખાતે કાવડ યાત્રા 11માં વર્ષે શિવભક્તોનું પ્રસ્થાન હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવ ભક્તો શિવજીને રીઝવવા દૂધ નર્મદા જળ બીલીપત્ર પુષ્પા ધતુરા સહિત અબીલ ગુલાલ તલ લીલા નાળિયેર નો અભિષેક મધ વગેરે ના અભિષેક કરી શિવજીના આશીર્વાદ મેળવવા શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળે છે તો બીજી બાજુ શિવજીને રુદ્રી રુદ્રાભિષેક ઓમ નમઃ શિવાય ના જાપ શિવ મંદિરમાં કરી શિવજીની કૃપા મેળવી રહ્યા છે શિવ મંદિરો માં પાર્થેશ્વર શિવલિંગ ની સ્થાપના પણ કરી રોજે રોજ પૂંજન અર્ચન કરી રહ્યા છે
ત્યારે શિવભક્તો પદયાત્રા કાવડયાત્રા થી પવિત્ર નર્મદાજીના જળ લઈ કાવડ યાત્રા દ્વારા ચાણોદ થી વડોદરા ડભોઇ અમદાવાદ વગેરે પ્રસ્થાન કરતાં જોવા મળ્યા છે ત્યારે રવિવાર સાંજે વડોદરા સમા પંચનાથ મહાદેવ ના શિવ ભક્તો 11 માં વર્ષે ચાણોદ ના મલ્હારરાવ ઘાટ ખાતે સાંજે આવી પહોંચ્યા હતા નર્મદા મૈયા ને સાડી પરિધાન કરાવી હતી ચુંદડી શ્રીફળ પુષ્પા ચઢાવી નર્મદા મૈયા ને કૃપા આશીર્વાદ લઇ ચાણોદ થી વડોદરા સમા પંચનાથ મહાદેવ ખાતે જવાબ પ્રસ્થાન કર્યું હતું ત્યારે ચાણોદના માર્ગો સ્નાન ઘાટ હર હર મહાદેવ બમ બમ ભોલે ના નાથજી ગુંજી ઉઠ્યો હતો
મુકેશ ખત્રી ચાણોદ


