19 ઓગસ્ટ:વિશ્વ ફોટોગ્રાફી દિવસ છે.વિશ્વ ફોટોગ્રાફી દિવસનું મહત્ત્વ જાગરૂકતા પેદા કરવાનું, અને પોતાના વિચારોને એક તસવીર મારફતે શેર કરવાનું અને ફોટોગ્રાફીના વિસ્તારમાં પોતાનું કરિયર વિકસાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાનું છે. આ દિવસ ન માત્ર તે વ્યક્તિની યાદ અપાવે છે જેમણે ફોટોગ્રાફીમાં વિશેષ યોગદાન આપ્યું છે પરંતુ ભવિષ્યની પેઢીને પણ પોતાની ફોટોગ્રાફીની કુશળતા રજૂ કરવા માટે પ્રેરિત કરે છે.
‘વર્લ્ડ ફોટોગ્રાફી ડે’ મનાવવા પાછળની સ્ટોરી સેંકડો વર્ષ જૂની છે. આજથી લગભગ 181 વર્ષ પહેલા બનેલી એક ઘટના બાદથી જ આ દિવસ મનાવવામાં આવે છે. તેની શરૂઆત ફ્રાન્સમાં 9 જાન્યુઆરી, 1839થી શરૂ થઇ હતી. તે સમયે ડૉગોરોટાઇપ પ્રક્રિયા જાહેર કરવામાં આવી હતી, જેને વિશ્વની પ્રથમ ફોટોગ્રાફી પ્રક્રિયા માનવામાં આવે છે..
સન 1893માં ફ્રાંસમાં ડાગોરોટાઈપ પ્રક્રિયાનો અવિષ્કાર બે મિત્રોએ મળીને કર્યુ હતું. તેનો અવિષ્કાર લુઈસ ડોગર અને જોસેફ નાઈસફોરએ કર્યુ હતું.બન્ને ફ્રાંસમાં રહેતા હતા. લુઈસ અને જોસેફએ 19 ઓગસ્ટ 1839ને ડાગોરોટાઈપ પ્રક્રિયાના અવિષ્કારની જાહેરાત કરી અને પછી પેટેંટ પણ મેળવ્યો અને આ દિવસને યાદ કરતા 19 ઓગસ્ટને વિશ્વ છાયાંકન દિવસ ઉજવાય છે. આ પ્રક્રિયાનો આવિષ્કાર ફ્રાન્સના જોસેફ નાઇસફોર અને લુઇસ ડૉગેરે કરી અને તેનું પેટેન્ટ પોતાના નામે કરાવ્યું હતું.
ફોટોગ્રાફીને લોકપ્રિય બનાવનારા પ્રસિદ્ધ ફોટોગ્રાફર્સ ફોટોગ્રાફી પર પોતાની પ્રતિભાના ઓજસ પાથરનારી પ્રતિભાઓ પણ ઘણી છે. જેમાં 1)એન્સેલ એડમ્સઃ
અમેરિકન વેસ્ટના તેમના બ્લેક એન્ડ વ્હાઇટ લેન્ડસ્કેપ ફોટોગ્રાફ્સ એ તેમની જાણીતી રચના છે. તેઓ ઇતિહાસના અત્યંત સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર છે અને લેન્ડસ્કેપ ફોટોગ્રાફીને લોકપ્રિય બનાવવામાં તથા કુદરતી સ્થાનોના જતનનું મહત્વ સમજાવવા ક્ષેત્રે તેમનો નોંધપાત્ર ફાળો છે.
2)હેન્રી કાર્ટિયર:
તેમને ફોટોજર્નાલિઝમના પિતા ગણવામાં આવે છે. તેમનાં નિખાલસ પોર્ટ્રેટ્સ અને માર્ગો, શેરીઓનાં દ્રશ્યોએ લાખો લોકોની કલ્પનાઓને ઝીલી હતી. તેમણે ચાઇનિઝ ક્રાંતિ અને બીજા વિશ્વ યુદ્ધ બાદ અમેરિકામાં આવેલા સામાજિક અને આર્થિક પરિવર્તનો સહિતની ઇતિહાસની કેટલીક અત્યંત મહત્વપૂર્ણ ઘટનાઓના પણ ફોટોગ્રાફ્સ લીધા હતા.
3)ડોરોથી લેંગઃ
ડોક્યુમેન્ટ્રી સ્ટાઇલના ફોટોગ્રાફ્સના કારણે ડોરોથી ઇતિહાસનાં અત્યંત પ્રસિદ્ધ મહિલા ફોટોગ્રાફર્સમાં સ્થાન ધરાવે છે. જો તમે તે યુગના ફોટા જોયા હોય, તો તેમાંથી કેટલાક ફોટા ડોરોથીએ લીધેલા હોય, તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. અમેરિકન ઇતિહાસનો મહત્વનો સમયગાળો કચકડામાં કેદ કરવા ઉપરાંત ડોરોથીનું કાર્ય – કેમેરા કેટલું શક્તિશાળી માધ્યમ બની શકે છે, તે દર્શાવે
4)આલ્ફ્રેડસ્ટિગલિટ્ઝ:-
1800ના દાયકાના પાછળના અને 1900ના દાયકાના પ્રારંભના ગાળામાં આલ્ફ્રેડે કળાના સ્વરૂપ તરીકે ફોટોગ્રાફીને લોકપ્રિય બનાવી. લાગણી અને સંવેદના ધરાવતાં તેમનાં પોર્ટ્રેટ્સ જગમશહૂર છે.ફોટોગ્રાફર્સ પર કોરોનાની અસરકોરોના મહામારીએ ઘણાં લોકોની આજીવિકાને પ્રભાવિત કરી છે, જેમાં ફ્રીલાન્સ આર્ટિસ્ટ અને ક્રિએટિવ કલાકારોનો પણ સમાવેશ થાય છે.






