શહેરના છાણી નજીકના ખેતરમાં પોલીસે મધરાતે દરોડો પાડી દારૃ ભરેલી એક કાર સાથે ખેતરમાં રહેતા યુવકને ઝડપી પાડી કુલ રૃ.૨૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નંદેસરી પોલીસને દારૃની ડિલિવરી વિશે માહિતી મળતાં સાંકરદાના ખેતરમાં મકાન પાછળથી કાર કબજે કરી હતી.તપાસ કરતાં કારમાંથી જુદીજુદી બ્રાન્ડની વિદેશી શરાબની કુલ રૃ.૯.૪૦ લાખની કિંમતની ૨૫૬ બોટલ મળી આવી હતી.
પોલીસે કાર પાસેથી પેરિન રમણભાઇ પટેલ નામના યુવકની ધરપકડ કરી મોબાઇલ તેમજ રોકડા રૃ.૧૨૦૦ કબજે કર્યા હતા.તેની પૂછપરછ કરતાં સમા સાવલી રોડ પર ગુરૃદેવ વાટિકામાં રહેતો મિત્ર નરેશ પટેલ કાર મુકી ગયો હોવાની અને દારૃના વેચાણના સરખા ભાગ પાડીશું તેમ કહી ગયો હોવાની માહિતી ખૂલી હતી.
જો કે પોલીસને કારના માલિક વિશે હજી માહિતી મળી નથી.જેથી કાર મૂકી જનાર નરેશ પટેલ અને કારના માલિકને વોન્ટેડ જાહેર કરી કેટલા વખતથી નેટવર્ક ચાલતું હતું તે બાબતે તપાસ હાથ ધરી છે.

