GUJARAT : અમદાવાદથી ચોરાયેલી ઓટોરિક્ષા ભરૂચમાંથી ઝડપાઈ: RTO નંબર પ્લેટ બદલીને ફરતી હતી

0
46
meetarticle

ભરૂચ એસ.ઓ.જી. (સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રૂપ) ટીમે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરીને અમદાવાદથી ચોરાયેલી એક ઓટોરિક્ષાને ઝડપી પાડી છે. ચોર દ્વારા આ ઓટોરિક્ષાની નંબર પ્લેટ બદલીને તેને ભરૂચ શહેરમાં પેસેન્જર તરીકે ફેરવવામાં આવી રહી હતી.


પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના કામે ચોરી થયેલી ઓટોરિક્ષા એક ઈસમ ભરૂચમાં કસક સર્કલથી ઝાડેશ્વર તરફ લઈ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે, એસ.ઓ.જી. ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને શંકાસ્પદ ઓટોરિક્ષા નંબર GJ-01-DX-393 ને અટકાવી હતી.
પોલીસે વાહનના એન્જિન નંબર અને ચેસિસ નંબર (એન્જિન નં. 24YWKC87135 અને ચેસિસ નં. MD2A24AYXKWC42589) તપાસ્યા હતા. પોલીસના ડેટાબેઝ સિસ્ટમ “ઇ-ગુજકોપ પોકેટ કોપ” માં તપાસ કરતા, ઓટોરિક્ષાના વાસ્તવિક એન્જિન અને ચેસિસ નંબર સાથે બાતમીમાં મળેલા નંબર મેળ ખાતા ન હતા. આ વિસંગતતાને કારણે પોલીસને શંકા ગઈ કે આ વાહન ચોરાયેલું છે.
વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે આ ઓટોરિક્ષા ઇસનપુર પોલીસ સ્ટેશન, અમદાવાદમાં નોંધાયેલા ગુના હેઠળ ચોરી થયેલી છે. જેનો મૂળ નંબર GJ-27-TA-1822 હતો. પોલીસે તાત્કાલિક આ વાહનને કબ્જે કર્યું છે, જેની અંદાજિત કિંમત ₹૧,૨૦,૦૦૦/- છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ હેઠળ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here