ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતા સંતૃપ્તિ અભિયાન હેઠળ દાહોદ જિલ્લાના નાની ખારજ અને નાની લાછેલી ગામોમાં ગ્રામ પંચાયત સ્તરે જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ઝોનલ હેડ શ્રીમતી કવિતા ઠાકુર અને લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર હાજર રહ્યા હતા. નાની ખારજ ગામના સરપંચ શ્રી રમેશભાઈ ભૂરિયા, નાની લછેલી ગામના સરપંચ શ્રી કનુભાઈ માવી અને ગ્રામ પંચાયત ડાસલાના સરપંચ શ્રી કનુભાઈ ગરવાલએ ગ્રામજનોને યોજનાઓમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
શિબિરમાં, ગ્રામજનોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY), અટલ પેન્શન યોજના (APY), નોમિનેશન અને રી-કેવાયસી સહિત વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓના મહત્વ અને ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને વહેલા નોંધણી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, દાહોદ શાખાના શાખા મેનેજર શ્રી મુરલીધર પરિહાર, કટવારા શાખાના શાખા મેનેજર શ્રી ફતેહ સિંહ ત્યાગી અને બરોડા રિજિયોનલ ઓફિસ ના શ્રી નીલેન્દ્ર ગોયલ સહિત અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.



