આજના આધુનિક સમયમાં અનેક પ્રકારની બીમારીઓ જોવા મળે છે કેટલીક વાર બીમારીઓ સામે સારવાર માટે પૈસા ન હોવાને કારણે ઘણા લોકો મૃત્યુ પામતા હોય છે આ બીમારીઓથી પ્રજાજનો ને રક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાંથી એક આયુષ્યમાન યોજના છે
આ યોજના અંતર્ગત દસ લાખ રૂપિયા સુધી વિનામૂલ્યે સારવાર મળતી હોય છે આ યોજનાઓનો લાભ નર્મદા જિલ્લાના છેવાડા ના માનવી સુધી પહોંચી શકે તે માંટે અનેક કાર્યક્રમો યોજાય છે જેના ભાગરૂપ આજ રોજ જિલ્લા ભાજપા પ્રમુખ નીલકુમાર રાવની ઉપસ્થિતિમાં નર્મદા ના તિલકવાડા.સાવલી. અને કાટકોઈ. ખાતે કાર્યક્રમ યોજાયો હતો.જેમાં 250 થી વધારે આયુષ્યમાન કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું જેથી કરીને દરેક વ્યક્તિ વિનામૂલ્યે સારવાર મેળવી સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે તે દિશામાં એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા


