RAJKOT : ‘બબલી’ દ્વારા 7 મહિલા સહિત કુલ 10 સાથે સવા બે કરોડની છેતરપિંડી

0
128
meetarticle

રાજકોટના દિવાનપરામાં ઈમિટેશન જવેલરીની દુકાન ધરાવતી નેહાબેન રજનીકાંતભાઈ ગાંધેશાએ એક વૃધ્ધ સાથે દુકાનનો સોદો કરી રૂા. 1.05 કરોડની અને અન્ય સાત મહિલા સહિત કુલ 10 જણા સાથે એકંદરે રૂા. 2.25 કરોડની છેતરપિંડી કર્યાની એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

નિર્મલા કોન્વેન્ટ રોડ પર સરસ્વતી સોસાયટી શેરી નં.4માં રહેતા અને નિવૃત જીવન ગાળતા ઘનશ્યામભાઈ દયાળજીભાઈ માણેક (ઉ.વ. 70)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ધર્મેન્દ્ર રોડ પરના કડિયા નવલાઈન શેરી નં. 6માંથી નીકળતી વખતે દોમડિયાના ડેલા તરીકે ઓળખાતી બિલ્ડીંગમાં દુકાન નં.3 ઉપર  કેપ્રી ગ્લોબલ કેપિટલ લિ. નામની જાહેર નોટિસમાં આ મિલકત લોનમાં ચડત હપ્તામાં છે, જેથી કોઈએ વ્યવહાર કરવો નહીં તેવું બોર્ડ વાંચ્યું હતું. ગત માર્ચ માસમાં બોર્ડમાં લખેલા નંબર ઉપર કોલ કરતાં સામાવાળાએ મવડી ચોકડી પાસે આર.કે. એમ્પાયર સ્થિત બિલ્ડીંગમાં પેઢીની ઓફિસમાં આવી જવાનું કહ્યું હતું. જયાં જતાં પેઢીના મેનેજર નિખિલભાઈએ જણાવ્યું કે દુકાનના ચડત હપ્તા તમે ભરી દો, બાદમાં જો તમારે દુકાન ખરીદવી હોય તો 15-20 દિવસનો સમય મળશે. દુકાનના માલિક નેહાબેન છે, જેની તમારે જે દુકાન ખરીદવી છે તેની બાજુમાં દુકાન છે.

નેહાબેનને મળતા તેણે કહ્યું કે તમે મારી દુકાનની લોન ભરી દો, સાથો-સાથ મને રૂા. 9 લાખ આપો, એટલે સોદો ફાઈનલ. ત્યાર પછી પેઢીના મેનેજર સાથે બધી વાતચીત કરી લીધા બાદ નેહાબેનના ખાતામાં આરટીજીએસથી રૂા. 7.94 લાખ જમા કરાવ્યા હતા. થોડા દિવસો બાદ નેહાબેને મિલ્કતનું સાટાખત કરી આપતા તેના ખાતામાં ચાર ભાગમાં આરટીજીએસથી લોનના રૂા. 89.88 લાખ ભર્યા હતા. સાથો-સાથ રોકડા રૂા. 9 લાખ આપ્યા હતા.  દસ્તાવેજ કરવા માટે નેહાબેને તા. 16 એપ્રિલના રોડ રજીસ્ટ્રાર ઓફિસમાં આવી જવાનું કહ્યું હતું પરંતુ તે દિવસે નહીં આવતા કોલ કરતાં કહ્યું કે મારી પુત્રીની તબિયત ખરાબ છે, બે-ચાર દિવસ પછી દસ્તાવેજ કરશું. ચારેક દિવસ બાદ ફરીથી કોલ કરતાં દસ્તાવેજ કરી આપ્યો ન હતો અને જુદા-જુદા બહાના બતાવતા હોવાથી આખરે ફરિયાદ નોંધાવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here