BANASKANTHA : અંબાજીના માનસરોવર ખાતે ગંગા આરતી યોજાઈ

0
30
meetarticle

શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનાર ઉતરાયણ સાધુ મહામેળાના ત્રીજા દિવસે અલગ અલગ દેશો થી વિદેશ સાધુઓ આ પ્રસંગે ઉપસ્થિત જોવા મળી રહ્યા હતા 11જાન્યુઆરી થી 15 જાન્યુઆરી સુંધી ચાલનાર આ સાધુ સંગમ મેળાના ત્રીજા દિવસે મોડી સાંજે ગંગા આરતી કરવામાં આવી હતી

આ ગંગા આરતીને જોવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
હરિદ્વાર ની જેમ શક્તિપીઠ અંબાજીમા પણ ભવ્ય ગંગા આરતી યોજાઈ હતી, આ ગંગા આરતી અંબાજી મંદિરના પાછળ આવેલ પ્રાચીન માનસરોવર કુંડ ખાતે કરવામાં આવી હતી. બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રો ઉચ્ચાર સાથે આ ભવ્ય ગંગા આરતી કરાઈ હતી. ગંગા આરતીની ભવ્યતા અને અદ્ધભૂત દ્રશ્યોને નિહાળવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા. અનેકો સાધુ સંતો ના આ સંગમ થી શક્તિપીઠ અંબાજી મા ભક્તિમય માહોલ છવાયો છે.શ્રી શંભુ પંચ દશનામ આવાહન અખાડા દ્વારા આજે સાંજે માન સરોવર ખાતે ગંગા આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું
REPOTER : અરવિંદ અગ્રવાલ,અંબાજી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here