નવાં બસ સ્ટેન્ડની હજી થોડા દિવસ પહેલા જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું નવીન બસ સ્ટેન્ડમાં પાણીના લીધે મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે મુસાફરોએ પોતાની વેદના વ્યક્ત કરી અને કહ્યું યાત્રાધામ અંબાજીમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે પરંતુ નવું બસ સ્ટેન્ડ બનાવયુ પરંતુ યાત્રિકો પીવા માટે પાણી નથી મળતુ મુસાફરોએ જણાવ્યું કે પીવાનું પાણી હાલમાં આવતું નથી જન આક્રોશ યાત્રા અંબાજી ખાતે પહોંચતા સાંસદ ગેનીબેન ઠાકોરે અંબાજી એસટી ડેપોમાં પાયાની સુવિધાઓ પર નિવેદન આપ્યું નવીન બસ સ્ટેન્ડમાં પાણી ની સુવિધા ન થતા સાંસદે ચિંતા વ્યક્ત કરીનવીન બસ સ્ટેન્ડમાં પીવાના પાણીનો અભાવ મુસાફરોને કરવો પડી રહ્યો છે હાલાકી નો સામનો
મહિલા વર્ધ અને બાલકોને પીવાના પાણીને લઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે

તાજેતરમાં અંબાજી પોલીસ સ્ટેશન પાસે નવીન એસટી ડેપો શરૂ કરાયો છે ત્યારે યાત્રીકો ની માંગ છે કે નવાં બસ સ્ટેન્ડમા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે
રિપોર્ટર : લક્ષ્મણ ઠાકોર અંબાજી બનાસકાંઠા

