બનાસકાંઠા સ્થિત બનાસ ડેરી પરિસરમાં અમિત શાહની અધ્યક્ષતામાં સલાહકાર સમિતિની બેઠક પણ મળશે જેમાં સહકારી ડેરી વિકાસ ‘ સંબંધિત વિવિધ પહેલો પર સમીક્ષા કરવામાં આવશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે શનિવારે બનાસકાંઠા ની મુલાકાતે છે જેમાં દિયોદર તાલુકાના સણાદર બનાસ ડેરી ખાતે વિવિધ પ્રોજેકટનું લોકાપર્ણ અને ખાતમુહુર્ત કરશે તેને લઈ બનાસ અને વાવ થરાદ વાસીઓ માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
દિયોદર સણાદર બનાસ ડેરી ખાતે આજે શનિવાર ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મુલાકાત લેનાર છે જેમાં બનાસ ડેરી ખાતે કાર્યરત બનાસ ડેરીના બાયો CNG ફર્ટિલાઈઝર પ્લાન્ટનું લોકાર્પણ અને પાવડર પ્લાન્ટ નું ખાતમૃહુર્ત કરશે તેમજ પાવડર પ્લાન્ટ અને બટાટા ના પ્લાન્ટ ની પણ મુલાકાત લે છે જેમાં બપોરે ૧:૦૦ કલાકે સોઈલ ટેસ્ટિંગ લેબ (વર્ચ્યુઅલ) અને રેડિયો સ્ટેશન ની મુલાકાત લઈ બનાસ ડેરી પરિસરમાં સહકારિતા મંત્રાલયની બેઠક પણ મળશે જેમાં ‘ સહકારી ડેરી વિકાસ સંબંધિત વિવિધ પહેલો પર સમીક્ષા કરવામાં આવશે તેની સાથે સાથે સણાદર ખાતે બનાસ ડેરી દ્વારા આયોજિત વિશાળ જનસભામાં પણ ભાગ લેશે જેમાં રૈયા ખાતે પશુધન કેન્દ્રિત પહેલોની સમીક્ષા કરવા માટે ડામા સિમેન સ્ટેશન અને એમ્બ્રિયો ટ્રાન્સફર લેબની પણ મુલાકાત લેશે અને બનાસકાંઠા વિવિધ સ્થળ પર પણ મુલાકાત લેશે
પ્રતિનિધિ : દિયોદર જગદીશ સોની

