અંબાજી ખાતે તારીખ 11 જાન્યુઆરીથી શરૂ થયેલ સાધુ મેળો 15 તારીખે સંપન્ન થયો આયોજનના છેલ્લા દિવસે હજારો સાધુ સંતોએ અંબાજી નગર ભ્રમણ કરી કોટેશ્વર ખાતે પવિત્ર સરસ્વતી નદીના કુંડમાં શાહી સ્નાન કર્યું હતું

શંભુ દશનામ આહવાન અખાડા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હજારો સાધુ સંતોએ ભાગ લીધો હતો 11 જાન્યુઆરીથી ચાલુ થયેલ આ સાધુમેળામાં ધર્મ ધજા સ્થાપના, કન્યા પૂજન, સાધુ સંતોનો સન્માન,માનસરોવર મા ગંગા આરતી તેમજ કોટેશ્વર ખાતે શાહી સ્નાન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ સાધુ મેળામાં વિદેશી સંતો એ પણ આકર્ષણ જણાવ્યું હતું જેમાં જર્મની,ફ્રાન્સ, રૂસ ના સંતોએ ભાગ લીધો હતો

શંભુ દસનામ આવવાના અખાડા અને અંબાજી ગ્રામજનોના સહયોગથી આ સંપૂર્ણ કાર્યક્રમ
ધાર્મિક વિધિ વિધાન સાથે સંપન્ન થયો હતો.ભાવિક ભક્તો એ તન મન અને ધનથી આ કાર્યક્રમમાં સેવા આપી હતી અને દાનથી પણ સહયોગ કર્યો હતો. અંબાજીમાં મહંત થાણાપતિ વિજય પુરીજી મહારાજ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આ શાહી સ્નાન નું આયોજન કરવામાં આવે છે જેમાં ગામ લોકો પણ ખૂબ જ ઉત્સાહથી જોડાય છે
REPOTER : અરવિંદ અગ્રવાલ,અંબાજી

