ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અંબાજી પહોંચ્યા

તેઓ ગુજરાત પ્રવાસ અંબાજી થી શરૂ કરશે.
અંબાજી ભાજપા દ્વારા જગદીશ વિશ્વકર્મા નું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સ્વાગત બાદ પ્રદેશ અધ્યક્ષે અંબાજી મંદિરે જઈને માતાજીના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા હતા. તેમણે દુકાનો પર “સ્વદેશી અપનાવો” ના પોસ્ટરો લગાવ્યા હતા.

અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અંબાજીથી ગુજરાતના ૪ ઝોનમાં સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત કરી છે. તેમનો આ સમગ્ર ગુજરાત પ્રવાસ ૧૦ થી ૧૭ ઓક્ટોબર દરમિયાન ચાલશે. આ પ્રવાસ દરમિયાન, તેઓ રાજ્યભરમાં પક્ષના સંગઠન અને કાર્યકરો સાથે બેઠકો યોજીને તેમને માર્ગદર્શન પૂરું પાડશે.

REPOTER : અરવિંદ અગ્રવાલ
અંબાજી

