સમગ્રહ ભારત દેશ માં નવરાત્રી ના નવે દિવસ માં માં ની શક્તિ ભક્તિ અને શ્રદ્ધા થી ભાઈઓ બહેનો એ ગરબા ગાઈ માતાજીની આરાધના કરી ગરબા રમી આનંદ માણ્યો હતો ગામડા થી લઈ શહેર સુધી પાર્ટી પ્લોટ હોય કે ગામડા નો ચોક હોય સૌ ભાવિ ભક્તો માતાજી ના ચાંચર ચોકમાં ગરબી રાખી ઢોલ નગારા સરનાઈ અને ડીજે ના તાલે ગરીબા ની રમઝટ બોલાવે છે આસો સુદ એક થી નોમ સુધી ગરબા રમતા યહોય છે ત્યારે બનાસકાંઠા ના ઓગડ તાલુકાના વહેપારી મથક થરા તાણા રોડ પર આવેલ ગોકુલનગર સોસાયટી માં આવેલ ગોકુળીયા ગોગા મહારાજ ના ચોકમાં છેલ્લા ત્રીસ વર્ષ થી ગરબાનું આયોજન થાય છે

આ ગરબા ના આયોજક લલિતભાઈ કોટક. કનકભાઈ ખત્રી. અંકુરભાઈ ઠક્કર. નિરંજનભાઈ ઠક્કર. વિજયભાઈ ટેસ્ટી. અને રાજુભાઈ લાટી. સૌ ગરબામાં જહેમત ઉઠાવી સેવા આપે છે નવરાત્રી માં લાણી અને ગરબામાં ગરબે ઘૂમતી બહેનો ને ઈનામી કુપન દ્વારા મોમેન્ટ આપવામાં આવે છે આ વર્ષે એક નોરતું વધતા ગરબા રમતી બહેનોને મજા પડી હતી આસો સુદ દશમ ની વિજ્યા દશમી ની રાતે સાડા બાર વાગ્યાં સુધી બહેનો ગરબે ઘૂમિ હતી પછી માતાજી ની આરતી કરી ગરબી ના વોલમણાં કર્યા હતા ત્યારે ગરબીના વોલમણાં વખતે બહેનો એ માતાજી ને પ્રાર્થના કરી હતી કે હેમા આવતી સાલ વહેલા ગરબે રમવા પધારજો અને અમારી ગોકુલનગર સોસાયટી મા રહેતા દરેક વ્યક્તિ ની મનોકામના પૂર્ણ કરજો અને સુખી રાખજો અને આ નવરાત્રી મા સતત ખડે પગે થરા પોલીસ સ્ટાફ ન તેજલબા વાઘેલા ભારતીબેન ઠાકોર સેવા આપી નિષ્ઠા પૂર્વક ફરજ નિભાવી હતી
પ્રતિનિધિ : માનસિંહ ચૌહાણ ઓગડ બનાસકાંઠા

