BANASKANTHA : દિકરીઓના શિક્ષણ માટે લક્ષ્ય સર્વજનિક એજયુકેશન ટ્રસ્ટનું મહત્ત્વાકાંક્ષી આયોજન : ધોરી–પાવઠી–અંધારીયા ગામે શૈક્ષણિક ભવનનું ભૂમિપૂજન

0
33
meetarticle

બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણના ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ કરતા લક્ષ્ય સર્વજનિક એજયુકેશન ટ્રસ્ટ, ગુજરાત સંચાલિત દ્વારા દિકરીઓ માટે વિશેષ શૈક્ષણિક ભવન બનાવવાના પવિત્ર કાર્યનો પ્રારંભ 10-12-2025ના રોજ કરવામા આવી રહ્યો છે આ કાર્યક્રમમાં 15 સ્ટેટ્સના રાજવીઓની ખાસ ઉપસ્થિત રહેશે અને બનાસકાંઠાના એસ પી, પ્રશાંત સુબે, અરવલ્લી જિલ્લાના એસ પી મનોહરસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહેશે પાલનપુર–અંબાજી હાઈવે નજીક આવેલા ધોરી–પાવઠી–અંધારીયા ગામે બુધવાર, તારીખ 10-12-2025ના રોજ વિક્રમ સંવત 2082નાં માગશર વદ-6ના શુભ મુહૂર્તે ભૂમિપૂજન વિધિ ભક્તિભાવે યોજાવા જઈ રહી છે…


સમગ્ર પ્રદેશની દિકરીઓના ઉજ્જવળ ભવિષ્યના ધ્યેય સાથે શરૂ થતું આ નિર્માણ કાર્ય ટ્રસ્ટની મહત્ત્વાકાંક્ષા અને સમાજ પ્રત્યેની જવાબદારીને પ્રતિબિંબિત કરે છે. ભવન પૂર્ણ થયા બાદ અહીં દિકરીઓ માટે આધુનિક વર્ગખંડો, હોસ્ટેલ સુવિધા, પુસ્તકાલય, કમ્પ્યુટર લેબ, તેમજ સંસ્કાર કેન્દ્ર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ટ્રસ્ટના આયોજન અંગે જાણકારી આપવામાં અપાઈ છે
ભૂમિપૂજન કાર્યક્રમમાં સમસ્ત ડાભી (કુશવાહા) જાગીરદાર રાજપૂત પરિવાર તેમજ ધોરી–પાવઠી–અંધારીયા ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહશે. પંડિતશ્રીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભૂમિપૂજન, સ્થાનશુદ્ધિ અને કલશ સ્થાપન જેવા વિધિ-વિધાનો ભક્તિભાવથી નિર્વહ કરવામાં આવશે . ઉપસ્થિત મહેમાનોમાં વિસ્તારમાંથી આગેવાનો, શિક્ષણપ્રેમી ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેશે
કાર્યક્રમ દરમ્યાન ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું કે— “આ ભવન માત્ર ઈમારત નહીં પરંતુ દિકરીઓની પ્રગતિનો પાયો સાબિત થશે. બનાસકાંઠાની દીકરીઓ ઉચ્ચ શિક્ષણમાં આગળ વધે તેનાં ઉદ્દેશથી આ જુદું અને અનોખું કેન્દ્ર તૈયાર થવાનું છે.”દૂર–દૂરથી આવેલા મહેમાનો અને ગામજનોનું હર્ષભેર સ્વાગત કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહી માહોલ જોવા મળછે અને અંતે મહાપ્રસાદનું આયોજન રાખેલું છે…
આ શૈક્ષણિક ભવન બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણક્ષેત્રે એક નવો માઇલસ્ટોન સાબિત થવાની પૂરી આશા વ્યકત કરવામાં આવી રહી છે… અને ફરી એકવાર ધોરી પાવઠી અને અંધારીયા ગામ તરફથી બનાસકાંઠાના સર્વ સમાજ ને ભાવ ભર્યું આમંત્રણ છે
સ્થાળ: પાલનપુર અંબાજી હાઈવે ધોરી બસ્ટેન્ડ તાલુકો વડગામ

પ્રતિનિધિ : દિપક પુરબીયા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here