અંબાજી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતી નિમિત્તે ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવવા માટે આવવાના છે ત્યારે પોલીસ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ અંબાજી શહેર પ્રમુખ, અંબાજી આપ પાર્ટીના પ્રમુખ તેમજ દાંતામાં NSUI પ્રમુખ તથા હડાદ માં કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા

અંબાજીમાં વિકાસ કર્યો અંતર્ગત શક્તિ કોરિડોર બનવવા માટે રસ્તામાં આવતા અંબાજીના અમુક વિસ્તારોમા 100 થી વધુ ઘરો દબાણમાં તૂટવાના હોય આ આગેવાનો આ અંગેની રજૂઆત કરવા માટે મુખ્યમંત્રીને મળવા જવાના હતા પરંતુ આ બધા આગેવાનોને પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં અને તેમના ઘરે નજર કેદ કરવામાં આવ્યા હતા

આ અંગે કોંગ્રેસના આગેવાન ડામરાજી રાજગોરે તીખી પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી આદિવાસી ના ભગવાનના કાર્યક્રમમાં આવી રહ્યા છે

ત્યારે એકમાત્ર આદિવાસી નેતા કાન્તિભાઈ ખરાડી ને પણ કાર્યક્રમમાં જવા દેવામાં આવી રહ્યા નથી આ ભાજપની તાનાશાહી છે અને પ્રજા કે જેને સરકારને ચૂંટયા છે તે પ્રજાને જ મુખ્યમંત્રીને રજૂઆત માટે મળવા દેવામાં આવતા નથી આ કેવી લોકશાહી છે

આ બાબતની અસર આવતા ચૂંટણીઓમાં સ્પષ્ટ દેખાશે એમ તેમણે જણાવ્યું હતું
REPOTER : અરવિંદ અગ્રવાલ,અંબાજી

