ડીસા ખાતે બનાસકાંઠા એગ્રો ઇનપુટ્સ મર્ચન્ટ એસોસિએશનની બેઠક યોજાઈ.આ બેઠકમાં બનાસકાંઠાના તમામ તાલુકા એગ્રો એસોસિયેશનના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા.
સભામાં POS મશીનની સતત ખામીઓ, ખોટા વિભાગીય ચેકિંગ અને સરકારની અસ્પષ્ટ નીતિના કારણે વેપારીઓને ખાતર વેચાણમાં ગંભીર મુશ્કેલીઓ આવી રહી છે.
પરિણામે ઘણા વેપારીઓને પોતાનું વેચાણ બંધ કરવાની ફરજ પડી રહી છે.
સર્વસંમતિથી નક્કી થયું કે આજથી માત્ર નેનો યુરિયા અને નેનો DAP (પ્રવાહી ખાતર)નું જ વેચાણ કરવામાં આવશે.
અન્ય તમામ ખાતરોનું વેચાણ સરકાર POS મશીનની ખામીઓ દુર કરે અને સ્પષ્ટ માર્ગદર્શન આપે ત્યાર પછી જ શરૂ થશે.
સાથે સાથે જે કંપનીઓ દ્વારા ખાતર સાથે ટેગિંગ ભવિષ્યમાં પણ આપવાનું બંધ કરવાની બાહેધરી આપવામાં આવે.
સાથે સાથે સરકારને અમારી સ્પષ્ટ માંગ છે કે POS મશીનમાં માત્ર ખેડૂતનું આધારકાર્ડ જ સ્વીકાર્ય થાય ખેડૂતની ફાળવણી પાકના આધારે નક્કી થાય અને ફાળવણી પૂરી થતા મશીન આપમેળે લોક થઈ જાય આ સિસ્ટમની અપડેટ થયા પછી જ ખાતર વેચાણની વ્યવસ્થા સરળ અને પારદર્શક બની શકશે.
આ નિર્ણય બનાસકાંઠા જિલ્લાના તમામ વેપારીઓ દ્વારા સ્વયંભૂ રીતે લેવામાં આવ્યો છે, કોઈપણ દબાણ વિના.
બનાસકાંઠા જિલ્લાના એસોસિએશન સાથે થરા ના એગ્રો એસોસિએશન સભ્યો જોડાયા હતા
પ્રતિનિધિ : માનસિંહ ચૌહાણ કાંકરેજ


