બનાસકાંઠા જિલ્લામા આઇસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકરોની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં અરજદારોને રહેઠાણનો દાખલો સ્થાનિક તેમજ મામલતદારનો દાખલો મેળવવાનો હોય આ દાખલા મેળવવા મહિલા અરજદારો વહેલી સવારથી તાલુકા મથકે આવેલા જનસેવા કેન્દ્રો પર ઉમટી રહી હોય છે છેલ્લા કેટલાય દિવસોથી પાલનપુર સહિતના જનસેવા કેન્દ્ર અરજદારો થી ઉભરાય રહ્યા છે ક્યારે નોંધણી માટે મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સગર્ભા મહિલાઓ અને ગ્રેજ્યુએટ થયેલી મહિલાઓ પણ બેકાર સ્થિતિમાં જોવા મળે છે એટલે કે મહિલાઓને નોકરીની ખૂબ જરૂરિયાત હોય છે અને આંગણવાડીની ભરતી પડતા જ અનેક મહિલાઓ આંગણવાડીની ભરતી માટેના ફોર્મ ભર્યા છે અને તેઓએ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી છે..
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાના ગ્રામ વિસ્તાર તેમજ શહેરી વિસ્તારોમાં ખાલી પડેલી 534 આંગણવાડી કાર્યકરોની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં ફોમ ભરવાની અંત્તિમ તારીખ 30 ઓગસ્ટ હોય મહિલા અરજદારો આ ભરતીમાં જરૂરી ડોક્યુમેન્ટ મેળવવા ગ્રામ પંચાયત તેમજ જનસેવા કેન્દ્ર અને મામલદાર કચેરીના પગથીયા ચડતા થયા છે
આ ભરતીમાં સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવાની હોય અરજદારોને સ્થાનિક રહેવાસી અંગે ગ્રામ પંચાયતના દાખલાના આધારે મામલતદારનો દાખલો મેળવવાનો હોય અરજદારો આ દાખલા મેળવવા તાલુકા કક્ષાએ આવેલા જનસેવા કેન્દ્રો ઉમટી રહ્યા છે જ્યા સવારથી સાંજ સુધી ભારે ભીડ જામી રહી છે ત્યારે જનસેવા કેન્દ્રના અધિકારીઓ પણ પરિસ્થિતિને સમજતા ખાસ વ્યવસ્થાઓ ગોઠવી હતી સગર્ભા મહિલાઓ કે પછી અશક્ત મહિલાઓને લાંબી કતારમાં ઊભી ન રહેવું પડે તે માટે તેમને અલગ કાઉન્ટરથી તરત જ દાખલા મળી રહે તેવી સુવિધાઓ પણ ઊભી કરી છે
તમામ ઉમેદવારોને ઝડપથી ઓનલાઈન નોંધણી થઈ જાય તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે અને સરળતાથી પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા પણ પગલા ભરવામાં આવી રહ્યા છે.
REPOTER : દિપક પુરબીયા




