શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી પ્રશાંત સુમ્બે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લા નાઓએ દારૂ-જુગારના ગુનાઓ શોધી કાઢવા સારૂ કરેલ સૂચના અન્વયે
શ્રી એ.વી.દેસાઇ પોલીસ ઇન્સ્પેકટર એલસીબી, બનાસકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો પ્રોહી લગત પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી હકીકત આધારે મોજે જગાણા ગામની સીમમાં પાલનપુર થી અમદાવાદ તરફ જતા હાઇવે રોડ ઉપર નવીન બની રહેલ બ્રિજ જગાણા ત્રણ રસ્તા પાસે હાઇવે રોડ ઉપરથી મહીન્દ્રા પીકઅપ ડાલા નં.GJTBAZ8511 નો ચાલક ચાલક જોગાભાઈ કાળાજી માળી રહે.ડીસા ભોપાનગર માળીવાસ તા.ડીસા તથા બાજુમાં બેઠેલ અશોકભાઇ અણદાજી માળી રહે.ડીસા ભોપાનગર માળીવાસ તા.ડીસા વાળાઓ પોતાના કબ્જાના ડાલામાં ખોટી નંબર પ્લેટ નં.GJ18AZ8511 વાળી લગાવી ગે.કા. અને વગર પાસ પરમીટે ભારતીય બનાવટના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/બીયર ટીન નંગ-૫૩૪૪ કિ.રૂ.૮,૩૧,૮૬૨/-તથા મોબાઇલ-૦૩ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા પીકઅપ ડાલુ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા ખાલી કેરેટ નંગ-પ૦ કિ.રૂ.૦૦/૦૦ તથા ડાલાની ચાવી-૦૧ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૧૩,૪૬,૮૬૨/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તથા પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રમેશભાઇ નવાજી માળી રહે.માલગઢ તા.ડીસા વાળાના કહેવાથી મંડારથી રેવદર રોડ ઉપર સુંઘેશા હોટલની બાજુમાં રાજુસિંહ ઉર્ફે રાજપાલસિંહના ઠેકા ઉપરથી દારૂનો જથ્થો ડાલામાં ભરાવનાર તથા અમદાવાદ કાલુપુર ફૂટ માર્કેટ ખાતે દારૂનો જથ્થો લેવા આવનાર રમેશભાઇ નવાજી માળીનો માણસ નાઓ એકબીજાના મેળાપીપણાથી ગુનામાં મદદગારી કરી ગે.કા અને વગર પાસ પરમીટનો રાજસ્થાન રાજય નિર્મિત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં ઘુસાડવાનું ષડયંત્ર રચી આરોપીઓએ આર્થિક લાભ સારૂ ગુનાહીત કૃત્ય કરેલ હોઇ જેઓની વિરૂધ્ધમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
અહેવાલ : પ્રધાનજી ઠાકોર


