બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર થી અંબાજી ને જોડતો મુખ્ય હાઇવે બિસ્માર હાલતમાં છે અંબાજી હાઈવે વીરપુર પાટિયા નજીક ચોમાસામાં પાણી ભરાવાનિ સમસ્યા ને લઈને તંત્ર દ્વારા રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી રોડ ઊંચો કરવા માટે કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ છેલ્લા બે માસથી આ કામગીરી બંધ હાલતમાં છે. અને આ રોડ ઉપર માટી કામ અને જે કોંક્રીટ કામ કરવામાં આવ્યું હતું તેમાં ખાડા પડી ગયા છે ને કાંકરેટ બહાર આવી ગયા છે જેના કારણે અનેક વાહન ચાલકોને રાહદારીઓ ઓ ને હાલાકી ભોગવવી પડી રહી છે..
પાલનપુર થી અંબાજી ને જોડતા નેશનલ હાઇવે માર્ગ ઉપર પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહન ચાલકોને લોકો પરેશાન થઈ રહ્યા હતા ત્યારે થોડા સમય પહેલા આ રોડનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું અને રોડને ઊંચો કરવામાં આવ્યો હતો જોકે રીપેરીંગ કામ દરમિયાન માટી અને મેટલ નાખી અને કામ બંધ કરી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ કામની શરૂઆત કરવામાં આવી નથી એના કારણે હાલ રોડ ઉપર ખાડા પડી ગયા છે કાંકરી ઉપસી ગઈ છે જેના કારણે અનેક વાહન ચાલકો અને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.જોકે હવે ગણતરીના દિવસોમાં ભાદરવી પૂનમનો મહા મેળો યોજવા જઈ રહ્યો છે અને લાખોની સંખ્યામાં પદયાત્રીઓ માં અંબાના દર્શનાર્થે પગપાળા ચાલતા હોય છે અને હજારો વાહન ચાલકોનો ઘસારો પણ આ માર્ગ ઉપર દિવસ રાત જોવા મળતો હોય છે ત્યારે તંત્ર દ્વારા આ માર્ગ પર મેટલ પાથરી ને કામગીરી બંધ કરી દેવાઈ છે અને જેના લીધે વાહન ચાલકો અને લોકો ને ચાલવુ મુશ્કેલ બન્યું છે..
પાલનપુર થી અંબાજી જતા વિરપુર પાટિયા પાસે ના આ માર્ગ ઉપર હાલ કાંકરીઓ ઉડીને બાઇક ચાલકો અથવા રાહદારીઓને વાગતા ઈજાઓ પહોંચતી હોય છે અને અકસ્માતનો પણ ભય રહેતો હોય છે
ત્યારે અહીંથી પસાર થતાં વાહન ચાલકો અને સ્થાનિકોની માગ છે કે ભાદરવી પૂનમનો મહા મેળો નજીક હોવાથીઆ બિસ્માર રોડની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે જેથી કરીને કોઈ પદયાત્રી અકસ્માતનો ભોગ ના બને અથવા કોઈ મોટી દૂર ઘટના ના સર્જાય. ત્યારે હજાર રૂપિયા પદયાત્રીઓને ચાલવા માટેનું માર્ગ ઝડપથી રીપેર કરવામાં આવે તેવી હાલત લોકો માંગ કરી રહ્યા છે
પ્રતિનિધિ : દિપક પુરબીયા




