અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કુંભારિયા ની કોમર્સ શાખા દ્વારા તારીખ 10/02/26 થી 16/02/26 સુધી વિવિધ ડે સેલિબ્રેશન નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં 10/02/26 ના રોજ ગ્રુપ ડે/ મિસ મેચ ડે
11/02/26 ના રોજ નોલેજ ડે (મહેંદી,રંગોળી,ચિત્ર અને ક્વિઝ સ્પર્ધા)
12/02/26 ના રોજ બ્લેક એન્ડ વાઈટ ડે /સિગ્નેચર ડે
13/02/26 ના રોજ ટિફિન ડે/ ફૂડ ફેર સ્ટોલ ની ઉજવણી કરવામાં આવી હતી

ઉપરોક્ત ડે સેલિબ્રેશનમાં કોલેજના 100 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.એન.એસ.પટેલ અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. દીપક બી દરજીના માર્ગદર્શન હેઠળ કોમર્સ કોલેજના ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યુ હતું
આગામી તારીખ 16/02/26 ના રોજ ટ્રેડિશનલ ડે જેમાં સાડી, કુર્તા, ટેલેન્ટ હન્ટ
17/02/26 ના રોજ સ્પોર્ટ્સ ડે (લીંબુ ચમચી, લોટ ફૂંકણી, સંગીત ખુરશી, રસ્સા ખેંચ)ની ઉજવણી પણ રાખવામાં આવેલ છે
આ ડે સેલિબ્રેશનનો મુખ્ય ઉદ્દેશ કોલેજના યુવાનો ની આંતરિક પ્રતિભા બહાર લાવવાની અને સૌહાર્દ ભાવના કેળવાય એ હોય છે
REPOTER : અરવિંદ અગ્રવાલ ,અંબાજી

