BANASKANTHA : આજે આસો નવરાત્રીની આઠમ, સમગ્ર રાજવી પરિવાર હવન મા જોડાયો

0
69
meetarticle

શક્તિપીઠ અંબાજી મંદિરમા આઠમને લઈ અનેકો તૈયારીઓ કરવામા આવી છે.આજે આઠમ નિમિતે માતાજીના મંદિરમા મગળાં આરતી વેહલી સવારે 6 કલાકે કરવામા આવી હતી.નવરાત્રી ના આઠમે અંબાજી મંદિર મા સવાર થી મોટી સંખ્યામા દર્શનાર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

સમગ્ર અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામા આવ્યું હતું. આજે સવારે 2 મંગળા આરતી કરવામાં આવી હતી. બપોરે 12 વાગે જવેરા નું હવન મા વિસર્જન કરવામાં આવ્યું હતું.બપોર બાદ આઠમ હવનની પૂર્ણાહુતિ હવનશાળામા કરવામાં આવી હતી.આજે શક્તિપીઠ અંબાજી મંદિરમાં આઠમને લઈને મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. દાંતાના રાજવી પરિવાર દ્વારા પરંપરાગત વર્ષોથી મંદિરમા હવન કરવામાં આવે છે,ત્યારે આજે આઠમને લઈને દાંતા સ્ટેટના રાજવી પરિવાર અંબાજી મંદિર પહોંચ્યા હતા. મંદિરના ભટ્ટજી મહારાજ અને સમગ્ર મંદિર તરફથી રાજવી પરિવારને આમંત્રણ પાઠવવામાં આવતું હોય છે, ત્યારબાદ રાજવી પરિવાર દાંતા થી પ્રસ્થાન કરે છે, ત્યાર બાદ માર્ગમાં આદિવાસી પરિવારની કન્યાઓ દ્વારા તેમનું સામૈયુ કરવામાં આવતું હોય છે,ત્યારબાદ રાજવી પરિવાર અંબાજીના નિજ મંદિરમાં પહોંચી વર્ષો જૂની પરંપરાગત માતાજીના મંદિરના ગર્ભગૃહમા જઈ દર્શન અને આરતી કરે છે.850 વર્ષોથી રાજવી પરિવાર દ્વારા પૂજા વિધિ અંબાજી મંદિરમાં કરવામાં આવે છે,તે પૂજા વિધિ આજે અષ્ટમીના દિવસે પણ હાલના રાજવી રિદ્ધિરાજસિંહ મહારાજ જે 40મી પેઢી થી હાલ મા પોતાની રાજવી પદ નિભાવી રહ્યા છે.સવારે હવન શરૂ કર્યા બાદ બપોર બાદ હવનની પૂર્ણાહુતિ રાજવી પરિવારની હાજરીમા કરવામાં આવી હતી, જેમાં હજારો કિલો ઘી અને 5000 કરતાં વધુ નારિયલ આ હવનમાં ભક્તો દ્વારા હોમવામાં આવતા હોય છે. હવન પૂર્ણ થયા બાદ રાજવી પરિવાર દ્વારા ભક્તો માટે સુખડી વહેંચવામાં આવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here