BANASKANTHA : યાત્રાધામ અંબાજીમાં આજ થી દિવ્ય શરદ પૂર્ણિમા મહોત્સવનો અને 108 સહસ્ત્ર કુંડી મહાયજ્ઞ નો શુભારંભ થયો

0
44
meetarticle

યાત્રાધામ અંબાજીમાં આજ થી દિવ્ય શરદ પૂર્ણિમા મહોત્સવનો અને 108 સહસ્ત્ર કુંડી મહાયજ્ઞ નો શુભારંભ થયો છે. વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ ની ભાવના સાથે તેમજ અંબાજી આજુબાજુના આદિવાસી વિસ્તાર માં ચાલતી ધર્મ પરિવર્તન ની પ્રવૃતિ ને અટકાવવા ના થી ઉદ્દેશ્ય સાથે આ મહોત્સવના ભાગ રૂપે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ધાર્મિક કાર્યક્રમને લઈ યાત્રાધામ અંબાજીનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે.


​મહોત્સવમાં અખંડ રામધૂનનો પણ આજથી આરંભ થયો છે. આ રામધૂન સતત ત્રણ દિવસ અને ૭૨ કલાક સુધી અખંડ ચાલશે, જેમાં લગભગ ૪૦૦ ભક્તો જોડાયા છે.
​આજના ભવ્ય કાર્યક્રમની શરૂઆત શ્રી શ્રી ૧૦૦૮ શ્રી જગતગુરુ વાસુદેવાચાર્યજી મહારાજ કુબાજી દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી.અને હાજર સાધુ સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા તેમજ સાધુ-સંતો હાજર રહ્યા હતા6 ઓક્ટોબર થી 8 ઓક્ટોબર સુધી ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવ માં શારદાપીઠ શંકરાચાર્ય હાજરી આપશે તેમજ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ અન્ય કેબિનેટ મંત્રીઓ પણ હાજરી આપશે.

REPORTER : અરવિંદ અગ્રવાલ ,અંબાજી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here