બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેકટર મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેના નેતૃત્વમાં સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્ર સાથે પોલીસ વિભાગ સરહદી વિસ્તારમાં રાત દિવસ કામ કરી રહ્યો છે. પૂર હોય, તોફાન હોય, સુરક્ષા બંદોબસ્ત હોય કે પછી કોઈકની મદદ કરવાનો સમય હોય દરેક વખતે જનતાની પડખે ઊભું રહેવાનું કામ પોલીસે કરી બતાવ્યું છે.

સરહદી ચારેય તાલુકાઓમાં રાહત અને બચાવ કામગીરી દરમિયાન ૦૩ ડી.વાય.એસ.પી, ૦૮ પી.આઈ અને ૧૫૦ પોલીસ જવાનોએ ફરજ દરમિયાન ૬૩ જેટલા પુરગ્રસ્ત લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કર્યા છે.

પોલીસ જવાનોએ સુઈગામના ભરડવા, ભાટવરવાસ, તીર્થગામ સહિતના ગામમાંથી રેસ્ક્યુ કરીને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા.
પ્રતિનિધિ : દિપક પુરબીયા

