શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે.આ શક્તિપીઠ ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.આવનારા સમયમાં રાજ્ય સરકાર દ્વારા શક્તિ કોરીડોર પ્રોજેક્ટ 1632 કરોડના ખર્ચે શરૂ થનાર છે.આ પ્રોજેક્ટમાં આવતા મકાનો અને ઘરોને તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી છે.

હવે ટૂંક જ સમયગાળામાં તંત્ર તરફથી આવા મકાનો દૂર કરવાની કામગીરી શરૂ થનાર છે,ત્યારે આવા 267 મકાનો ધરાવતા અસરગ્રસ્ત પરિવારો ગુરુવારે અંબાજીના બજારમાં તમામ વેપારીને મળ્યા હતા અને શુક્રવારે અંબાજીના તમામ વ્યાપારીઓ પોતાની દુકાનો સ્વૈચ્છિક બંધ રાખે તે માટે અપીલ કરી હતી,જેના પગલે શુક્રવારે સવારથી જ અંબાજીની તમામ દુકાનો બંધ જોવા મળી હતી. અલગ અલગ વિસ્તારમાં આવેલી દુકાનો પણ બંધ જોવા મળી હતી. અસરગ્રસ્ત વેપારીઓ 51 શક્તિપીઠ સર્કલ ખાતે એકઠા થઈને ત્યારબાદ અંબાજી ગ્રામ પંચાયત ખાતે આવેદનપત્ર આપ્યું હતું

અને ત્યારબાદ દાંતા ખાતે પણ મોટી સંખ્યામાં એકઠા થઈને આયોજનપત્ર આપવા પહોંચ્યા હતા તમામ અસરગ્રસ્ત પરિવારોની એક જ માંગણી છે કે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ ભલે શરૂ થાય,ભલે અંબાજીનો વિકાસ થાય અમને કોઈ જ વાંધો નથી,પરંતુ અમને અમારા મકાનની સામે વળતર કે વૈકલ્પિક વ્યવસ્થા સરકાર તરફથી મળી રહે તે અમારી મુખ્ય માંગ છે.આજે અંબાજીના બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા.મોટી સંખ્યામાં અસરગ્રસ્ત લોકો,ગામના આગેવાનો, વેપારીઓ એકઠા થયા હતા અને તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.અગાઉ 89 મકાનો તંત્ર દ્વારા તોડવામાં આવ્યા હતા અને આવનારા સમયમાં હજુ 267 મકાનો તૂટનાર છે ,ત્યારે આજે તમામ અસરગ્રસ્ત પરિવારોએ એકઠા થઈને અંબાજી ગ્રામ પંચાયત અને દાંતા મામલતદાર કચેરીમાં આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા અને સરકાર મકાન સામે મકાન આપે તેવી માંગ કરી હતી
પ્રતિનિધિ.. લક્ષમણ ઝાલા

