RAJPIPALA : બાંગ્લાદેશના હાઈ કમિશ્નર રિયાઝ હમિદુલ્લાહએ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લીધી

0
49
meetarticle

બાંગ્લાદેશના હાઈ કમિશ્નર રિયાઝ હમિદુલ્લાહ એ તેમના પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગરની મુલાકાત લીધી હતી. લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને નિહાળીને તેઓ અભિભૂત થયા હતા.

આ પ્રસંગે રિયાઝ હમિદુલ્લાહે જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળ ભારતને એક સશક્ત દિશા મળી. તેમના નમ્ર સ્વભાવ અને અડગ સમર્પણથી દેશના ગૌરવમાં વધારો થયો… સરદાર સાહેબનું જીવન અને કાર્ય ભવિષ્યની પેઢી માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે.

મુલાકાત દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફોટો પ્રદર્શનીના માધ્યમથી સરદાર સાહેબના જીવન, સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભૂમિકા તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની વિસ્તૃત માહિતી ગાઈડ પાસેથી મેળવી હતી. રિયાઝ હમિદુલ્લાહે વ્યૂઇંગ ગેલેરી ખાતેથી સરદાર સરોવર ડેમ, વિદ્યાંચલ-સાતપુડાની ગિરીમાળાઓ તથા પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યુ હતુ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી – ઓથોરિટીના અધિક કલેક્ટ ગોપાલ બામણીયાએ પણ મહેમાનોને સમગ્ર પ્રતિમાની નિર્માણ કાર્યને વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન મારફતે તમામ ટેક્નિકલ પાસાઓની જાણકારી આપી હતી. વધુમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં ઇજનેરો, શ્રમિકો, ખેડૂતોનું યોગદાન, હાઈ સ્પીડ લિફ્ટ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઇજનેરી કલા અંગે પણ માહિતગાર કર્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે હમિદુલ્લાહે સરદાર સરોવર ડેમ અને ટનલની મુલાકાત લઈને વીજ ઉત્પાદન અને જળસંચય ક્ષમતા-સિંચાઈ અને પીવાના પાણીના વિતરણ વ્યવસ્થા તેમજ વિગતવાર તકનીકિ માહિતી મેળવી હતી.

જંગલ સફારીની મુલાકાત દરમ્યાન તેમણે ઝીબ્રા, ચિમ્પાન્ઝી, વિવિધ સાપની જાતો અને વિવિધ પક્ષીઓનું નિહાળીને આનંદિત થયા હતા. મુલાકાતના અંતે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA) ના અધિક કલેક્ટર ગોપાલ બામણીયા રિયાઝ હમિદુલ્લાહને સરદાર સાહેબની સુંદર પ્રતિમાની સ્મૃતિચિહ્ન રૂપે ભેટ આપી હતી. આ તકે સ્ટેચ્યુ ઓફ યુનિટી – ઓથોરિટીના નાયબ કલેક્ટર અભિષેક સિંહા ઉપસ્થિત રહ્યાં હતાં.

REPOTE :દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here