દારૂનો જથ્થો ભરેલ એક આઇશર ગાડી નેશનલ એકસપ્રેસ-04 થી સાંપા ટોલથી કરજણ તરફ આવનાર છે તેવી બાતમી મળતા જિલ્લા પોલીસની એલસીબી પોલીસે માંગરોલ ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન માહિતી મુજબની ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી ગાડીમાં ડ્રાઇવર એકલો બેસેલ હોય જેને નીચે ઉતારી નામઠામ પુછતા અનીલ સાહબલાલ યાદવ હાલ રહે. માન કિશ્વન પાડા, બોઇસર (ઇસ્ટ) ચર્ચ પાછળ, ચિલાર રોડ, પાલઘર (મહારાષ્ટ્ર) મુળ રહે. સમોપુર કલા, તા.સદર જી.જોનપુર (યુ.પી.) ને ઝડપી પાડી તેને સાથે રાખી આઇશરમાં બાંધેલ તાડપત્રી હટાવી તપાસ કરતા જુદા-જુદા માર્કાના ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો.

પકડાયેલ ઇસમને વિદેશી દારૂનો જથ્થો કયાંથી લાવેલ અને કોને આપવાનો હતો, તે બાબતે પુછપરછ કરતા પકડાયેલ ડ્રાઇવર ઇસમનો મીત્ર દત્તા કુરે રહે. બોઇસર, મિરાજ કંપની પાસે, બેટે ગામ (મહારાષ્ટ્ર) મારફતે નિલેશ નામના ઇસમ સાથે સંપર્ક થયેલ હતો અને આ નિલેશએ તેને આઇશર ગાડી લઇને દમણ-કચ્ચી ગામ નજીક આવેલી, ગ્લોબલ કંપની પાસે આવેલા એચ.પી. પેટ્રોલપંપ પાસે બોલાવેલ અને ત્યાં માણસ મોકલીને આઇશર ગાડી લઇ ગયેલ અને ગાડીમાં વિદેશી દારૂ ભરીને આપેલ અને જણાવેલ કે, આ ગાડી લઇને NE-04 ઉપર થઇને સાંપા ટોલ નાકાથી કરજણ થઇ વડોદરા તરફ જવાનું અને નિલેશના કહ્યા મુજબ આગળ વધવાનું જણાવતા પકડાયેલ ઇસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
