ગાંધીનગર ખાતે આવેલ SSV CAMPUS ના વિદ્યાર્થીઓ દ્વારા “સોનેકી ચિડીયા” વિષય પર સુંદર અને સંવેદનાત્મક રીતે કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું .
કાર્યક્રમની શરૂઆત લોકપ્રિય દેશભક્તિ ગીત “જહાં ડાલ ડાલ પર સોનેકી ચિડીયા કરતી હૈ બસેરા” દ્વારા થઈ, જેમાં ભારતના વૈભવ અને ગૌરવનું જીવંત ચિત્રણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ દેશભક્તિનું સુંદર નૃત્ય રજૂ કર્યું , જેના દ્વારા સૌના દિલમાં દેશભક્તિની લાગણી જાગૃત થઈ.
આ બાદ એક સુંદર ભાષણ “ભારતની ગૌરવ ગાથા” વિષય પર રજૂ કરવામાં આવ્યું, જેમાં ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, સમૃદ્ધિ અને વૈજ્ઞાનિક,તત્વજ્ઞાનિક યોગદાનની વાતો કરવામાં આવી. વિદ્યાર્થીઓએ ભારતની ધરોહર અને વૈભવ વિશે ગૌરવની લાગણી પ્રસ્તુત કરી
આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહપૂર્વક રજૂ કરવામાં આવ્યો હતો.
આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને પોતાના દેશ માટે ગૌરવની ઊંડી ભાવના વાવેતર પામે છે.



