GUJARAT : થરાદના ઝેટા-ભોરડુ માર્ગ પર વાંકા વળેલા થાંભલા વાયર જોખમી

0
59
meetarticle

થરાદ તાલુકાના ઝેટાથી ભોરડુ જતા માર્ગ પર વીજ થાંભલાઓની સ્થિતિ અત્યંત જોખમી બની છે. વરસાદ અને પવનના કારણે અનેક વીજ થાંભલાઓ વાંકા વળી ગયા છે અને વીજ વાયરો પણ નમી રહા છે.

આ માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો અને રાહદારીઓની અવરજવર રહે છે. ખાસ કરીને ભોરડુમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ માર્ગનો ઉપયોગ કરે છે. જોખમી વીજ થાંભલાઓના કારણે તેમની સલામતી જોખમાઈ છે.

સ્થાનિક રહીશો અને ગામના આગેવાનોએ આ સમસ્યા અંગે ગુજરાત વીજ બોર્ડ (GEB)ને અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ વીજ થાંભલાઓના રિપેરિંગ કે આસપાસની ઝાડીઓના કટિંગ જેવી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.

સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો વીજ થાંભલા પડવાથી કોઈ અકસ્માત કે જાનહાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી GEBની રહેશે. તેમણે વીજ તંત્રને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવા વિનંતી કરી છે.

અહેવાલ : પ્રધાનજી ઠાકોર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here