જ્યોતિષ શાસ્ત્રમાં આજની રાત્રિને વીર રાત્રિ તરીકે ઓળખવામાં આવે છે અને તેનો વિશેષ મહિમા રહેલો છે, પરંતુ આપણે સૌ તેના વિશે વિસ્તૃતમાં જાણતા નથી. પરંતુ જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી લાઠીયાએ માહિતી આપતા જણાવ્યું છે કે, વીર રાત્રિનો મહિમા તંત્રશાસ્ત્રમાં માનનાર તેમજ બગલામુખી માતાના ભક્તજનોમાં આ મહિમા વિશેષ જોવા મળે છે, જે લોકો સતત શત્રુ, હિતશત્રુ ઈર્ષાળુ, ખટપટીયા લોકો દ્વારા સતત પીડા ભય હેઠળ જીવતા હોય કે બગલામુખી માતાની ભક્તિ, હનુમાનજીની ભક્તિ કે માર્ગદર્શન મુજબ ભક્તિ કરતા હોય તે લોકો આ દિવસ વિશેષ ભક્તિ કરતા હોય છે અને પીડામાંથી મુક્તિ મેળવતા હોય છે.

ક્યારે છે વીર રાત્રિ
આજ રોજ તાં. 18/11/2025ને મંગળવાર સ્વાતિ નક્ષત્ર સવારે 7.12 થી 14 છે અને રાત્રિ દરમિયાન રહે છે.પૂજા અને વિશેષ મહિમા
પૂજા ભક્તિ માટે વિશેષ સમય હેતુ આ દિવસે કાળ, રોગ, ઉદ્વેગ જેવા ચોઘડિયાનો પણ વિશેષ મહિમા રહેલો હોય છે. તેમજ દિશા અને બેસવા માટેના આસાનનો પણ મહિમા હોય છે, જેમકે રાજકીય હરીફની પીડા નિવારણ હેતુ ઉદ્વેગ અને કોઈ શત્રુ શાંતિ હેતુ કાળ ચોઘડિયું ઘણા લોકો જોતા હોય છે, બેસવા માટે પીળું આસાન પસંદ કરતા હોય છે, કોઈ લાલ આસન કે માર્ગદર્શન મુજબ આસન અને સમય પણ હેતુ મુજબ નક્કી થાય છે.
કેવી રીતે કરશો પૂજા
આ ઉપરાંત હનુમાન ચાલીસા, બજરંગ બાણ, જંજીરાના પાઠનું વાંચન થઈ શકે. જે જેમાં લાલ આસાન પર બેસીને પોતાનું મુખ દક્ષિણ દિશામાં રાખી ઉભી વાટ ( ફૂલ બત્તી ) ને તેલમાં પ્રગટાવી જાપ કરાય છે. ભક્તોમાં મોટી માત્રામાં શ્રદ્ધા જોવા મળે છે, તેઓ પોતાની અનુકૂળતા કે માર્ગદર્શન હેઠળ ભક્તિ પણ કરતા હોય છે, શ્રદ્ધા અને વિશ્વાસ દ્વારા કરાતી ભક્તિ આશીર્વાદરુપ બને છે
વર્તમાન યુગમાં ઉપયોગી
હાલના વર્તમાન યુગમાં સમયે હરણફાળ ભરી છે, નોકરી વ્યવસાય કે અન્ય બાબતમાં પણ આની વિપરીત અસર જોવા મળતી હોય છે. એટલે રાગ, દ્વેષ, હરીફાઈ જેવી બાબત પણ જોવા મળતી હોય છે, માટે ભક્તો સમય અનુકૂળતા મુજબ કે માર્ગદર્શન મુજબ રોજિંદી ભક્તિ ઉપરાંત ખાસ દિવસ, પર્વ, યોગ પર પણ આ પ્રકારની ભક્તિ કરી ધન્યતાનો અનુભવ કરતા હોય છે.
