17 ઓક્ટોબરથી ગ્રહોના રાજા સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ રાશિમાં પહેલથી જ મંગળ બિરાજમાન છે. ત્યારે સૂર્યના આ ગોચરથી તુલા રાશિમાં સૂર્ય- મંગળની યુતિ બની રહી છે. સંજોગોવશ આ વખતે ધનતેરસનો તહેવાર પણ 18 ઓક્ટોબરના દિવસે શનિવાર આવી રહ્યો છે. જેથી ધનતેરસ પહેલા સૂર્ય-મંગળનો આ દુર્લભ સંયોગના કારણે 4 રાશિઓને અત્યંત લાભકારી સાબિત થઈ શકે છે. જ્યોતિષીઓના કહેવા પ્રમાણે સૂર્ય -મંગળની આ યુતિ વૃષભ, સિંહ, તુલા અને કુંભ રાશિના જાતકોનો ભાગ્યોદય થઈ શકે છે.

વૃષભ રાશિ
આ યોગનું નિર્માણ થવાથી વૃષભ રાશિવાળાને નાણાકીય લાભની શક્યતાઓ ઉભી થઈ શકે છે. રોકાણમાં નોંધપાત્ર લાભ મળી શકે છે. જે લોકો પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તેમને આ સમય અનુકૂળ રહેશે. નવું ઘર, વાહન અથવા સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ રહેશે. જો તમે ઘણા લાંબા સમયથી કોઈ બાબતની ચિંતામાં ડુબેલા છો, તો હવે તેનો ઉકેલ આવી શકે છે.
સિંહ રાશિ
ધનતેરસ પર સૂર્ય અને મંગળની યુતિ તમારા ભાગ્યને ચમકાવી શકે છે. માં લક્ષ્મી અને ભગવાન કુબેર તમારા પર વિશેષ કૃપા રહેશે. વ્યવસાયમાં અચાનક નફો મળી શકે છે. નોકરીયાત વ્યક્તિઓને પણ લાભ થશે. અટકેલા રહેલા કાર્યો ઝડપથી પૂર્ણ થઈ શકે છે. તમે દુશ્મનો અને કાવતરાખોરોની વ્યૂહરચનાને નિષ્ફળ બનાવશો. તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે.
તુલા રાશિ
તુલા રાશિમાં જ સૂર્ય અને મંગળની યુતિ બની રહી છે. તમારા પરિવાર પર ખુશીનો વરસાદ થશે. તમને કોઈ સારા સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે. નાણાકીય બાબતે તમને નફાની પ્રબળ સંભાવના છે. તમને દેવા અને ખર્ચમાંથી રાહત મળવાની શક્યતા છે. તમને પૂર્વજોની મિલકત અથવા જૂના દેવા દ્વારા પણ નાણાકીય લાભ મળી શકે છે
.કુંભ રાશિ
આ દુર્લભ સંયોગ શનિના સ્વામિત્વવાળી કુંભ રાશિને પણ લાભ આપનારી સાબિત થઈ શકે છે. તમારા બેંક બેલેન્સમાં વધારો થશે. તમને તમારી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ મળશે. અપરિણીત યુગલો સંબંધમાં પાક્કા થઈ શકે છે. તમારા માતાપિતાના સહયોગથી કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરી શકો છો. તમારા માતાપિતાનું સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહેશે. ઘરમાં રોગ- બીમારીઓના ખર્ચમાં પણ ઘટાડો થઈ શકે છે.

