BHARUCH : જેલનો હવાલદાર બન્યો ખંડણીખોર: ‘નકલી પોલીસ’ બની ભરૂચના યુવક અને મહિલાનું અપહરણ કરી ₹૪ લાખ ખંખેર્યા, વડોદરા સેન્ટ્રલ જેલનો હવાલદાર યાજ્ઞિક ચાવડા પકડાયો

0
30
meetarticle

ભરૂચના શેરપુરા ખાતે રહેતા એક વેપારી યુવક અને તેની મહિલા મિત્રનું વડોદરાના મકરપુરા રોડ પરથી અપહરણ કરીને ₹૪ લાખની ખંડણી વસૂલવાના સનસનાટીપૂર્ણ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ અપહરણકારોએ પોતાને અમદાવાદ SOG પોલીસ તરીકે ઓળખ આપી હતી.


​ ​ભરૂચના વેપારી અફાન કાની (ઉં.વ. ૩૦) પોતાની મહિલા મિત્ર સાથે વડોદરાથી પરત ફરી રહ્યા હતા, ત્યારે સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ તેમને આંતરીને અપહરણ કર્યું હતું.
​શખ્સોએ પોતાને ‘યાજ્ઞિક ચાવડા અને ટીમ’ તરીકે ઓળખ આપી બળજબરીથી મહિલા મિત્રને સ્કોર્પિયોમાં બેસાડી દીધી હતી અને અફાનને તેની ઇનોવા કારમાં અમદાવાદના CTM ખાતે લઇ જવામાં આવ્યો હતો.
​ત્યાં તેને મોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને શરૂઆતમાં ₹૫૦ લાખની માંગણી કરી હતી, પરંતુ આખરે માનસિક ત્રાસ આપીને ₹૪ લાખ પડાવી લીધા બાદ તેમને છોડવામાં આવ્યા હતા.
​ ​માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા, આ ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલના હવાલદાર યાજ્ઞિક ચાવડા અને તાંદલજા ખાતે રહેતા આફતાબ પઠાણની સંડોવણી ખૂલતાં બંનેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ ગુનાના માસ્ટર માઈન્ડ અને અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here